ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. તેને ODI ક્રિકેટમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે સિરીઝ 3-0થી જીતી લીધી છે. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે વિસ્ફોટક સદી ફટકારી હતી. પ્રતિકાએ 154 રનની ઈનિંગ રમી. આ રીતે ભારતે આયર્લેન્ડને 436 રનનો લક્ષ્યાંક આપ્યો.
ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી. આ દરમિયાન સ્મૃતિ મંધાના અને પ્રતિકા ઓપનિંગ કરવા આવી. પ્રતિકા રાવલે 154 રનની ઈનિંગ રમી હતી. જ્યારે સ્મૃતિ મંધાનાએ 135 રનની ઈનિંગ રમી હતી. રિચા ઘોષે 59 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. તેને 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 436 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં આઇરિશ ટીમ 31.4 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
મંધાના-પ્રતિકા વચ્ચે 200 થી વધુ રનની ભાગીદારી
કેપ્ટન સ્મૃતિ અને પ્રતિકાએ ઈનિંગ્સની શરૂઆત કરીને ભારતને મજબૂત શરૂઆત અપાવી. આ બંને વચ્ચે 200 થી વધુ રનની ભાગીદારી થઈ. મંધાનાએ 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 135 રન બનાવ્યા. આ સાથે પ્રતિકાની તોફાની ઇનિંગ્સ પણ જોવા મળી. તેણે 20 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 154 રન બનાવ્યા.
ટીમ ઈન્ડિયા માટે દીપ્તિ-તનુજાએ શાનદાર બોલિંગ પ્રદર્શન બતાવ્યું
ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરવા માટે આયર્લેન્ડની ટીમ 131 રનના સ્કોર પર જ હારનો સામનો કરી ગઈ. તેના માટે સારાહ ફોર્બ્સે 41 રનની ઈનિંગ રમી. ઓર્લાએ 36 રનનું યોગદાન આપ્યું. આ સિવાય બીજું કોઈ ખાસ કંઈ કરી શક્યું નહીં. આ દરમિયાન ભારત માટે દીપ્તિ શર્માએ ઘાતક બોલિંગ કરી. તેણે 8.4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી. તનુજાએ 9 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ ઝડપી. તિતાસ, સયાલી અને મિન્નુએ 1-1 વિકેટ લીધી.
ભારતે ODI સિરીઝ જીતી
મહિલા ટીમ ઈન્ડિયાએ ODI સિરીઝમાં આયર્લેન્ડને 3-0થી હરાવ્યું. ભારતે પહેલી મેચ 6 વિકેટથી જીતી હતી. આ પછી બીજી મેચ 116 રનથી જીતી ગઈ. ત્રીજી વનડે 304રનથી જીતી લીધી છે.
વનડેમાં રનની દ્રષ્ટિએ મહિલા ટીમ ઇન્ડિયાની સૌથી મોટી જીત
304 રન વિરુદ્ધ આયર્લેન્ડ, રાજકોટ, 2025
249 રન વિરુદ્ધ આયર્લેન્ડ, પોચેફસ્ટ્રુમ, 2017
211 રન વિ વેસ્ટ ઈન્ડિઝ, વડોદરા, 2024
207 રન વિરુદ્ધ પાકિસ્તાન, દામ્બુલા, 2008
193 રન વિરુદ્ધ પાકિસ્તાન, કરાચી, 2005
આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે