• આજે ચેન્નાઇ અને બેંગલુરૂ વચ્ચે મેચ

  • ચેન્નાઇના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ
  • ચેપોકમાં બેંગલોરે 8-માંથી માત્ર 1 મેચ જીતી

IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ચેન્નાઈએ નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં જીત સાથે શરૂઆત કરી હતી. પ્રથમ રમત રમીને RCBએ 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 8 બોલ બાકી રાખી 6 વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ. ચેન્નાઈ તરફથી રચિન રવિન્દ્રએ 37 રન, અજિંક્ય રહાણેએ 27 રન, શિવમ દુબેએ અણનમ 34 અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 25 રન બનાવ્યા હતા. આ પહેલા બોલિંગમાં ચેન્નાઈ તરફથી મુસ્તાફિઝુર રહેમાને 4 વિકેટ ઝડપી હતી.

CSKની શાનદીર જીત

ચેન્નાઈ સુપર કિંગ્સે 8 બોલ બાકી રહેતા 6 વિકેટે મેચ જીતી લીધી, દુબેએ અણનમ 38 અને જાડેજાએ અણનમ 25 રન બનાવ્યા, ચેન્નાઈએ જીત સાથે સિઝનની સારી શરૂઆત કરી છે.

18.3: શિવમ દુબેનો સિક્સ, ચેન્નાઇને જીતવા માટે 2 રનની જરૂર

18.2: અલઝારી જોસેફના બોલ શિવમ દુબે રન લઇ શક્યો નહી.

18 .1 ઓવર: ચેન્નાઇને જીતવા માટે 9 રનની જરૂર.

17 ઓવર પુરી: 17મી ઓવરમાં કુલ 16 રન આવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 17 ઓવરમાં ચાર વિકેટે 156 રન છે. જાડેજા 24 રને અને દુબે 20 રને રમી રહ્યા છે. હવે ચેન્નાઈને જીતવા માટે 18 બોલમાં માત્ર 18 રન બનાવવાના છે.

16 ઓવર પુરી: CSKને હવે જીતવા માટે 24 બોલમાં માત્ર 34 રન બનાવવાના છે. રવિન્દ્ર જાડેજા 13 બોલમાં 1 સિક્સરની મદદથી 19 રન અને શિવમ દુબે 16 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે.

15 ઓવર સમાપ્ત: ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 4 વિકેટે 128 રન પર પહોંચી ગયો છે. CSKને હવે જીતવા માટે 30 બોલમાં માત્ર 46 રન બનાવવાના છે. રવિન્દ્ર જાડેજા 10 બોલમાં એક સિક્સરની મદદથી 16 રન અને શિવમ દુબે 13 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે.

મિચેલ આઉટ: ચેન્નાઈ સુપર કિંગ્સની ચોથી વિકેટ 13મી ઓવરમાં પડી હતી. ડેરીલ મિશેલ 18 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. કેમરોન ગ્રીને તેને પેવેલિયન મોકલ્યો હતો. હવે ચેન્નાઈને જીતવા માટે 45 બોલમાં 64 રન બનાવવાના છે.

12 ઓવર સમાપ્ત: 12 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 3 વિકેટે 109 રન છે. ડેરીલ મિશેલ 17 બોલમાં 22 રન અને શિવમ દુબે 6 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે. CSKને હવે 48 બોલમાં જીતવા માટે 65 રન બનાવવા પડશે.

રહાણે આઉટ: ચેન્નાઈએ 99ના સ્કોર પર 11મી ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. અજિંક્ય રહાણે 19 બોલમાં બે સિક્સરની મદદથી 27 રન બનાવીને આઉટ થયો હતો. કેમેરોન ગ્રીનના બોલ પર તે બાઉન્ડ્રી પર ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ થયો હતો. ચેન્નાઈને જીતવા માટે હજુ 58 બોલમાં 75 રનની જરૂર છે.

9 ઓવર સમાપ્ત: ડેરીલ મિચેલે કર્ણ શર્માને 9મી ઓવરમાં બે સિક્સર ફટકારી હતી. 9મી ઓવરમાં કુલ 15 રન આવ્યા હતા. હવે ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 2 વિકેટે 88 રન થઈ ગયો છે. મિચેલ 14 અને રહાણે 19 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 12 બોલમાં 17 રનની ભાગીદારી બની છે.

રચિન આઉટ: 7મી ઓવરના છેલ્લા બોલ પર ચેન્નાઈની બીજી વિકેટ પડી હતી. રચિન રવિન્દ્ર 15 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. કર્ણ શર્માએ રચિનને પેવેલિયન મોકલ્યો હતો. આ સાથે CSKનો સ્કોર 71/2 થયો છે. CSKને જીતવા માટે હજુ 78 બોલમાં 103 રન બનાવવાના છે.

6 ઓવર સમાપ્ત: રચિન રવિન્દ્ર તોફાની અંદાજમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. ચેન્નાઈના બેટ્સમેન ઝડપી બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. ટીમે 6 ઓવરમાં 62/1 રન બનાવી લીધા છે. આ દરમિયાન રચિન રવિન્દ્રએ 13 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 31 રન અને અજિંક્ય રહાણેએ 8 બોલમાં 1 છગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા.

ગાયકવાડ આઉટ: ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલો ઝટકો કેપ્ટન રૂતુરાજ ગાયકવાડના રૂપમાં લાગ્યો હતો. તેણે 15 બોલમાં 3 ફોરની મદદથી 15 રન બનાવ્યા હતા. યશ દયાલે ચોથી ઓવરના છેલ્લા બોલ પર ચેન્નાઈના કેપ્ટનને પેવેલિયન મોકલી દીધો હતો. હવે અજિંક્ય રહાણે ક્રિઝ પર આવી ગયો છે. 4 ઓવર પછી CSKનો સ્કોર 38/1 રન છે.

3 ઓવર સમાપ્ત: લક્ષ્યનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ત્રણ ઓવર પછી, CSKનો સ્કોર 28/0 છે. કેપ્ટન ગાયકવાડે 13 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 13 રન અને રચિન રવિન્દ્રએ 6 બોલમાં 17 રનના સ્કોર સુધી પહોંચી ગયો છે.

આરસીબીએ તેના ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ડાબા હાથના ઝડપી બોલર યશ દયાલની પસંદગી કરી છે. દિનેશ કાર્તિકની જગ્યાએ યશ દયાલ આવ્યા છે. અનુજ રાવત વિકેટ કીપિંગ કરી રહ્યો છે. બે ઓવર પછી ચેન્નાઈનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 13 રન છે.

ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રૂતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર આવ્યા છે. બેંગલોર તરફથી મોહમ્મદ સિરાજને પ્રથમ ઓવર આપી છે.

RCBએ ચેન્નાઈને 174 રનનું લક્ષ્ય આપ્યું

જોરદાર શરૂઆત પછી આરસીબીએ માત્ર 78 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી દિનેશ કાર્તિક અને અનુજ રાવતે તોફાની ઇનિંગ્સ રમીને મેચનો રૂખ બદલી નાખ્યો હતો. રાવતે 25 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. કાર્તિક 26 બોલમાં 38 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ બંનેની ઇનિંગની મદદથી RCBએ ચેન્નાઈને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પહેલા વિરાટ કોહલી 21, ફાફ ડુ પ્લેસિસ 35, ગ્લેન મેક્સવેલ 0, કેમરોન ગ્રીન 18 અને રજત પાટીદાર 0 રને આઉટ થયા હતા. જ્યારે ચેન્નાઈ તરફથી મુસ્તફિઝુર રહેમાને 4 વિકેટ ઝડપી હતી. તેણે બે વખત એક ઓવરમાં બે વિકેટ લીધી હતી.

19 ઓવર સમાપ્ત: દિનેશ કાર્તિક અને અનુજ રાવતે પોતાની તોફાની બેટિંગથી આખી મેચને પલટાવી દીધી હતી. 19 ઓવર પછી આરસીબીનો સ્કોર 5 વિકેટે 163 રન છે. રાવત 24 બોલમાં 48 રન અને કાર્તિક 21 બોલમાં 33 રન બનાવીને રમી રહ્યો છે. રાવતના બેટમાંથી અત્યાર સુધીમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા આવી ચૂક્યા છે. જ્યારે કાર્તિકે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે.

કાર્તિક અને રાવત તોફાની બેટિંગ: દિનેશ કાર્તિક અને અનુજ રાવતે આ મેચમાં આરસીબીને વાપસી કરાવી છે. 18મી ઓવરમાં રાવતે બે અને કાર્તિકે એક સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 25 રન આવ્યા હતા. 18 ઓવર પછી આરસીબીનો સ્કોર પાંચ વિકેટે 148 રન છે. રાવત 22 બોલમાં 41 રન અને કાર્તિક 17 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધી બંનેએ છઠ્ઠી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી છે.

17 ઓવર સમાપ્ત: 17 ઓવર પછી આરસીબીનો સ્કોર 5 વિકેટે 123 રન છે. અનુજ રાવત 18 બોલમાં ત્રણ ફોરની મદદથી 25 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે દિનેશ કાર્તિક 15 બોલમાં 19 રન બનાવીને રમતમાં છે. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી છે. બંને વચ્ચે 32 બોલમાં 45 રનની ભાગીદારી છે.

15 ઓવર સમાપ્ત: RCBનો સ્કોર 100ને પાર કરી ગયો છે. દીપક ચહરની ઓવરમાં કુલ 12 રન આવ્યા હતા. 15 ઓવર પછી RCBનો સ્કોર 5 વિકેટે 102 રન છે. અનુજ રાવત 11 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે દિનેશ કાર્તિક 10 બોલમાં 06 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 24 રનની ભાગીદારી થઈ છે.

12 ઓવર સમાપ્ત: RCBએ 12 ઓવરમાં 79/5 રન બનાવ્યા છે. દિનેશ કાર્તિક અને અનુજ રાવત રમી રહ્યા છે અને બંને પર મોટી જવાબદારી આવી છે.

ગ્રીન આઉટ: RCBને 5મો ઝટકો, ગતિમાં બદલાવ, RCBના બેટ્સમેન ગ્રીને જગ્યા બનાવવાનો પ્રયાસ કર્યો અને બોલ્ડ થયો. આ સાથે સ્ટમ્પની ગિલ્લીઓ તુટી ગઇ હતી જેથી મેચ થોડીવાર અટકી હતી.

વિરાટ આઉટ: RCBએ 77 રનમાં ચોથી વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલી 20 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. બાઉન્ડ્રી પર રચિન રવિન્દ્રએ શાનદાર કેચ લીધો. મુસ્તફિઝુર રહેમાનની આ ત્રીજી સફળતા છે.

કોહલીએ માર્યો સિઝનનો પ્રથમ સિક્સ: મહિષ તિક્ષાનાએ 10મી ઓવર ફેંકી. આ ઓવરમાં વિરાટ કોહલીએ શાનદાર સિક્સર ફટકારી હતી. ઓવરમાં કુલ 12 રન આવ્યા. 10 ઓવર પછી આરસીબીનો સ્કોર 3 વિકેટે 75 રન છે. વિરાટ 16 બોલમાં 21 રન અને ગ્રીન 17 બોલમાં 16 રન પર રમી રહ્યો છે. બંને વચ્ચે 33 રનની ભાગીદારી થઈ છે.

9 ઓવર સમાપ્ત: 9 ઓવર પછી RCBનો સ્કોર 3 વિકેટના નુકસાને 63 રન છે. વિરાટ કોહલી 12 બોલમાં 11 રન અને કેમરોન ગ્રીન 15 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 21 બોલમાં 21 રનની ભાગીદારી થઈ છે.

6 ઓવર સમાપ્ત: પાવરપ્લેની પ્રથમ 3 ઓવરમાં ડુપ્લેસિસ નામના તોફાન બાદ ચેન્નાઇએ શાનદાર વાપસી કરી હતી. મુસ્તફિઝુર રહેમાને એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી મેચમાં પકડ બનાવી હતી. આ સાથે દિપક ચહરે ગ્લેન મેક્સવેલને આઉટ કર્યો હતો. 6 ઓવર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો સ્કોર 43/3 રન પર પહોંચ્યો.

મેક્સવેલ ગોલ્ડન ડકનો શિકાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ત્રીજો ઝટકો લાગ્યો છે. RCBનો ખતરનાક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ ગોલ્ડન ડકનો શિકાર બની ગયો છે. આ સ્થિતિમાં RCBને મેક્સવેલની ખૂબ જરૂર હતી, પરંતુ તે શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.


મુસ્તાફિઝુરના બોલ રજત પાટીદાર આઉટ થયો છે. રજત પાટિદાર ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. રંગીન કપડામાં હોવા છતાં રજત પાટીદારના નસીબમાં કોઈ ફેરફાર થયો નથી. મુસ્તાફિઝુરની એક જ ઓવરમાં બે વિકેટ પડી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને પ્રથમ ઝટકો લાગ્યો છે. ફાફ ડુપ્લેસિસ 23 બોલમાં 35 રન બનાવી આઉટ થયો છે. મુસ્તફિઝુર રહેમાનના બોલ પર મોટો શોટ રમવા જતા રચિન રવિન્દ્રના હાથમાં કેચ આપી બેઠો હતો. આ સાથે 4.5 ઓવરના અંતે બેંગલુરૂનો સ્કોર 41/1 પર પહોંચ્યો છે. 

RCB તરફથી ઓપનિંગ કરવા આવેલા ફાફ ડુપ્લેસિસે તોફાની બેટિંગ કરી હતી. ડુપ્લેસિસે ચેન્નાઇના બોલરોની ધુલાઇ કરી હતી. 3 ઓવર બાદ બેંગલુરૂનો સ્કોર 33 રને પહોંચ્યો. ડુપ્લેસિસ 17 બોલમાં 7 ફોરની મદદથી 30 રન બનાવી રમી રહ્યો છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી ઓપનિંગ કરવા માટે ફાફ ડુપ્લેસિસ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી દીપક ચહરે પ્રથમ ઓવર નાખી ઇનિંગની શરૂઆત કરી. રૂતુરાજ ગાયકવાડની આગેવાનીમાં ચેન્નાઇ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ મેચ રમી રહી છે. બેંગલોર ચેપોકમાં જીત નોંધાવી નવી સિઝનની નવા અંદાજમાં શરૂઆત કરવા માંગશે.

હેડ ટુ હેડ રેકોર્ડ

IPLમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે. તેમાંથી ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ 20 વખત જીત મેળવી છે, જ્યારે બેંગલુરુ માત્ર 10 વખત જ સફળ રહી છે. એક મેચ એવી પણ હતી જેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. જો આપણે છેલ્લી 5 મેચોની વાત કરીએ તો અહીં પણ ચેન્નાઈ 4 વખત જીત્યું છે.

પિચ રિપોર્ટ

ચિદમ્બરમ સ્ટેડિયમમાં સીધી બાઉન્ડ્રી મોટી છે, તે 80 મીટર છે,સ્કવેરની બાઉન્ડ્રી 65 અને 66 મીટર છે, બેટ્સમેનોને આનો ફાયદો મળશે, પીચ પર બાઉન્સ જોવા મળશે, આ સિવાય ઝાકળ પણ મહત્વપૂર્ણ રહેશે, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે.

બન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન

CSK: રુતુરાજ ગાયકવાડ(c), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની(wk), દીપક ચહર, મહેશ થિક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે

સબસ્ટિટ્યુટ: શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, શેખ રાશિદ, નિશાંત સિંધુ, મોઈન અલી

RCB: ફાફ ડુપ્લેસિસ (c), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત (wk), કર્ણ શર્મા, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ.

સબસ્ટિટ્યુટ: યશ દયાલ, આકાશ દીપ, સુયસ પ્રભુદેસાઈ, સ્વપ્નિલ સિંઘ, વયસ્ક વિજયકુમાર

  • Follow us on: