- ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા
- ગંભીરને કોચ બનાવતા પહેલા વિરાટ કોહલી સાથે કોઈ વાતચીત થઈ નથી
- હાર્દિક પંડ્યા સહિત કેટલાક ખેલાડીઓને પહેલાથી જ આ વાતની જાણ હતી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ગંભીરને મુખ્ય કોચ બનાવતા પહેલા ઘણી ચર્ચા થઈ હતી. તેમની સાથે ડબલ્યુબી રમનનો પણ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. પરંતુ માત્ર ગંભીરને જ ફાઈનલ કરવામાં આવ્યો હતો. હવે એક માહિતી સામે આવી છે. એક રિપોર્ટ મુજબ ગંભીરને કોચ બનાવતા પહેલા વિરાટ કોહલી સાથે કોઈ વાતચીત થઈ નથી. જ્યારે હાર્દિક પંડ્યા સહિત કેટલાક ખેલાડીઓને પહેલાથી જ આ વાતની જાણ હતી.
કોહલી અને ગંભીર વચ્ચે ઘણા વિવાદો થયા છે. આ બંને ખેલાડીઓ આઈપીએલ દરમિયાન મેદાન પર ટકરાયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, બીસીસીઆઈએ કોહલી સાથે હેડ કોચને લઈને કોઈપણ રીતે વાત કરી નથી. ગંભીરને જવાબદારી સોંપતા પહેલા તેને માહિતી પણ આપવામાં આવી ન હતી. બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિએ ગંભીરનું નામ ફાઈનલ કર્યું હતું. પરંતુ કોહલીને આ સમગ્ર મામલાથી દૂર રાખવામાં આવ્યો હતો.













