• KKR સામે હૈદરાબાદની 23 રને શાનદાર જીત
  • IPL 2023માં પ્રથમ સદી હેરી બ્રુકના નામે
  • નીતિશ રાણાએ 41 બોલમાં 75 રન ફટકાર્યા

IPLની 19મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 23 રને પરાજય આપ્યો હતો. કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સે 20 ઓવરમાં ચાર વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સને તેના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 23 રને પરાજય આપ્યો હતો. કોલકાતાને છેલ્લી ઓવરમાં 32 રનની જરૂર હતી. રિંકુ સિંહ અને શાર્દુલ ઠાકુર ક્રિઝ પર હતા. રિંકુએ ગુજરાત સામે છેલ્લી ઓવરમાં 29 રનનો પીછો કર્યો હતો, પરંતુ આ વખતે ચમત્કાર થયો ન હતો. 


કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઇઝર્સે 20 ઓવરમાં ચાર વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી. રિંકુ સિંહ 31 બોલમાં 58 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન નીતિશ રાણાએ 41 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી. એન જગદીશને 21 બોલમાં 36 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરે 12 અને વેંકટેશ અય્યરે 10 રનનું યોગદાન આપ્યું હતું. આન્દ્રે રસેલ ત્રણ અને ઉમેશ યાદવ માત્ર એક જ અણનમ રન બનાવી શક્યા હતા. રહેમાનુલ્લા ગુરબાજ અને સુનીલ નરેન ખાતુ ખોલાવી શક્યા ન હતા.

હેરી બ્રુકની સદીથી હૈદરાબાદનો મોટો સ્કોર

સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં ચાર વિકેટે 228 રન બનાવ્યા હતા. KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર કોલકાતા નાઈટ રાઈડર્સને 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સનરાઇઝર્સના હેરી બ્રુકે 56 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. IPLની 16મી સિઝનની આ પહેલી સદી છે. કેપ્ટન એડન માર્કરામે 26 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. અભિષેક શર્માએ 17 બોલમાં 32 અને હેનરિક ક્લાસને છ બોલમાં અણનમ 16 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ અને રાહુલ ત્રિપાઠી નવ-નવ રન બનાવીને આઉટ થયા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગ

ઓવર 20ઃ KKR સામે હૈદરાબાદની 23 રને શાનદાર જીત

ઓવર 19ઃ કોલકાતા માટે જીતવું લગભગ મુશ્કેલ છે, 6 બોલમાં 32 રનની જરૂર છે

ઓવર 18ઃ કોલકાતાને જીતવા 12 બોલમાં 48 રનની જરૂર છે, રિંકુ સિંહ 35 અને શાર્દુલ ઠાકુર 12 રન બનાવી રહ્યા છે

ઓવર 17ઃ કોલકાતાની છઠ્ઠી વિકેટ પડી, રાણા 75 રન બનાવી આઉટ

ઓવર 16: રાણાની ફટકાબાજી છતાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે જીતવું આસન નથી, માર્કોની આ ઓવર ખર્ચાળ રહી

ઓવર 15: ભુવનેશ્વર કુમારે KKRના ખેલાડીઓને થોડા કંટ્રોલમાં કર્યા, ઓવરમાં 7 રન મળ્યા 

ઓવર 14: ઓવરમાં 1 સિક્સ અને 1 ફોરની મદદથી KKR 135 રન પર

ઓવર 13: રાણાએ એક સિક્સથી સંતોષ માન્યો, ઓવરમાં 10 રન મળ્યા

ઓવર 12ઃ કોલકાતાનો સ્કોર 5 વિકેટના નુકશાન પર 100 રનને પાર, નિતેષ રાણાની ધમાકેદાર બેટિંગ, 25 બોલમાં ફિફ્ટી ફટકારી

ઓવર 11ઃ મયંક માર્કન્ડેની વધુ એક સફળ ઓવર, પહેલા જ બોલે આંદ્રે રસેલની વિકેટ ઝડપી, રસેલ માત્ર 3 રન બનાવીને આઉટ

ઓવર 10ઃ માર્કો જેન્સનની આ ઓવરમાં 1 સિક્સની મદદથી 12 રન આવ્યા,  10 ઓવરના અંતે કોલકાતાનો સ્કોર 4 વિકેટના નુકશાન પર 96 રન 

ઓવર 9ઃ કોલકાતા નાઈટ રાઈડર્સને ચોથો ઝટકો ઓપનર એન જગદીશનના રૂપમાં લાગ્યો હતો. ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે જગદીશને 21 બોલમાં 36 રન બનાવીને મયંક માર્કંડેનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 9 ઓવરના અંતે ચાર વિકેટના નુકસાન પર 84 રન છે.

ઓવર 8ઃ KKRનો સ્કોર 8 ઓવરના અંતે 3 વિકેટના નુકશાન પર 82 રન છે

ઓવર 7ઃ માર્કન્ડેની ઓવરમાં 2 ચોગ્ગાની 12 રન આવ્યા, જગદીશન અને રાણા 31-31 રન બનાવીને રમી રહ્યા છે 

ઓવર 6ઃ KKRની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી, ઉમરાન મલિકની ઓવરમાં નિતિશ રાણાની ફટકાબાજી, એક જ ઓવરમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા

ઓવર 5ઃ નટરાજનની ઓવરમાં 12 રન આવ્યા, એન જગદીસન 11 બોલમાં 20 રન અને રાણા 4 બોલમાં 2 રન બનાવીને રમી રહ્યા છે

ઓવર 4: KKR મુશ્કેલીમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે ચોથી ઓવરમાં માત્ર 20 રનમાં પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. માર્કો જેન્સને બે બોલમાં બે વિકેટ લીધી હતી. પહેલા તેણે વેંકટેશ ઐયરને આઉટ કર્યો અને પછી સુનીલ નારાયણને આઉટ કર્યો હતો.

ઓવર 3ઃ ભુવનેશ્વર કુમારની ઓવરમાં 2 ચોગ્ગાની મદદથી 12 રન આવ્યા, કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત કંઈ ખાસ રહી નથી. મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમે પ્રથમ 3 ઓવરમાં માત્ર 16 રન જ બનાવ્યા છે.

ઓવર 2ઃ માર્કો જેન્સનની ઓવરમાં માત્ર 3 રન આવ્યા, 2 ઓવરના અંતે કોલકાતાનો સ્કોર 1 વિકેટના નુકશાન પર 4 રન બનાવ્યા છે

ઓવર 1ઃ KKRની ટીમને પહેલો મોટો ફટકો ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝના રૂપમાં લાગ્યો છે. ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે ગુરબાજ ખાતું ખોલાવ્યા વિના જ ભુવનેશ્વર કુમારની ઓવરમાં આઉટ થયો 


સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગ 

ઓવર 20ઃ IPL 2023માં પ્રથમ સદી હેરી બ્રુકના નામે, હૈદરાબાદે KKRને 229 રનનો મોટો ટાર્ગેટ આપ્યો

ઓવર 19ઃ હૈદરાબાદને ત્રીજી સફળતા મળી, અભિષેક 32 રન બનાવીને આઉટ, આન્દ્રે રસેલની ત્રીજી વિકેટ

ઓવર 18ઃ હૈદરાબાદના 200 રન પૂરા, 18મી ઓવરમાં 3 વિકેટના નુકશાન પર 200 રન પુરા કર્યા છે, હેરી બ્રુક શતકની નજીક છે.

ઓવર 17ઃ હેરી બ્રુકની સાથે સાથે અભિષેક શર્માની પણ ધમાકેદાર બેટિંગ, બંને વચ્ચે 50 રનની ભાગીદારી થઈ છે

ઓવર 16ઃ  હૈદરાબાદે 16 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 172 રન બનાવ્યા છે. SRH માટે હેરી બ્રુક 45 બોલમાં 82 રન અને અભિષેક શર્મા 9 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યા છે.

ઓવર 15ઃ સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ ઇનિંગ્સની 15 ઓવર સમાપ્ત થઈ ગઈ છે. હૈદરાબાદ માટે આ ઓવર શાનદાર રહી, લોકી ફર્ગ્યુસનની આ ઓવરમાં હૈદરાબાદે 23 રન જોડ્યા

ઓવર 14ઃ ઈડન ગાર્ડન્સમાં હેરી બ્રુક શાનદાર લયમાં દેખાઈ રહ્યો છે, બ્રુકે કુલ 36 બોલનો સામનો કર્યો છે. આ દરમિયાન તેના બેટથી પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 56 રન નીકળ્યા છે. ટીમનો સ્કોર 14 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 134 રન છે.

ઓવર 13ઃ એડન માર્કરમની તોફાની ઈનિંગ, 25 બોલમાં ફિફ્ટી ફટકારી આઉટ

ઓવર 12ઃ હૈદરાબાદ મજબુત સ્થિતિમાં, 12 ઓવરમાં 116 રન બનાવ્યા, એડન માર્કરમ અને હેરી બ્રુકની ધમાકેદાર બેટિંગ

ઓવર 11ઃ હેરી બ્રુકની 32 બોલમાં શાનદાર ફિફ્ટી, 11 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 100/2

ઓવર 10ઃ સુયશ શર્માની ઓવરમાં એક સિક્સની મદદથી 9 રન આવ્યા, 10 ઓવરમાં હૈદરાબાદે 2 વિકેટના નુકશાન પર 94 રન બનાવ્યા

ઓવર 9ઃ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે નવ ઓવરના અંતે બે વિકેટના નુકસાને 85 રન બનાવી લીધા છે

ઓવર 8ઃ વરૂણ ચક્રવર્તીની ઓવરમાં આવ્યા 5 રન, હેરી બ્રુક 22 બોલમાં 43 રન અને માર્કરમ 9 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યા છે

ઓવર 7ઃ આંદ્રે રસેલની ઓવરમાં 5મા બોલે માર્કરમની સિક્સની મદદથી 7મી ઓવરમાં 10 રન આવ્યા

ઓવર 6ઃ હૈદરાબાદે પાવરપ્લેમાં 2 વિકેટે 65 રન બનાવ્યા,  હેરી બ્રુક 17 બોલમાં 39 રન અને માર્કરમ 1 રન બનાવીને રમી રહ્યા છે

ઓવર 5ઃ કોલકાતાને આન્દ્રે રસેલે પહેલી સફળતા અપાવી છે, મયંક અગ્રવાલ 13 બોલમાં 9 રન બનાવીને આઉટ, બાદમાં છેલ્લા બોલે પણ વિકેટ ઝડપી, રાહુલ ત્રિપાઠી 9 રન બનાવી આઉટ, 5 ઓવર બાદ કોલકાતાએ 2 વિકેટના નુકશાન પર 57 રન

ઓવર 4ઃ હૈદરાબાદ માટે ચોથી ઓવર સુનીલ નારાયણે નાખી, આ ઓવરમાં માત્ર 3 રન આવ્યા, હેરી બ્રુક 12 બોલમાં 32 રન અને મનીષ અગ્રવાલ 12 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યા છે.

ઓવર 3ઃ હૈદરાબાદની શાનદાર શરૂઆત, ઉમેશ યાદવની ઓવરમાં 5મા અને છઠ્ઠા બોલે સિક્સ, આ ઓવરમાં કુલ 15 રન આવ્યા.

ઓવર 2ઃ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને બીજી ઓવર નાખી. આ ઓવરમાં SRHના બેટ્સમેનો 14 રન બનાવવામાં સફળ રહ્યા હતા. ટીમનો સ્કોર બે ઓવરના અંતે વિના વિકેટે 28 રન છે.

ઓવર 1ઃ હૈદરાબાદની ઈનિંગ શરૂ, ઓપનિંગ જોડી ક્રીઝ પર, હૈદરાબાદ માટે અગ્રવાલ અને હેરી બ્રુક ઓપનિંગ કરી રહ્યા છે, કોલકોતા તરફથી પ્રથમ ઓવર ઉમેશ યાદવે નાખી, પ્રથમ ઓવરમાં 3 ચોગ્ગાની મદદથી 14 રન આવ્યા.

બંને ટીમોની પ્લેઈંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સઃ રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), એન જગદીસન, નીતીશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, સુયશ શર્મા, લોકી ફર્ગ્યુસન, વરુણ ચક્રવર્તી

સનરાઇઝર્સ હૈદરાબાદઃ હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન(વિકેટકીપર), માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ઉમરાન મલિક, ટી નટરાજન


  • Follow us on: