- ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ
- હાર્દિકે રોહિતને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરવા મોકલ્યો
- ફેન્સ હાર્દિક પંડ્યાની જોરદાર ટીકા કરી રહ્યા છે
IPL 2024માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની હવે હાર્દિક પંડ્યાના હાથમાં છે, ત્યાર બાદ હાર્દિક પણ મેદાન પર ઘણા ફેરફાર કરતો જોવા મળ્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યાએ મેચની વચ્ચે રોહિત શર્મા સાથે ફિલ્ડિંગ કરવા માટે બાઉન્ડ્રી પર મોકલ્યો હતો, જેના પછી હવે ચાહકો ગુસ્સે થયા છે. સોશિયલ મીડિયા પર પણ ફેન્સ હાર્દિક પંડ્યાની જોરદાર ટીકા કરી રહ્યા છે.
હાર્દિકે રોહિતને બાઉન્ડ્રી પર મોકલ્યો
ગુજરાત ટાઇટન્સ ટીમ બેટિંગ કરી રહી હતી અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી. ત્યારબાદ ઈનિંગની છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યા ફિલ્ડિંગ બદલતો જોવા મળ્યો હતો. આ દરમિયાન હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની ફિલ્ડ બદલી અને તેને 30 યાર્ડની બહાર બાઉન્ડ્રી પર મોકલ્યો હતો.
ઘણીવાર આપણે જોયું છે કે રોહિત શર્મા 30 યાર્ડની અંદર પણ ફિલ્ડિંગ કરે છે, પરંતુ આ મેચમાં હાર્દિકે જે રીતે તેને બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ માટે મોકલ્યો તે ફેન્સને પસંદ ન આવ્યું ન હતું. હવે ફરી એકવાર યૂઝર્સે હાર્દિકને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાતે 168 રન બનાવ્યા
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી બેટિંગ કરતા સાઈ સુદર્શને સૌથી વધુ 45 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન શુભમન ગિલે 31 રનની ઇનિંગ રમી હતી અને રાહુલ તેવટિયાએ 22 રનની ઇનિંગ રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગ કરતી વખતે જસપ્રીત બુમરાહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સિવાય ગેરાલ્ડ કોએત્ઝીએ 2 વિકેટ પોતાના નામે નોંધાવી હતી.