• દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
  • આંધ્રપ્રદેશના વાયઝેક સ્ટેડિયમમાં મેચ
  • બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 મેચ રમાઈ

IPLની 17મી સિઝનમાં સતત બે મેચ હારી ચૂકેલી દિલ્હી કેપિટલ્સ આજે ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે. સીઝનની 15મી મેચ ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં CSK 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 171 રન બનાવી શકી હતી. દિલ્હીએ આ મેચ 20 રને જીતી લીધી હતી.

ચેન્નાઇની ઇનિંગ

દિલ્હીએ ચેન્નાઈને 20 રને હરાવ્યું. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 16 બોલનો સામનો કર્યો હતો અને 37 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. જો કે તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો.

19 ઓવર સમાપ્ત: ચેન્નાઈ સુપર કિંગ્સે હવે જીતવા માટે 6 બોલમાં 41 રન બનાવવા પડશે. અહીંથી દિલ્હીની જીત નિશ્ચિત જણાય છે. એમએસ ધોની પણ ચેન્નાઈને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. દિલ્હી તેની પ્રથમ જીતના માર્ગે છે.

18 ઓવર સમાપ્ત: ચેન્નાઈ સુપર કિંગ્સે હવે જીતવા માટે 12 બોલમાં 46 રન બનાવવા પડશે. 18 ઓવર પછી ટીમનો સ્કોર 6 વિકેટે 146 રન છે. આ ઓવરમાં ધોનીએ સિક્સર ફટકારી હતી. માહી 6 બોલમાં 16 રન અને જાડેજા 15 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે.

દુબે આઉટ: મુકેશ કુમારે શિવમ દુબેને 18ના અંગત સ્કોર પર સ્ટબ્સના હાથે કેચ આઉટ કરાવ્યો, ચેન્નાઈને છઠ્ઠો ઝટકો, મહેન્દ્ર સિંહ ધોની ક્રીઝ પર આવ્યા અને પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો, શોર્ટ બોલને બાઉન્ડ્રીની બહાર મોકલ્યો.

16 ઓવર સમાપ્ત: દિલ્હીના બોલરો સામે ચેન્નાઈના બેટ્સમેનો લાચાર દેખાઈ રહ્યા છે. હવે ચેન્નાઈના હાથમાંથી મેચ લગભગ સરકી ગઈ છે. 16 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 5 વિકેટે 120 રન છે. ચેન્નાઈને હવે 24 બોલમાં જીતવા માટે 72 રન બનાવવાના છે. આનો અર્થ એ થયો કે તેણે દરેક ઓવરમાં લગભગ 18 રન બનાવવા પડશે.

15 ઓવર સમાપ્ત: ઈશાંત શર્માએ 15મી ઓવરમાં નો બોલ ફેંક્યો હતો. જોકે જાડેજા ફ્રી હિટનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો. 15 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 5 વિકેટે 113 રન છે. ચેન્નાઈને હવે 30 બોલમાં જીતવા માટે 79 રન બનાવવાના છે. શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે.

રિઝવી આઉટ: મુકેશ કુમારે બે બોલમાં સતત બે વિકેટ લઈને મેચ દિલ્હીની ઝોળીમાં નાખી દીધી છે. મુકેશે પહેલા રહાણેને આઉટ કર્યો અને પછી સમીર રિઝવીને પણ આઉટ કર્યો. 14મી ઓવરમાં માત્ર બે રન જ બન્યા હતા. હવે ચેન્નાઈને 36 બોલમાં 89 રન બનાવવાના છે.

રહાણે આઉટ: અજિંક્ય રહાણે મજબૂત ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેણે ચેન્નાઈને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે ઝડપથી તેની અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો. જો કે, તે ચૂકી ગયો. આ સ્ટાર બેટ્સમેનને 14મી ઓવરમાં મુકેશ કુમારે આઉટ કર્યો હતો. તે 45 રન બનાવી શક્યો હતો.

12 ઓવર સમાપ્ત: 12 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 3 વિકેટે 92 રન છે. આ ઓવરમાં મિચેલ માર્શે 14 રન બનાવ્યા હતા. રહાણેએ આ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. રહાણે હવે 27 બોલમાં 45 રન સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી છે. તેની સાથે શિવમ દુબે 4 રન પર છે.

ડેરીલ મિચેલ આઉટ: ચેન્નાઈ સુપર કિંગ્સે 11મી ઓવરમાં 75ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ડેરીલ મિચેલ 26 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી બે સિક્સ અને એક ફોર આવી હતી. હવે રહાણે સાથે શિવમ દુબે ક્રિઝ પર છે.

9 ઓવર સમાપ્ત: 9 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર બે વિકેટે 58 રન છે. રહાણે 20 બોલમાં 26 રન અને મિશેલ 20 બોલમાં 24 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 37 બોલમાં 51 રનની ભાગીદારી છે. ચેન્નાઈને હવે 66 બોલમાં જીતવા માટે 134 રન બનાવવાના છે. ચેન્નાઈએ ગિયર બદલવો પડશે, જરૂરી રન રેટ 12 થી વધુ છે.

પાવર પ્લે સમાપ્ત: પાવરપ્લે દિલ્હી કેપિટલ્સના નામે રહ્યો. 6 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર બે વિકેટે 32 રન છે. રહાણે 14 બોલમાં 18 રન બનાવીને રમતમાં છે. તેણે 2 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે ડેરીલ મિશેલ 8 બોલમાં 7 રન પર છે.

4 ઓવર સમાપ્ત: ચોથી ઓવરમાં અજિંક્ય રહાણેએ બે ચોગ્ગા ફટકાર્યા હતા. 4 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર બે વિકેટે 17 રન છે. અજિંક્ય રહાણે 8 બોલમાં 10 રન બનાવીને રમતમાં છે. ડેરીલ મિશેલ તેની સાથે એક રન પર છે.

રચિન રવિન્દ્ર આઉટ: ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રીજી ઓવરમાં માત્ર 7 રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી હતી. રચિન રવિન્દ્ર 12 બોલમાં માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. ચેન્નાઈ સામે 192 રનનો પડકાર છે.

ગાયકવાડ અઉટ: ખલીલ અહેમદે ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલી જ ઓવરમાં પહેલો ઝટકો આપ્યો છે. ઋતુરાજ ગાયકવાડ બે બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો. હવે અજિંક્ય રહાણે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. એક ઓવર પછી ચેન્નાઇનો સ્કોર 3 રને 1 વિકેટ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ 192 રનના લક્ષ્યનો પીછો કરવા માટે તૈયાર છે. ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્ર ઓપનિંગ બેટિંગ માટે પહોંચ્યા છે. ખલીલ અહેમદ પ્રથમ ઓવર નાખશે.

દિલ્હીની ઇનિંગ

ડેવિડ વોર્નર અને રિષભ પંતની અડધી સદીની ઇનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. મથિશા પથિરાનાએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 145 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી હતી.

આ મેચમાં પૃથ્વી શો અને ડેવિડ વોર્નરે દિલ્હી કેપિટલ્સ ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી થઈ હતી. ચેન્નાઈને પ્રથમ સફળતા મુસ્તાફિઝુર રહેમાને અપાવી, જેણે વોર્નરને 10મી ઓવરના ત્રીજા બોલ પર પથિરાનાના હાથે કેચ આઉટ કરાવ્યો. તે 35 બોલમાં 52 રન બનાવી શક્યો હતો. આ દરમિયાન તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. બીજી ઓવરમાં દિલ્હીની બીજી વિકેટ પડી. રવીન્દ્ર જાડેજાએ સેટ બેટ્સમેન પૃથ્વી શોને ધોનીના હાથે કેચ કરાવ્યો હતો. આ સિઝનની પોતાની પ્રથમ આઈપીએલ મેચ રમી રહેલા શોએ 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા.

IPLની 13મી મેચમાં મથિશા પથિરાનાની ઘાતક બોલિંગ જોવા મળી હતી. તેણે રિષભ પંત અને મિચેલ માર્શ વચ્ચેની ભાગીદારીને 134 રનના સ્કોર પર તોડી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 31 રનની ભાગીદારી થઈ હતી. માર્શ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને મથિશા પથિરાના દ્વારા બોલ્ડ થયો હતો. સ્ટાર ઓલરાઉન્ડરે 12 બોલનો સામનો કર્યો અને 18 રન બનાવ્યા. તેના પથિરાનાએ ઓવરના છેલ્લા બોલ પર ટ્રિસ્ટન સ્ટબ્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.

આ સાથે જ ટીમનો કેપ્ટન પંત પણ જોરદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. મેદાનમાં પરત ફર્યા બાદ તેણે પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. આ સ્ટાર ખેલાડીએ 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. ચેન્નાઈ સામે અક્ષર પટેલ 7 રન બનાવીને અણનમ રહ્યો હતો અને અભિષેક પોરેલ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. ચેન્નાઈ તરફથી મથિશા પથિરાનાએ 3 વિકેટ ઝડપી હતી. તેણે ઘાતક બોલિંગ કરી. જ્યારે મુસ્તફિઝુર રહેમાન અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી.

પંત આઉટ: મિરેકલ મેન તરીકે જાણીતા રિષભ પંતે ચેન્નાઈ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 31 બોલમાં જોરદાર અડધી સદી ફટકારી હતી. મેદાનમાં પરત ફર્યા બાદ આ તેની પ્રથમ અડધી સદી છે, જે બાદ તે પેવેલિયન પરત ફર્યો હતો. તે 19મી ઓવરના પાંચમા બોલ પર પથિરાનાના હાથે ગાયકવાડના હાથે કેચ આઉટ થયો હતો. અત્યારે અક્ષર પટેલ અને અભિષેક પોરેલ ક્રિઝ પર હાજર છે.

18 ઓવર સમાપ્ત: 18 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 4 વિકેટે 162 રન છે. રિષભ પંત 27 બોલમાં 35 રન સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે અક્ષર પટેલ છ બોલમાં પાંચ રન પર છે.

17 ઓવર સમાપ્ત: પથિરાનાએ 17મી ઓવર નાખી હતી, જેમાં 5 રન આપ્યા હતા. જે બાદ દિલ્હીનો સ્કોર 4 વિકેટે 148 થઇ ગયો છે. રિષભ પંત 23 બોલમાં 23 અને અક્ષર પટેલ 4 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. 

પથિરાનાએ એક ઓવરમાં બે વિકેટ ઝડપીને ચેન્નાઈને મેચમાં વાપસી કરાવી છે. 15મી ઓવરના ચોથા બોલ પર મિચેલ માર્શને ક્લિન બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા ટ્રિસ્ટન સ્ટબસને બોલ્ડ મારીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મિચેલ માર્શ 18 બનાવીને આઉટ થયો હતો. જ્યારે સ્ટબસ ડકનો શિકાર બન્યો હતો. 15 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 4 વિકેટના નુકસાને 134 રન છે. હાલમાં દિલ્હી તરફથી પંત અને અક્ષર ક્રિઝ પર છે.

12 ઓવર સમાપ્ત: 12 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર બે વિકેટે 111 રન છે. મિચેલ માર્શ પાંચ બોલમાં એક ચોગ્ગા સાથે 6 રન પર છે. જ્યારે ઋષભ પંત સાત બોલમાં પાંચ રન બનાવીને રમતમાં છે.

પૃથ્વી શો આઉટ: દિલ્હીએ 11મી ઓવરમાં 103 રનમાં પૃથ્વી શો ના રૂપે બીજી વિકેટ ગુમાવી દીધી છે. શો 27 બોલમાં 43 રન બનાવી આઉટ થયો હતો. હવે મિચેલ માર્શ અને રિષભ પંત ક્રિઝ પર છે. 11 ઓવર પછી દિલ્હીનો સ્કોર 2 વિકેટે 104 રન છે. બંને સેટના બેટ્સમેન એક સાથે આઉટ થવાથી દિલ્હી માટે 200 સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે.

વોર્નર આઉટ: દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ 10મી ઓવરમાં 93 રનના સ્કોર પર પડી હતી. મુસ્તફિઝુર રહેમાનના બોલ પર પથિરાનાએ વોર્નરનો અદભૂત કેચ લીધો હતો. હવે રિષભ પંત ત્રીજા નંબર પર આવી ગયો છે.

9 ઓવર સમાપ્ત: 9 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 91 રન છે. ડેવિડ વોર્નર 33 બોલમાં 51 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે પૃથ્વી શો 22 બોલમાં 34 રન બનાવીને રમતમાં છે.

પાવર પ્લે સમાપ્ત: મુસ્તાફિઝુર રહેમાને છઠ્ઠી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 20 રન આવ્યા હતા. પૃથ્વી શૉએ 3 ચોગ્ગા અને ડેવિડ વોર્નરે એક ચોગ્ગો ફટકાર્યો હતો. 6 ઓવર પછી દિલ્હીનો સ્કોર કોઈ વિકેટ વિના 62 રન છે. વોર્નર 22 બોલમાં 35 રન અને પૃથ્વી શો 15 બોલમાં 24 રન બનાવીને રમતમાં છે.

5 ઓવર સમાપ્ત: દીપક ચહરે 5મી ઓવર નાખી. જોકે, આ ઓવરમાં 18 રન આવ્યા હતા. ડેવિડ વોર્નરે ચહરને એક સિક્સર અને બે ફોર ફટકારી હતી. 5 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 42 રન છે. વોર્નર 19 બોલમાં 30 રન બનાવીને રમતમાં છે. જ્યારે પૃથ્વી શો 11 બોલમાં 12 રન બનાવીને રમતમાં છે.

3 ઓવર સમાપ્ત: દીપક ચહરે ત્રીજી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 9 રન આવ્યા હતા. જોકે, ઓવરના બીજા બોલ પર વોર્નરે લેગ સાઇડ પર ગગનચુંબી સિક્સર ફટકારી હતી. ત્યારબાદ તેણે ચિપ શોટ રમીને ડબલ પણ લીધો હતો. 3 ઓવર પછી દિલ્હીનો સ્કોર કોઈ વિકેટ વિના 19 રન છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે દીપક ચહરે પ્રથમ ઓવર ફેંકી હતી. આ ઓવરમાં સાત રન આવ્યા હતા. ડેવિડ વોર્નરે છેલ્લા બોલ પર શાનદાર ફોર ફટકારી હતી. પૃથ્વી શો 3 રને અને વોર્નર 4 રને રમતમાં છે.

હેડ ટૂ હેડ રેકોર્ડ

IPLમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 મેચ રમાઈ છે, જેમાં ચેન્નાઈએ 19 મેચ જીતી છે, જ્યારે દિલ્હીની ટીમ 10 મેચ જીતવામાં સફળ રહી છે. CSKનો દિલ્હી સામે સર્વોચ્ચ સ્કોર 223 રન છે જ્યારે દિલ્હીનો સર્વોચ્ચ સ્કોર 198 રન છે. છેલ્લી સિઝનમાં દિલ્હી અને CSK વચ્ચે બે મેચ રમાઈ હતી જેમાં ચેન્નાઈએ બંને મેચ જીતી હતી.

બંને ટીમોની પ્લેઈંગ-11

દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિષભ પંત (w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, એનરિચ નોર્કિયા, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ

ઇમ્પેક્ટ પ્લેયર: સુમિત કુમાર, કુમાર કુશાગ્ર, રસિક દાર સલામ, પ્રવીણ દુબે, જેક ફ્રેઝર-મેકગર્ક

ચેન્નાઇ સુપર કિંગ્સ: રુતુરાજ ગાયકવાડ (c), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (wk), દીપક ચહર, તુષાર દેશપાંડે, મથિશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન

ઇમ્પેક્ટ પ્લેયર: શિવમ દુબે, શાર્દુલ ઠાકુર, શેખ રશીદ, મોઈન અલી, મિચેલ સેન્ટનર


  • Follow us on: