- ટીમ ઈન્ડિયાને માટે કરો યા મરોની સ્થિતિ
- ભારતે સીરીઝ જીતવા માટે મેચ જીતવી જરૂરી
- 22 માર્ચે વરસાદની શક્યતા વચ્ચે મેચ રમાશે કે કેમ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક ODI મેચ આવતીકાલે એટલે કે 22 માર્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. ત્રણ મેચની વનડે શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. હવે શ્રેણીનો નિર્ણય આવતીકાલે એટલે કે 22 માર્ચે ચેન્નાઈના ચેપોક મેદાન પર ત્રીજી અને નિર્ણાયક વનડેમાં થશે. ભારત માટે આ મેચ 'કરો યા મરો'ની રહેશે. સિરીઝ જીતવા માટે ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. ત્રીજી અને નિર્ણાયક ODI મેચ પહેલા ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ODI રદ થઈ શકે છે?
ચેન્નાઈથી ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ત્રીજી અને નિર્ણાયક વનડેમાં વરસાદ આખી રમત બગાડી શકે છે. જો આમ થશે તો ત્રણ મેચની વનડે શ્રેણી 1-1થી ડ્રો થઈ જશે અને ભારતની ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી જીતવાની તક જતી રહેશે. સોમવારે ચેન્નાઈમાં ભારે વરસાદ પડ્યો હતો. મંગળવારે પણ ચેન્નાઈમાં વરસાદની શક્યતા છે. આવતીકાલે એટલે કે 22 માર્ચે ચેન્નાઈમાં રમાનાર ત્રીજી અને નિર્ણાયક ODIમાં વરસાદની શક્યતા છે.
ફેન્સ માટે ચેન્નાઈથી આ ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ આવતીકાલે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં એટલે કે 22 માર્ચે બપોરે 1.30 કલાકે શરૂ થશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બપોરે 12 વાગે વરસાદની 16 ટકા શક્યતા છે. મેચ દરમિયાન ભેજનું પ્રમાણ 74 ટકા રહેશે જ્યારે પવન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. જેમ જેમ દિવસ આગળ વધે તેમ વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ મધ્યમાં વરસાદ ચોક્કસપણે મેચ રોકી શકે છે.
ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોની સ્થિતિ
તમને જણાવી દઈએ કે જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ વરસાદના કારણે રદ થાય છે, તો ત્રણ મેચની વનડે શ્રેણી 1-1થી ડ્રો થઈ જશે અને ભારતની ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી જીતવાની તક તેના હાથમાંથી જતી જશે. ભારતે મુંબઈમાં પ્રથમ વનડે 5 વિકેટે જીતી હતી, પરંતુ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ODIમાં ઓસ્ટ્રેલિયાએ ભારત પર 10 વિકેટે વિશાળ વિજય નોંધાવ્યો હતો અને શ્રેણી 1-1થી બરાબર કરી હતી.









