IPL 2024નો કારવો તેના અંતિમ મુકામ પર પહોંચી ગયો છે. 17મી સિઝનમાં 73 મેચ બાદ આજે ચેમ્પિયનનો નિર્ણય થશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ફાઈનલ મેચ રમાઇ. શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળની KKRએ જોરદાર પ્રદર્શન કર્યું છે. KKR માત્ર ટેબલમાં જ ટોપ રહી ન હતી પણ પ્રથમ ક્વોલિફાયર જીતીને સીધી ફાઇનલમાં પ્રવેશી હતી. હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતાને 114 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં KKRએ સનરાઇઝર્સને 18 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. IPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું છે.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









