- ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ
- દિલ્હી અને ગુજરાત IPLમાં 3 વખત ટકરાઈ
IPL 2024ની 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને માત્ર 8.5 ઓવરમાં 6 વિકેટે હરાવ્યું હતું. આઈપીએલના ઈતિહાસમાં દિલ્હીની આ સૌથી મોટી જીત છે. ગુજરાતની ટીમ પ્રથમ રમત રમીને માત્ર 89 રન બનાવી શકી હતી. જવાબમાં દિલ્હીએ 67 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. દિલ્હી તરફથી બોલિંગમાં મુકેશ કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી. બેટિંગ વખતે ફ્રેઝર-મેકગર્કે 20 રન, શાઈ હોપે 19 રન અને રિષભ પંતે અણનમ 16 રન બનાવ્યા હતા.
દિલ્હીની ઈનિંગ
7 ઓવર સમાપ્ત: માત્ર સાત ઓવરમાં દિલ્હી કેપિટલ્સનો સ્કોર 4 વિકેટે 74 રન થઈ ગયો છે. રિષભ પંત સાત બોલમાં છ રન પર છે. જ્યારે સુમિત કુમારે હજુ ખાતું ખોલ્યું નથી. હવે દિલ્હીને જીતવા માટે માત્ર 16 રન બનાવવાના છે.
6 ઓવર સમાપ્ત: રાશિદ ખાને છઠ્ઠી ઓવરમાં માત્ર બે રન આપ્યા અને શાઈ હોપની વિકેટ લીધી. 6 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 4 વિકેટે 67 રન છે. હાલમાં કેપ્ટન રિષભ પંત અને સુમિત કુમાર ક્રિઝ પર છે. દિલ્હીને જીતવા માટે માત્ર ત્રણ રન બનાવવાના છે.
5 ઓવર સમાપ્ત: પાંચમી ઓવરમાં પાંચ બોલમાં 23 રન આવ્યા પછી અભિષેક પોરેલની ક્લિન બોલ્ડ થયો હતો. આ ઓવરમાં શાઈ હોપ દ્વારા બે સિક્સર અને પોરેલે એક સિક્સર ફટકારી હતી. 5 ઓવર પછી દિલ્હીનો સ્કોર 3 વિકેટે 65 રન છે.
4 ઓવર સમાપ્ત: ચોથી ઓવરમાં કુલ 11 રન આવ્યા. અભિષેક પોરેલે સ્પેન્સર જોન્સન પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. 4 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 2 વિકેટે 42 રન છે. પોરેલ પાંચ બોલમાં 9 રન અને શાઈ હોપ ત્રણ બોલમાં એક રન પર છે.
3 ઓવર સમાપ્ત: ત્રીજી ઓવરમાં સંદીપ વોરિયરે પૃથ્વી શૉને પેવેલિયન મોકલ્યો હતો. શો છ બોલમાં સાત રન બનાવીને આઉટ થયો હતો. 3 ઓવર પછી દિલ્હીનો સ્કોર 2 વિકેટે 31 રન છે.
2 ઓવર સમાપ્ત: બીજી ઓવરમાં પણ ફ્રેઝર-મેકગર્કે સિક્સર અને ફોર ફટકારી હતી. જોકે તે છેલ્લા બોલ પર આઉટ થયો હતો. 2 ઓવર પછી દિલ્હીનો સ્કોર એક વિકેટે 25 રન છે. ફ્રેઝર-મેકગર્ક 10 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો.
1 ઓવર સમાપ્ત: 90 રનના લક્ષ્યનો પીછો કરતા જેક ફ્રેઝર-મેકગર્કે દિલ્હી કેપિટલ્સ માટે પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી. એક ઓવર પછી સ્કોર 14 રન છે. ફ્રેઝર-મેકગર્ક 10 અને પૃથ્વી શો એક રન પર છે.
ગુજરાતની ઈનિંગ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમ માત્ર 89 રનમાં સમેટાઈ ગઈ હતી. IPLના ઈતિહાસમાં ગુજરાતનો આ સૌથી ઓછો સ્કોર છે. તેમના તરફથી રાશિદ ખાને સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી મુકેશ કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રીસ્ટન સ્ટબ્સ અને ઈશાંત શર્માને બે-બે સફળતા મળી હતી.
17 ઓવર સમાપ્ત: 17મી ઓવરમાં રાશિદ ખાને કુલદીપ યાદવની ઓવર કવર પર શાનદાર સિક્સર ફટકારી હતી. રાશિદ ખાન હવે 23 બોલમાં 31 રન પર પહોંચી ગયો છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. તેમજ નૂર અહેમદ એક રન પર છે. 17 ઓવર પછી ગુજરાતનો સ્કોર 8 વિકેટે 88 રન છે.
