ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમને શનિવારે મોડી રાત્રે થાણેની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરો હાલમાં તેમનું ધ્યાન રાખી રહ્યા છે. તેમના તમામ જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
વિનોદ કાંબલીની હાલત નાજુક
હાલમાં જ વિનોદ કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે સચિન તેંડુલકર સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેમની તબિયત સારી ન હતી. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા પૂર્વ ભારતીય ખેલાડીઓ તેની મદદ માટે આગળ આવ્યા હતા.
Also Read
Champions Trophyના શેડ્યૂલ પર મોટું અપડેટ, ભારત-પાકિસ્તાનની મેચની ક્યાં રમાશે? જાણો
KL રાહુલ પાસે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં આ મહાન રેકોર્ડ બનાવવાની તક
6,6,6,6,6,6,6,6,6,6,4,4,4,4,4... શ્રેયસ ઐયરની તોફાની બેટિંગ, 51 બોલમાં ફટકારી સદી
1991માં કર્યું હતું ડેબ્યૂ
વિનોદ કાંબલીએ 1991માં ભારત તરફથી ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમને 1993માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વિનોદ કાંબલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની મજબૂત શરૂઆત કરી હતી. તે ભારત માટે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન બન્યો. તેને માત્ર 14 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પછી તેનું પ્રદર્શન સતત બગડતું ગયું.
આવું રહ્યું છે કરિયર
વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ મેચમાં કુલ 1084 રન બનાવ્યા છે. તેને પોતાના ટેસ્ટ કરિયરમાં 4 સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. આ સિવાય તેને ODI ક્રિકેટમાં 104 મેચમાં કુલ 2477 રન બનાવ્યા છે. તેને વનડેમાં બે સદી અને 14 અડધી સદી ફટકારી છે. સતત ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેને ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી વનડે મેચ 2000માં શ્રીલંકા સામે રમી હતી.