• ત્રિનિદાદમાં વેસ્ટ ઈન્ડિઝએ 61 માંથી 22 મેચમાં જીત મેળવી
  • વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત 12 ટેસ્ટ સીરિઝમાંથી 5 સીરિઝ જીત્યું
  • ભારત છેલ્લે 2016માં ત્રિનિદાદમાં રમ્યું હતું ટેસ્ટ, જે ડ્રો થઈ હતી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ ગુરુવારે 20 જુલાઇએ રમાશે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. તો, ત્રિનિદાદના કિંગ્સ પાર્ક ઓવલ ખાતે યજમાન ટીમને ક્લીન સ્વીપ કરવા ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝને તેના હોમ ગ્રાઉન્ડ પર ભારત સતત બીજી વખત ક્લીન સ્વીપ કરવા ઉતરશે. ગઈ વખતે 2019માં બે ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 2-0થી જીત મેળવી હતી. ભારત અત્યાર સુધી 12 વખત વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ સીરિઝ રમી ચૂક્યું છે અને તેમાં 5 વખત સીરિઝ જીતી ચૂક્યું છે.


ભારત છેલ્લે વર્ષ 2016માં ત્રિનિદાદમાં રમ્યું હતું ટેસ્ટ

ભારત છેલ્લે વર્ષ 2016માં ત્રિનિદાદ ખાતે ટેસ્ટ મેચ રમવા ઉતર્યું હતું. જોકે, તે સમયે વરસાદને કારણે મેચ પૂર્ણ થઈ શકી નહોતી અને તેણે ડ્રો જાહેર કરવી પડી હતી. વેસ્ટ ઈન્ડિઝએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા દિવસે વરસાદના કારણે માત્ર 22 ઓવરની રમત થઈ હતી. યજમાન ટીમે બે વિકેટે 62 રન બનાવ્યા હતા. ત્યારબાદ, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે વરસાદના કારણે રમત ધોવાઈ ગઈ હતી. તે મેચમાં વેસ્ટ ઈન્ડિઝ માટે ઓપનિંગ કરનાર ક્રેગ બ્રેથવેટ આ વખતે પણ ટીમનો કેપ્ટન છે.


ભારતના 4 ખેલાડીઓ 2016ના પ્લેઇંગ-11માં હતા સામેલ

હાલની ભારતીય ટીમના ચાર ખેલાડીઓને ત્રિનિદાદમાં રમનાર ટીમ ઈન્ડિયામાં સામેલ હતા. વિરાટ કોહલી, રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને રવિચંદ્રન અશ્વિન 2016ના પ્લેઈંગ-11માં હતા. ત્યારે કોહલી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. તો આ વખતે ટીમનુ સુકાન રોહિત શર્માના હાથમાં છે. તે વકહતે અશ્વિને એક વિકેટ પોતાના નામે કરી હતી. બાદમાં, વરસાદના કારણે ચારેય ખેલાડીઓને ત્રિનિદાદમાં વધુ સારું પ્રદર્શન કરવાની તક મળી ન હતી. આ વખતે આ દિગ્ગજો પર નજર રહેશે. રોહિત, કોહલી અને અશ્વિને પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિતે સદી અને વિરાટે અડધી સદી ફટકારી હતી. તો, અશ્વિને બંને ઇનિંગ્સમાં કુલ 12 વિકેટો લીધી હતી.

2002માં જીત્યું હતું ભારત

તો, ટીમ ઈન્ડિયા આ મેદાન પર છેલ્લે 1989માં હાર્યું હતું. ત્યારબાદ, સતત ત્રણ વખત ટીમ ઈન્ડિયા અહી રમી ચૂકી છે. તેમાંથી 2 મેચ ડ્રો થઈ હતી અને એક મેચમાં ભારતને જીત મળી હતી, 1997 અને 2016માં મેચ ડ્રો થઈને પૂર્ણ થઈ હતી. તો, વર્ષ 2002માં ટીમ ઈન્ડિયાને ત્રિનિદાદમાં જીત મળી હતી.


ત્રિનિદાદમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝ હેડ ટૂ હેડ

મેચ13
ભારતની જીત3
વેસ્ટ ઈન્ડિઝની જીત3
ડ્રો7

વેસ્ટ ઈન્ડિઝએ ત્રિનિદાદમાં 20 ટેસ્ટ મેચ જીતી

તો, વેસ્ટ ઈન્ડિઝની વાત કરીએ તો અહી 5 વર્ષ પછી મેચ રમાઈ રહી છે. WIએ છેલ્લે 2018માં અહી શ્રીલંકાને 226 રને હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ ત્રિનિદાદમાં 61 મેચ રમી ચૂક્યું છે. તેમાંથી તેને 20 મેચોમાં જીત મળી છે. તો 18 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તો 23 મેચ ડ્રો થઈ છે.


  • Follow us on: