• ગઇકાલે IPLની મેચ બાદ કોહલી-ગંભીર ઝઘડયા હતા
  • BCCI એ એકશન લેતા કોહલી, ગંભીરને દંડ ફટકારાયો
  • આપણે જે કંઇ જોઈએ છીએ તે એક દ્રષ્ટિકોણ છે, સત્ય નથી: કોહલી

IPL 2023ની એક મેચમાં વિરાટ કોહલીનો લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી નવીન-ઉલ-હક અને કોચ ગૌતમ ગંભીર સાથે ઝઘડો થયો હતો. મેચ બાદ તમામ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી.

કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી બનાવતી વખતે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું- આપણે જે પણ કંઇ સાંભળીએ છીએ તે વિચાર હોય છે, આપણે જે કંઇ જોઈએ છીએ તે એક દ્રષ્ટિકોણ છે, સત્ય નથી. (Everything we hear is an opinion, not a fact. Everything we see is a perspective, not the truth.- Marcus Aurelius). આ રોમના સમ્રાટ માર્કસ ઓરેલિયસ રોમનો ક્વોટ છે.


[[$googlead]]


વિરાટ કોહલી કદાચ અહીં કહેવા માંગે છે કે સમગ્ર મામલામાં જે કંઈ પણ સમજવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણ સત્ય નથી. સોમવારે આયોજિત IPL મેચમાં વિરાટ કોહલી, નવીન ઉલ હક મેદાન પર ટકરાયા હતા અને પછી મેચ પુરી થયા બાદ લખનૌના કોચ ગૌતમ ગંભીર સામેલ થયા હતા. તે દરેક માટે આઘાતજનક હતું. એક મેન્ટર અને કોચ તરીકે ગૌતમ ગંભીર પાસેથી આ પ્રકારના વર્તનની અપેક્ષા રાખી શકાય નહીં.

[[$alsoread]]

બીજી તરફ વિરાટ કોહલીની સરખામણી મહાન સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે. તેમની પાસેથી આવા વર્તનની અપેક્ષા પણ નથી. કોહલી એક એવો ખેલાડી છે, જેને યુવાનો પોતાનો હીરો માને છે. આવા કિસ્સાઓ તેમની છબીને નુકસાન પહોંચાડી શકે છે. મેચની વાત કરીએ તો વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું. મેચ લો સ્કોરિંગ હતી. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 9 વિકેટે 126 રન બનાવ્યા હતા, જ્યારે લખનૌની ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

  • Follow us on: