લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌએ 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેએલ રાહુલે 53 બોલમાં 82 રન અને ડી કોકે 43 બોલમાં 54 રન બનાવ્યા હતા. પુરન 23 રન અને સ્ટોઇનિસ 8 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન ચેન્નાઈ તરફથી મુસ્તફિઝુર રહેમાન અને પથિરાનાને 1-1 વિકેટ મળી હતી. ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ અણનમ 57 રન બનાવ્યા હતા. તેણે 40 બોલમાં 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ધોનીએ 9 બોલમાં અણનમ 28 રન બનાવ્યા હતા. રહાણેએ 36 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 30 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી. બિશ્નોઈ, સ્ટોઈનિસ, મોહસીન અને યશ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.


  • Follow us on: