• ભારતે વનડેમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું
  • 2-1થી ભારતે વનડે સીરિઝ જીતી
  • વનડેમાં શાર્દુલ ઠાકુરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
ભારતીય ટીમે ટેસ્ટ બાદ વેસ્ટ ઈન્ડીઝને વનડે સીરિઝમાં હરાવ્યું છે. જેથી હવે ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે T-20 સીરિઝ રમવામાં આવશે. ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી વનડે સીરિઝમાં ભારતીય બેટ્સમેન અને બોલરોએ પોતાની તાકાત બતાવી હતી. ખાસ કરીને શાર્દુલ ઠાકુરે શાનદાર બોલિંગ પ્રદર્શ કર્યું હતું. આ ફાસ્ટ બોલરે પોતાની બોલિંગથી દિગ્ગજોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
શાર્દુલ ઠાકુરના આંકડા બોલે છે
વર્લ્ડકપ 2019 બાદ શાર્દુલ ઠાકુરે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ ODI વિકેટ લીધી છે. આંકડા દર્શાવે છે કે શાર્દુલ ઠાકુરે ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડકપ 2019થી લઈને અત્યાર સુધી ODI ફોર્મેટમાં 52 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરનું તાજેતરનું ફોર્મ અદભૂત છે. જો કે, એવું માનવામાં આવે છે કે શાર્દુલ ઠાકુરના તાજેતરના ફોર્મને જોતા વર્લ્ડકપ ટીમ માટે તેની અવગણના કરવી સરળ નથી. શાર્દુલ ઠાકુરે પોતાના પ્રદર્શનથી વર્લ્ડકપની ટીમમાં પસંદગીનો મજબૂત દાવો રજૂ કર્યો છે.
ત્રીજી વનડે મેચમાં 4 વિકેટ લીધી
વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી છે. શાર્દુલ ઠાકુરે 6.3 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ લીધી છે. આ મેચની વાત કરવામાં આવે, તો ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને 200 રનના મોટા અંતરથી હરાવ્યું છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાને 351 રન બનાવ્યા હતા. જેથી વેસ્ટ ઈન્ડીઝને 352 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ વેસ્ટ ઈન્ડીઝની ટીમ 35.3 ઓવરમાં માત્ર 151 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.
  • Follow us on: