- ઓન ફિલ્ડ નિર્ણયોમાં સુકાની કમિન્સ અન્ય કરતાં આગળ છે
- સ્ટાર બેટ્સમેન કોહલી ટૂર્નામેન્ટમાં હાઇએસ્ટ રન નોંધાવનાર બેટ્સમેન
- પંજાબ સામેની અંતિમ લીગ મેચમાં 28 બોલમાં 66 રન ફટકારીને તેણે ટીમને વિજય અપાવ્યો
આઇપીએલ 2024 અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. ક્વોલિફાયર-1માં કોલકાતા અને હૈદરાબાદ રમશે અને એલિમિનેટરમાં રાજસ્થાન અને બેંગલુરુ આમનેસામને થશે. પ્લે ઓફમાં પહોંચેલી ચાર ટીમોના ઓવરઓલ પાંચ ખેલાડીઓ પોતાની ટીમને ટાઇટલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
વિરાટ કોહલી : સ્ટાર બેટ્સમેન કોહલી ટૂર્નામેન્ટમાં હાઇએસ્ટ રન નોંધાવનાર બેટ્સમેન છે. તે વર્તમાન સિઝનની 14 મેચમાં પાંચ અડધી સદી અને એક સદી વડે 708 રન બનાવી ચૂક્યો છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની બેટિંગનો આધારસ્તંભ બની ચૂક્યો છે. ટીમને પ્લે ઓફ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે.
અભિષેક શર્મા : 23 વર્ષીય ઓપનિંગ બેટ્સમેને હૈદરાબાદ માટે 13 મેચમાં 467 રન બનાવ્યા છે. તેણે 209.41ના સ્ટ્રાઇક રેટથી રન બનાવા ઉપરાંત ત્રણ અડધી સદી પણ ફટકારી છે. પંજાબ સામેની અંતિમ લીગ મેચમાં 28 બોલમાં 66 રન ફટકારીને તેણે ટીમને વિજય અપાવ્યો હતો.
પેટ કમિન્સ : વર્લ્ડ કપ વિજેતા સુકાની પેટ કમિન્સે હૈદરાબાદને પોતાની કુશળતાની સાથે પ્લે ઓફમાં પહોંચા ડી છે. 12 મેચમાં 15 વિકેટ ઝડપી છે પરંતુ ઓન ફિલ્ડ નિર્ણયોમાં તે અન્ય સુકાનીઓ કરતાં આગળ રહ્યો છે.
સુનીલ નરૈન : ઓલરાઉન્ડરે કોલકાતાની સફળતામાં મુખ્ય યોગદાન આપ્યું છે. એક સદી અને ત્રણ અડધી સદી વડે 461 રન બનાવવા ઉપરાંત 13 મેચમાં 15 વિકેટ પણ ઝડપી છે.
રિયાન પરાગ : 2019માં પદાર્પણ કર્યા બાદ બેસ્ટ સિઝન રહી છે. રાજસ્થાન માટે 13 મેચમાં ચાર અડધી સદી વડે 531 રન બનાવ્યા છે. ટોચના ક્રમે જોસ બટલરની ગેરહાજરીમાં તેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બનશે.