ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન શેલ્ડન જેક્સને વિજય હજારે ટૂર્નામેન્ટ દરમિયાન જ નિવૃત્તિની જાહેરાત કરી છે. જેક્સને વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. વિકેટકીપર બેટ્સમેન હવે ODI અને T20માં બેટ સાથે રંગ જમાવતો જોવા મળશે નહીં.


સ્થાનિક ક્રિકેટમાં ઘણી મેચોમાં સૌરાષ્ટ્રને એકલા હાથે અનેક યાદગાર જીત અપાવનાર જેક્સનના અચાનક નિવૃત્તિના નિર્ણયથી બધાને હેરાન કરી દીધું છે. જેક્સને તેની છેલ્લી મેચ પંજાબ સામે વિજય હજારેમાં રમી હતી, જ્યાં તેને 10 બોલમાં 13 રન બનાવ્યા હતા.

જેક્સને જાહેર કરી નિવૃત્તિ

ભારતીય બેટ્સમેન શેલ્ડન જેક્સને ODI અને T-20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે. જેક્સને વિજય હજારે ટૂર્નામેન્ટની વચ્ચે આ નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. જેક્સનની ગણતરી ડોમેસ્ટિક ક્રિકેટમાં શક્તિશાળી વિકેટકીપર બેટ્સમેન તરીકે થાય છે. તેને તેના T-20 કરિયરમાં કુલ 84 મેચ રમી અને આ દરમિયાન જેક્સને 120ના સ્ટ્રાઈક રેટથી રમતા 1812 રન બનાવ્યા. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં જેક્સને એક સદી અને 11 અડધી સદી ફટકારી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં, વિકેટકીપર બેટ્સમેને 86 મેચની 84 ઈનિંગ્સમાં 36.25ની એવરેજ અને 83ની સ્ટ્રાઈક રેટથી 2792 રન બનાવ્યા છે. જેક્સને 9 સદી અને 14 અડધી સદી ફટકારી હતી. લિસ્ટ-Aમાં તેનો સર્વોચ્ચ સ્કોર 150 હતો જ્યારે T-20માં તેની સર્વોચ્ચ ઈનિંગ્સ 106 રન હતી.


KKR તરફથી રમ્યો હતો જેક્સન

શેલ્ડન જેક્સને પણ આઈપીએલમાં KKR તરફથી રમતો જોવા મળ્યો હતો. જેક્સન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો. જેક્સને વર્ષ 2017માં KKR તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિઝનમાં તેને કુલ 4 મેચ રમી અને તેના બેટથી કુલ 38 રન બનાવ્યા. આ પછી, જેક્સન વર્ષ 2022 માં IPLમાં પાછો ફર્યો. આ સિઝનમાં પણ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું અને તે 5 મેચમાં માત્ર 23 રન જ બનાવી શક્યો હતો. જેક્સન IPLમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી.


  • Follow us on: