• ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે

  • આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા મુકાબલાની આતુરતાથી રાહ જોવાઈ
  • 2022ના વર્લ્ડ કપમાં મેલબોર્નમાં જે માહોલ છવાયો

જૂન મહિનામાં રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા મુકાબલાની ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પોન્ટિંગ જણાવ્યું હતું કે આ મુકાબલાની હવે હું વધારે રાહ જોઈ શકતો નથી. 2022ના વર્લ્ડ કપમાં મેલબોર્નમાં જે માહોલ છવાયો હતો તેવો જ ન્યૂયોર્કમાં છવાશે તેમાં કોઈ શંકા નથી. તમામની નજર ન્યૂયોર્કમાં રમાનારા ભારત અને પાકિસ્તાનના મુકાબલા ઉપર છે. મેલબોર્નમાં રમાયેલી મેચ વખતે લગભગ 95 હજાર સમર્થકો સ્ટેડિયમમાં બેઠા હતા અને 50 હજાર સમર્થકો સ્ટેડિયમની બહાર એકત્ર થયા હતા. ન્યૂયોર્કમાં પણ આ પ્રકારનો માહોલ સર્જાશે તેમાં કોઈ શંકા નથી. વર્લ્ડ ગેમ માટે આ ઘણો રોમાંચક સમય છે. પોન્ટિંગે જણાવ્યું હતું કે ટી20 વર્લ્ડ કપ આગામી વર્ષોમાં અમેરિકામાં ક્રિકેટના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરશે. છેલ્લા ટી20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમનેસામને થઈ હતી ત્યારે પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 159 રનનો સ્કોર નોંધાવ્યો હતો. રનચેઝ કરતી વખતે ભારતે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને તે સમયે વિશ્વક્રિકેટમાં કોઈને આશા નહોતી કે ભારત મેચ જીતી જશે. કોહલી અને હાર્દિકની ભાગીદારીએ ભારતને વિજય સુધી દોર્યું હતું. કિંગ કોહલીએ અણનમ 82 રન બનાવીને ટીમને વિજય અપાવી દીધો હતો.


  • Follow us on: