- ગુજરાતના સ્કોરને લઈને ઉઠ્યા શુભમનની કેપ્ટનશીપ પર સવાલો
- ગિલે ખરાબ બેટિંગ માટે ટીમ પર ગુસ્સો દેખાડ્યો
- સાહા અને સાંઈ સુદર્શનને ઠેરવ્યા હાર માટે જવાબદાર
છેલ્લી 2 સીઝનથી સારું પરફોર્મન્સ આપી રહેલી ગુજરાત ટાઈટન્સની સ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી રહી છે. આઈપીએલ 2024ની 32મી સીઝનમાં ટાઈટન્સની સામે દિલ્હી કેપિટલ્સને હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ટાઈટન્સની બેટિંગ ખરાબ રહી અને ટીમે 89 રન જ બનાવ્યા. આ પછી ગિલની કેપ્ટનશીપને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે. તેઓએ મેચ બાદ ખરાબ બેટિંગ માટે ટીમ પર ગુસ્સો દેખાડ્યો અને સાથે 2 અને ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા છે.
આઉટ થવા અને પિચને કોઈ લેવા-દેવા નથી
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન ગિલને મેચના બાદ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે અમારી બેટિંગ સરેરાશ રહી. વિકેટ સારી હતી પણ જો તમે અમારા આઉટ થવાની રીત જોશો તો તેને પિચ સાથે કોઈ લેવા દેવા નથી. જે રીતે હું, રિદ્ધિમાન સાહા અને સાંઈ સુદર્શન આઉટ થયા, આ ખરાબ શોર્ટની પસંદગી હતી.
આવનારી મેચમાં કરશે સારું પ્રદર્શન
તેઓએ આગળ કહ્યું જ્યારે વિપક્ષી ટીમ 89 રનનો ટાર્ગેટ પૂરો કરી રહી હતી ત્યાં સુધી તમારા બોલર્સ ડબલ હેટ્રિક ન લેતા. તેઓ હંમેશા મેદાનમાં રહેશે. તમે આ રીતે ન જીતી શકો. જો કે ગુજરાતના કેપ્ટન આવનારા દિવસોમાં સારું પ્રદર્શન કરવાની આશા રાખી રહ્યા છે. તેઓએ સીઝનનો અડધો ભાગ જ રમ્યો છે અને પહેલા પણ 3 ગેમ જીતી છે. આશા છે કે અમે ગયા વર્ષની જેમ આ વર્ષે બીજા હાફમાં 7માંથી 5-6 મેચ જીતીશું.
પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ સાતમા સ્થાને
આ હાર બાદ ગુજરાત ટાઈટન્સ આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી છે. સાતમાંથી 4 મેચ હાર્યા બાદ ગિલની ટીમની પાસે 6 અંક અને -1.303ની નેટ રન રેટ છે. હવે તેના માટે પ્લેઓફમાં ક્વોલિફાઈ કરવાનું કામ ઘણું મુશ્કેલ છે. જો કે ગિલને આશા છે કે તે આવનારા સમયમાં ઓછામાં ઓછી 5 મેચ જીતશે. તો જોવાનું એ છે કે ગુજરાત ટાઈટન્સની સ્થિતિ આવનારી મેચમાં કેવી રહે છે.