• બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સીરિઝ
  • આ સીરિઝ 3 મેથી શરૂ થશે અને 12 મે સુધી ચાલશે
  • મુસ્તાફિઝુર IPL 2024માં એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી

બાંગ્લાદેશની ટીમે એક નિર્ણય સાથે ભારતનું ટેન્શન વધારી દીધું છે. આ નિર્ણય IPL 2024માં અવરોધ પેદા કરશે. બાંગ્લાદેશ પહેલા પાકિસ્તાને પોતાના નિર્ણયથી ભારતીય ટીમને ચોંકાવી દીધી હતી. હવે બાંગ્લાદેશે પણ IPLમાં અવરોધો ઉભા કર્યા છે. બાંગ્લાદેશના આ નિર્ણયને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડીને IPL છોડવી પડી શકે છે. ખેલાડીને IPL છોડીને વતન પરત ફરવાની ફરજ પડશે. આવો તમને જણાવીએ કે બાંગ્લાદેશના કયા નિર્ણયથી ભારત ટેન્શનમાં છે.

બાંગ્લાદેશે શું નિર્ણય લીધો?

બાંગ્લાદેશે IPLની મધ્યમાં ઝિમ્બાબ્વે સામે T20 સીરિઝની જાહેરાત કરી છે. બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સીરિઝ રમાશે. આ કારણે જો બાંગ્લાદેશી ખેલાડીઓ IPL 2024માં રમતા જોવા મળશે તો તેમને સ્વદેશ પરત ફરવું પડશે. બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સીરીઝ 3 મેથી શરૂ થવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન IPL પણ ચાલુ રહેશે. બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચેની સીરિઝ 3 મેથી રમાશે તેમ છતાં ખેલાડીઓએ 28 એપ્રિલ સુધી જ તેમની હાજરી નોંધાવવાની રહેશે. આ સીરિઝ 3 મેથી શરૂ થશે અને 12 મે સુધી ચાલશે.

ચેન્નાઈને લાગશે મોટો આંચકો

આ તારીખો વચ્ચે જે પણ IPL મેચો યોજાશે, બાંગ્લાદેશી ખેલાડીઓ આ મેચો ચૂકી શકે છે. મુસ્તાફિઝુર રહેમાન બાંગ્લાદેશ તરફથી IPL 2024માં રમનાર એકમાત્ર ખેલાડી છે. હરાજીમાં બાંગ્લાદેશના ત્રણ ખેલાડીઓએ પોતાના નામ આપ્યા હતા, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેમની ટીમમાં માત્ર મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મુસ્તાફિઝુર રહેમાન ગત IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હતો. પરંતુ આ વર્ષે ખેલાડીને માત્ર 2 મેચ રમવાની તક મળી.

ચેન્નાઈનો ફાસ્ટ બોલર મથિશા પથિરાના પહેલાથી જ ઈજાગ્રસ્ત છે અને તે પ્રથમ કેટલીક મેચોમાંથી બહાર થઈ ગયો છે. મુસ્તફિઝુર રહેમાન પથિરાનાની જગ્યાએ ચેન્નાઈ માટે મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો હતો. પરંતુ બાંગ્લાદેશે નવી સીરિઝની જાહેરાત કરીને ચેન્નાઈની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે. હવે જો શ્રીલંકાના બોલર મથિશા 3 મે સુધીમાં સ્વસ્થ નહીં થાય તો ચેન્નાઈની મુશ્કેલીઓ બમણી થઈ જશે, કારણ કે આ સમયગાળા દરમિયાન ચેન્નાઈ પાસે મુસ્તફિઝુર રહેમાનનો વિકલ્પ નહીં હોય.

  • Follow us on: