વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ હાલ ભારતના પ્રવાસે છે. જ્યાં તેની ટીમ ભારતીય મહિલા ટીમ સામે ત્રણ મેચની T20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 49 રને જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
ભારતે બનાવ્યા હતા 195 રન
વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર બેટિંગ કરી છે. સ્મૃતિ મંધાના અને જેમિમાની અડધી સદીના કારણે ભારતીય ટીમે 20 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝને હવે મેચ જીતવા માટે 120 બોલમાં 196 રનની જરૂર હતી. પરંતુ વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન સાથે 146 જ રન જ બનાવ્યા.
ભારતે 5 વર્ષ તોડ્યો જૂનો રેકોર્ડ
સ્મૃતિ મંધાનાએ 33 બોલમાં 54 રનની ઈનિંગ દરમિયાન બે છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગ સાથે, આ વર્ષે તેના રનનો આંકડો 600 રનને પાર કરી ગયો છે જ્યારે તે 2024માં મહિલા T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓના લિસ્ટમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેના તેના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્કોર પર સુધારો કર્યો, ટીમનો અગાઉનો સર્વશ્રેષ્ઠ સ્કોર નવેમ્બર 2019માં ગ્રોસ આઈલેટ ખાતે ચાર વિકેટે 185 રન હતો. રોડ્રિગ્સે તેના મનપસંદ વિસ્તારમાં ગેપ શોધીને રન બનાવ્યા અને તેની 12મી અડધી સદી પૂરી કરી. મંધાના અને રોડ્રિગ્સે બીજી વિકેટ માટે 44 બોલમાં 81 રન જોડ્યા હતા. પરંતુ કરિશ્મા રામહરાયકે મંધાનાને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.