• દિલ્હી એરપોર્ટ પહોંચી ભારતીય હોકી ટીમ
  • પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો
  • એરપોર્ટ પર હોકી ટીમનું જોરદાર સ્વાગત કરાયું

ભારતીય હોકી ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. ભારતીય હોકી ટીમ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને સ્વદેશ પરત ફરી છે. હોકી ટીમનું દિલ્હી એરપોર્ટ પર ઢોલ-નગારાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. હોકી ટીમ 10 ઓગસ્ટે જ પેરિસથી ભારત પરત આવી હતી. ભારત પરત આવ્યા બાદ હોકી ટીમ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કરવા પહોંચી હતી. ટીમના કેટલાક ખેલાડીઓ ક્લોઝિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે પેરિસમાં રોકાયા હતા, જેઓ બીજી બેચમાં પરત ફર્યા હતા.

ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

[[$googlead]]

તમને જણાવી દઈએ કે ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે સ્પેન સામેની મેચમાં 2-1થી જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય હોકી ટીમે 52 વર્ષ બાદ સતત ઓલિમ્પિક મેડલ જીત્યા. આ પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં પણ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

[[$alsoread]]

પીઆર શ્રીજેશે લીધી નિવૃત્તિ

હોકી ટીમના દિગ્ગજ ગોલકીપર પીઆર શ્રીજેશે પેરિસ ઓલિમ્પિકમાં રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં પોતાની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી. પીઆર શ્રીજેશ નિવૃત્તિ જાહેર કરી હતી. ઓલિમ્પિકના સમાપન સમારોહમાં પીઆર શ્રીજેશ અને શૂટર મનુ ભાકર ધ્વજવાહક તરીકે જોવા મળ્યા હતા.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની સફર

ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ પૂલ-બીમાં હાજર હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 3-2થી જીત મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ આર્જેન્ટિના સામે આગામી મેચ રમી હતી જે ડ્રો રહી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને હરાવ્યું અને આગામી મેચમાં બેલ્જિયમને હરાવ્યું. ત્યાર બાદ આગલી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને હરાવ્યું હતું. ત્યાર બાદ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાને જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને હરાવ્યું હતું.

  • Follow us on: