ઝિમ્બાબ્વેએ રોમાંચક મેચમાં ભારતને 13 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 115 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 102 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થયો હતો. શુભમન ગિલ 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રૂતુરાજ ગાયકવાડ 7 રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગ 2 રન બનાવીને વોકઆઉટ થયો હતો. રિંકુ સિંહ પણ શૂન્ય પર આઉટ થયો હતો. ધ્રુવ જુરેલ 7 રન બનાવીને વોકઆઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર 27 રનનું યોગદાન આપ્યા બાદ આઉટ થયો હતો. અવેશ ખાન 12 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો.


  • Follow us on: