• કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે રમાઈ હતી મેચ
  • આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની 7 વિકેટે જીત
  • એમએસ ધોની સોશિયલ મિડયા પર થયો ટ્રોલ

IPL 2024ની 22મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ બાદ ચેન્નાઈના પુર્વ કપ્તાન એમએસ ધોની ખૂબ જ ચર્ચામાં છે. આ મેચમાં માહીએ એવું કઈક કર્યું જેના કારણે તેમની પોલ ખુલી ગઈ છે. કોલકાતા સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની 7 વિકેટે જીત થઈ હતી. CSKની આસાન જીત બાદ પણ એમએસ ધોનીને સોશિયલ મિડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

રૂતુરાજની કપ્તાની ઈનિંગ

કોલકાતાએ ચેન્નાઈને જીતવા માટે 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ એકદમ આસાન હતો, જો સામે CSK જેવી મજબૂત ટીમ હોય તો આ ટાર્ગેટ હાંસલ કરવો કોઈ મોટી વાત નથી. CSK પણ આ લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું હતું. CSKનો કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ ફિફ્ટી ફટકાર્યા બાદ અણનમ રમી રહ્યો હતો. ગાયકવાડે આ મેચમાં 58 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન જ્યારે લક્ષ્ય આસાન બની ગયું હતું ત્યારે શિવમ દુબે તોફાની બેટિંગ કરીને ચેન્નાઈની જીત પાક્કી કરી હતી. દુબેએ માત્ર 18 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી. CSKને જીતવા માટે 3 રનની જરૂર હતી ત્યારે શિવમ દુબે આઉટ થયો હતો. મહેન્દ્ર સિંહ ધોની સામાન્ય રીતે સાતમા કે છઠ્ઠા સ્થાને બેટિંગ કરવા આવે છે. પરંતુ જ્યારે CSKને જીતવા માટે 3 રનની જરૂર હતી અને CSKની માત્ર 3 વિકેટ પડી હતી, ત્યારે પણ મહેન્દ્ર સિંહ ધોની પોતે બેટિંગ કરવા આવ્યો હતો.

ફેન્સ ધોનીની ચાલ સમજી ગયા

જ્યારે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે ચેન્નાઈ પાસે અજિંક્ય રહાણે, સમીર રિઝવી અને રવિન્દ્ર જાડેજા જેવા બેટ્સમેન બાકી હતા. પરંતુ તેમ છતાં માહી આ ત્રણ ખેલાડીઓ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. આ દરમિયાન ભલે આખું સ્ટેડિયમ ધોની-ધોનીના નારા લગાવી રહ્યું હતું, પરંતુ બાદમાં ધોનીને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ ધોની પર અનેક આરોપો લગાવી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે ધોની દરેક જીત, દરેક ઉપલબ્ધિનો શ્રેય લેવા માંગે છે. તે અન્ય બેટ્સમેનો પાસેથી શ્રેય લેવા માંગે છે, તેથી જ્યારે ટીમ સંપૂર્ણ રીતે મેચ જીતી ગઈ હતી, આવી સ્થિતિમાં ધોની પોતે શ્રેય લેવા મેદાનમાં પહોંચ્યો હતો. પરંતુ ફેન્સ હવે ધોનીની યુક્તિ સમજી ગયા છે, તેથી જ માહીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.

  • Follow us on: