IPL 2024ની 35મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 67 રનથી હરાવ્યું છે. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 266 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ એક સમયે 8 ઓવરમાં 131 રન બનાવી લીધા હતા, પરંતુ આ પછી પણ ટીમ માત્ર 199 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી ટ્રેવિસ હેડે 89, અભિષેક શર્માએ 46 અને શાહબાઝ અહેમદે અણનમ 59 રન બનાવ્યા હતા. ત્યારબાદ બોલિંગમાં ટી નટરાજને 4 વિકેટ ઝડપી હતી. આજે ફરી પેટ કમિન્સે પોતાની શાનદાર કેપ્ટનશિપથી ટીમને મેચ જીતાડી હતી.