મોહિત શર્મા આઉટ: ગુજરાત ટાઇટન્સે માત્ર 78ના સ્કોર પર 15મી ઓવરના છેલ્લા બોલ પર આઠમી વિકેટ ગુમાવી દીધી છે. મોહિત શર્મા ખલીલ અહેમદના બોલ પર બાઉન્ડ્રી મારવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. મોહિતે 14 બોલમાં બે રન બનાવ્યા હતા.
13 ઓવર સમાપ્ત: 13 ઓવર બાદ ગુજરાત ટાઇટન્સનો સ્કોર 7 વિકેટે 71 રન છે. રાશિદ ખાન 11 બોલમાં બે ચોગ્ગાની મદદથી 17 રન બનાવીને ક્રિઝ પર છે. તેની સાથે મોહિત શર્મા ત્રણ રન બનાવીને ક્રિઝ પર છે. રાશિદ ખાન ગુજરાતની છેલ્લી આશા છે. તે અહીંથી સ્કોર 120 સુધી લઈ જઈ શકે છે.
રાહુલ તેવટિયા આઉટ: ગુજરાત ટાઇટન્સે 12મી ઓવરમાં 66ના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી હતી. રાહુલ તેવટિયા 15 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. તેને અક્ષર પટેલે LBW આઉટ કર્યો હતો. ગુજરાતની હાલત ખૂબ જ ખરાબ છે.
11 ઓવર સમાપ્ત: ગુજરાતનો સ્કોર 6 વિકેટના નુકસાને 65 રન છે. રાશિદ ખાન 8 બોલમાં 14 અને રાહુલ તેવટીયા 14 બોલમાં 10 રન બનાવીને ક્રિઝ પર છે.
શાહરુખ ખાન આઉટ: ટ્રીસ્ટન સ્ટબ્સે એક ઓવરમાં બે સફળતા હાંસલ કરી હતી. 3 બોલ પર મનોહર અને 5માં બોલ પર ઈમ્પેક્ટ પ્લેયર્સ શાહરુખ ખાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. શાહરુખ ખાન ખાતુ પણ ખોલાવ્યા વિના સ્ટમ્પ આઉટ થયો હતો. નવા બેટ્સમેન તરીકે રાશિદ ખાન ક્રિઝ પર આવ્યો છે. ગુજરાતનો સ્કોર 9 ઓવર બાદ 6 વિકેટના નુકસાને 54 રન છે.
અભિનવ મનોહર આઉટ: ટ્રીસ્ટન સ્ટબ્સે ગુજરાતને પાંચમો ઝટકો આપ્યો હતો. સ્ટબ્સે અભિનવ મનોહરનો પાતાનો શિકાર બનાવ્યો હતો. મનોહર 14 બોલમાં 8 રન બનાવીને સ્ટમ્પ આઉટ થયો હતો. નવા બેટ્સમેન તરીકે શાહરુખ ખાન ક્રિઝ પર આવ્યો છે.
8 ઓવર સમાપ્ત: કુલદીપ યાદવે ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. ગુજરાતનો સ્કોર 4 વિકેટના નુકસાને 43 રન છે.
7 ઓવર સમાપ્ત: ગુજરાતનો સ્કોર 4 વિકેટે 39 રન છે. રાહુલ તેવટીયા 4 બોલમાં 5 રન અને અભિનવ મનોહર 9 બોલમાં 2 રન બનાવીને ક્રિઝ પર છે.
6 ઓવર સમાપ્ત: પાવર પ્લેના અંતે ગુજરાતનો સ્કોર 4 વિકેટના નુકસાને 30 રન છે. ગુજરાતના ટોપ ઓર્ડનો કોઈ પણ ખેલાડી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. દિલ્હી તરફથી ઈશાંત શર્માએ કમાલ કર્યો હતો. ઈશાંતે 2 ઓવરમાં 8 રન આપીને 2 વિકેટ ઝડપી અને સાઈ સુદર્શનને રન આઉટ કર્યો હતો. મુકેશ કુમારને પણ એક સફળતા મળી હતી. જ્યારે ખલીલ અહેમદે પાવર પ્લેની છેલ્લી ઓવર મેડન નાંખી હતી.
ડેવિડ મિલર આઉટ: ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ઈશાત શર્માએ ડેવિડ મિલરને પોતાની જાળમાં ફસાવ્યો હતો. મિલર 6 બોલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. નવા બેટ્સમેન તરીકે ક્રિઝ પર રાહુલ તેવટીયા આવ્યો છે. ગુજરાતનો સ્કોર પાંચ ઓવર બાદ 4 વિકેટના નુકસાને 30 રન છે. પાંચમી ઓવરમાં ઈશાંત શર્માએ પ્રથમ બોલ પર સુદર્શનને રન આઉટ અને છેલ્લા બોલ પર મિલરને કેચ આઉટ કરાવ્યો હતો.
સાઈ સુદર્શન આઉટ: સાઈ સુદર્શન એક રન લેવાના ચક્કરમાં રન આઉટ થયો હતો. ઈશાંત શર્માએ સુદર્શનને રન આઉટ કર્યો હતો. સુદર્શન 9 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. નવા બેટ્સમેન તરીકે અભિનવ મનોહર ક્રિઝ પર આવ્યો છે.
રિદ્ધિમાન સાહા આઉટ: ગુજરાત ટાઈટન્સને રિદ્ધિમાન સાહાના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. ક્રિઝ પર સંઘર્ષ કરી રહેલા સાહાને મુકેશ કુમારે ક્લિન બોલ્ડ કર્યો હતો. સાહા 10 બોલ 2 રન બનાવીને આઉટ થયો હતો, નવા બેટ્સમેન તરીકે ડેવિડ મિલર ક્રિઝ પર આવ્યો છે. 4 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 2 વિકેટના નુકસાને 28 રન છે.
3 ઓવર સમાપ્ત: ગુજરાતનો સ્કોર એક વિકેટના નુકસાને 23 રન છે. હાલમાં સુદર્શન 5 બોલમાં 9 અને સાહા 7 બોલમાં 2 રન બનાવીને ક્રિઝ પર છે.
શુભમન ગિલ આઉટ: ઈશાંત શર્માએ બીજી ઓવરમા ચોથા બોલ પર કપ્તાન શુભમન ગિલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. શુભમન 6 બોલમાં 2 ફોરની મદદથી 8 રન બનાવીને પૃથ્વી શોના હાથે કેચ આઉટ થયો હતો. નવા બેટ્સમેન તરીકે સાઈ સુદર્શન ક્રિઝ પર આવ્યો છે. ગુજરાતનો સ્કોર 2 ઓવર બાદ 1 વિકેટના નુકસાને 12 રન છે.
1 ઓવર સમાપ્ત: પ્રથમ ઓવરમાં ખલીલ અહેમદે 5 રન આપ્યા હતા. આ ઓવરમાં શુભમન ગિલે ચોગ્ગો ફટકારીને શરૂઆત કરી હતી.
દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત ટાઇટન્સ પ્રથમ બેટિંગ કરશે. ડેવિડ મિલર ગુજરાત પરત ફર્યા છે. ડેવિડ વોર્નર પણ આજે રમી રહ્યો નથી.
પિચ રિપોર્ટ
IPL 2024માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે. તેમાં, લક્ષ્યનો પીછો કરતી ટીમ બે મેચ જીતવામાં સફળ રહી હતી. પ્રથમ મેચમાં યજમાન ગુજરાતે મુંબઈ સામે 162 રનનો સ્કોરનો બચાવ કર્યો હતો. આ પિચ ટીમને લક્ષ્યનો પીછો કરવામાં મદદ કરે છે, કારણ કે લક્ષ્યનો પીછો કરતી ટીમ IPL 2022થી 19 માંથી 15 વખત મેચ જીતી ચૂકી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ધીમી છે. આ સ્ટેડિયમમાં કાળી અને લાલ માટીની બનેલી બે પ્રકારની પીચો છે. આ પિચ પર અત્યાર સુધીમાં ફાસ્ટ બોલરોએ 214 અને સ્પિનરોએ 111 વિકેટ ઝડપી છે.
બંને ટીમોની પ્લેઈંગ-11
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ(c), રિદ્ધિમાન સાહા(wk), સાઈ સુદર્શન, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, સ્પેન્સર જોનસન, સંદીપ વોરિયર
ઈમ્પેકટ પ્લેયર્સ: શરથ બી.આર., માનવ સુથાર, શાહરૂખ ખાન, સાઈ કિશોર, દર્શન નલકાંડે
દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેકગર્ક, ટ્રિસ્ટન સ્ટબ્સ, શાઈ હોપ, રિષભ પંત(w/c), અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, ખલીલ અહેમદ
ઈમ્પેકટ પ્લેયર્સ: અભિષેક પોરેલ, લિઝાર્ડ વિલિયમ્સ, કુમાર કુશાગ્ર, પ્રવીણ દુબે, લલિત યાદવ










