- T20 એશિયા કપમાં ભારત 7 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે
- મહિલા એશિયા કપ 1લી ઓક્ટોબરથી શરૂ થશે
- ભારતીય ટીમ 10 દિવસમાં છ લીગ મેચ રમશે
હરમનપ્રીત કૌર બાંગ્લાદેશમાં 1 ઓક્ટોબરથી શરૂ થનારી મહિલા એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરશે. અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ સ્મૃતિ મંધાનાને ટીમના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ACC મહિલા T20 ચેમ્પિયનશિપ 2022 1લી ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 15 ઓક્ટોબર સુધી બાંગ્લાદેશના સિલ્હેટમાં રમાશે. ભારત પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે રમશે.
મહિલા એશિયા કપ 1લી ઓક્ટોબરથી શરૂ થશે
એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે જાહેરાત કરી હતી કે આવતા મહિને બાંગ્લાદેશના સિલ્હેટમાં શરૂ થઈ રહેલા મહિલા T20 એશિયા કપમાં ભારત 7 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. 1 ઓક્ટોબરથી શરૂ થનારી 15 દિવસીય ટુર્નામેન્ટમાં સાત ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં હશે, જેમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
ટૂર્નામેન્ટમાં રમી રહેલી ટીમોમાં ભારત, પાકિસ્તાન,બાંગ્લાદેશ, શ્રીલંકા, UAE, થાઈલેન્ડ અને મલેશિયા છે. તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં મહિલા ટીમ નથી.
મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ માટે ભારતનું સમયપત્રક
ભારત પ્રથમ દિવસે શ્રીલંકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. પાકિસ્તાન સામે રમતા પહેલા તેઓ મલેશિયા સામે અને યુએઈ સામે રમશે. ભારત 8 ઓક્ટોબરે યજમાન બાંગ્લાદેશ સામે રમશે અને રાઉન્ડ-રોબિન મેચમાં 10 ઓક્ટોબરે થાઈલેન્ડ સામે રમશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ 11 અથવા 13 ઓક્ટોબરે સંભવિત સેમિફાઇનલ પહેલા 10 દિવસમાં છ લીગ મેચ રમશે. ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે.
મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, એસ મેઘના, રિચા ઘોષ, સ્નેહ રાણા, ડાયલન હેમલતા, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, રા.યાદવ, કેપી નવગીરે.