• મિચેલ સ્ટાર્કે કરી કમાલ
  • સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો સ્ટાર્ક
  • જસપ્રીત બુમરાહે પણ પાછળ છોડી દીધો
આઈપીએલની 17મી સીઝનમાં ખેલાડીઓની હરાજી દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને પોતાની ટીમનો હિસ્સો બનાવવા માટે 24 કરોડ 75 લાખ રૂપિયા ખર્ચ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. સિઝનની શરૂઆતમાં સ્ટાર્કનું ફોર્મ અપેક્ષા મુજબ ન રહેતા ટીકાનો સામનો કરવો પડ્યો હતો.પરંતુ પછી તે પ્લેઓફ મેચો દરમિયાન એક અલગ ફોર્મમાં દેખાયો અને KKR ટીમને ત્રીજી વખત ટ્રોફી જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટાર્કે આ સિઝનમાં કુલ 13 મેચ રમી અને 26.12ની એવરેજથી કુલ 17 વિકેટ લીધી. આ સિઝન દરમિયાન સ્ટાર્કે જસપ્રીત બુમરાહને પણ એક બાબતમાં પાછળ છોડી દીધો હતો.
સૌથી વિકેટ લેનાર બોલર
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઈપીએલ 2024 ની ફાઈનલ મેચમાં મિચેલ સ્ટાર્કનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જેમાં તેણે 3 ઓવરમાં માત્ર 14 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી. જેમાં અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠીને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ દરમિયાન સ્ટાર્કે અભિષેકને તેના એક શાનદાર આઉટ સ્વિંગ બોલથી બોલ્ડ કર્યો હતો. આ સાથે જ મિચેલ સ્ટાર્ક IPL 2024માં સૌથી વધુ બોલિંગ કરીને વિકેટ લેવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી ગયો. સ્ટાર્કે આ સિઝનમાં તેની 17 વિકેટમાંથી બોલ્ડ કરીને 7 વિકેટ મેળવી. જ્યારે આ કિસ્સામાં સ્ટાર્ક બુમરાહને પાછળ છોડવામાં સફળ રહ્યો હતો જેણે IPLની 17મી સિઝનમાં કુલ 6 બોલ્ડ કર્યા.
IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
  • મિશેલ સ્ટાર્ક - 7 બૉલ્ડ
  • જસપ્રીત બુમરાહ - 6 બૉલ્ડ
  • મથિશા પાથિરાના – 5 બૉલ્ડ
  • સુનીલ નારાયણ - 4 બૉલ્ડ
સૌથી વધુ વિકેટ લેવાના મામલે સ્ટાર્ક 15મા સ્થાને
આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સૌથી વધુ વિકેટો જેમાં વરુણ ચક્રવર્તીએ 21 વિકેટ લીધી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે 15મા ક્રમે છે જેમાં તેણે 17 વિકેટ લીધી છે.
  • Follow us on: