• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • આ ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે
  • વેસ્ટ ઈન્ડિઝમાં ભારતનું એવરેજ પ્રદર્શન રહ્યું છે

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત થનારા આગામી T20 વર્લ્ડકપ 2024 માટે વધુ સમય બાકી નથી. આ મેગા ઈવેન્ટમાં પ્રથમ વખત 20 ટીમો રમતી જોવા મળશે, જેને દરેક 5ના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમ ગ્રુપ Aનો ભાગ છે જેમાં પાકિસ્તાન સિવાય આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકાની ટીમો પણ છે. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટની તેની પ્રથમ ત્રણ મેચ અમેરિકામાં રમવાની છે અને ત્યાર બાદ સુપર-8 માટે ક્વોલિફાઈ કર્યા બાદ તેણે વેસ્ટ ઈન્ડિઝમાં વધુ મેચ રમવાની છે. T20 વર્લ્ડકપની મેચ બીજી વખત વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે, આ પહેલા વર્ષ 2009માં ત્યાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.

સુપર-8ની તમામ મેચોમાં ભારતીય ટીમનો પરાજય

વર્ષ 2010માં ભારતીય ટીમ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં T20 વર્લ્ડકપ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચી હતી. જેમાં તેઓએ અફઘાનિસ્તાન સામેની મેચમાં 7 વિકેટે એકતરફી જીત મેળવીને ગ્રુપ-સીમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યારબાદ બીજી મેચમાં સાઉથ આફ્રિકાને 14 રને હરાવીને સુપર-8માં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ તબક્કામાં ટીમ ઈન્ડિયા પહેલા ઓસ્ટ્રેલિયા સામે 49 રને હાર્યું હતું અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ સામે 14 રને હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર-8માં ભારતીય ટીમની છેલ્લી મેચ શ્રીલંકાની ટીમ સામે હતી અને તેમાં તેને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર અહીંથી સમાપ્ત થઈ હતી.

T20માં ભારતીય ટીમનો અત્યાર સુધીનો રેકોર્ડ

જો આપણે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમના રેકોર્ડ પર નજર કરીએ તો તે વધુ સારું લાગે છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝમાં 14 ટી20 મેચ રમી છે જેમાંથી તેણે 7માં જીત અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે અમેરિકામાં ભારતીય ટીમે અત્યાર સુધીમાં 8 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તેમાંથી તેણે 5માં જીત મેળવી છે, જ્યારે માત્ર 2 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

  • Follow us on: