• IPL 2024ની 7મી મેચ CSK અને GT વચ્ચે રમાશે
  • ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • આ મેચમાં બે બિનઅનુભવી કેપ્ટન આમને-સામને

IPL 2024ની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 63 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે. CSKની આગામી મેચ 31 માર્ચે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ સામે છે. ગુજરાતની આગામી મેચ 31 માર્ચે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે.

ગુજરાતની ઇનિંગ

CSKની 63 રને જીત થઇ છે.

તેવાટિયા આઉટ: ગુજરાત ટાઇટન્સને રાહુલ તેવટિયાના રૂપમાં આઠમો ઝટકો લાગ્યો છે. રાહુલ 6 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાતનો સ્કોર 129/8

રાશિદ આઉટ: ગુજરાતને સાતમો ફટકો 17મી ઓવરમાં 121ના સ્કોર પર લાગ્યો હતો. મુસ્તફિઝુર રહેમાને રાશિદ ખાનને રચીનના હાથે કેચ કરાવ્યો હતો. તે એક રન બનાવી શક્યો હતો. હાલમાં ઉમેશ યાદવ અને રાહુલ તેવટિયા ક્રિઝ પર છે. 17 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 7 વિકેટે 121 રન છે. તેમને 18 બોલમાં 86 રનની જરૂર છે.

ઓમરઝાઇ આઉટ: 16મી ઓવરમાં તુષાર દેશપાંડેએ અઝમતુલ્લા ઓમરઝાઈને રચિન રવિન્દ્રના હાથે કેચ કરાવીને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. ઓમરઝાઈ 11 રન બનાવીને આઉટ થયો હતો.

સુદર્શન આઉટ: સાઈ સુદર્શન 31 બોલમાં 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. સુદર્શન મોટા શોટ ફટકારી શક્યો ન હતો, જેના કારણે તે દબાણ અનુભવી રહ્યો હતો. જીત હવે ચેન્નાઈ સુપર કિંગ્સના પક્ષમાં જતી હોય તેવું લાગી રહ્યું છે.

14 ઓવર સમાપ્ત: ગુજરાત ટાઇટન્સના હાથમાંથી જીત હવે સરકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. 14 ઓવર બાદ સ્કોર બોર્ડ પર 110 રન નોંધાયા છે. ગુજરાતે આગામી 6 ઓવરમાં 97 રન બનાવવાના છે.

મિલર આઉટ: ગુજરાતને ચોથો ઝટકો 12મી ઓવરમાં 96ના સ્કોર પર લાગ્યો હતો. તુષાર દેશપાંડેએ ડેવિડ મિલરને રહાણેના હાથે કેચ કરાવ્યો હતો. તે 16 બોલમાં 21 રન બનાવી શક્યો હતો. તુષારની આ 100મી આઈપીએલ વિકેટ હતી. રહાણેએ ડીપ મિડ-વિકેટ પર ડાઇવ કરીને શાનદાર કેચ લીધો હતો. હાલમાં સાઈ સુદર્શન અને અઝમતુલ્લા ઓમરઝાઈ ક્રિઝ પર છે. 

9 ઓવર સમાપ્ત: 9 ઓવર રમાઈ ગઈ છે અને ગુજરાત ટાઇટન્સે 3 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 67 રન બનાવી લીધા છે. ડેવિડ મિલર અને સાઈ સુદર્શન 15-15 રન સાથે રમી રહ્યા છે. જરૂરી રન રેટ હવે 12.73 છે.

શંકર આઉટ: 12 રનના સ્કોર પર ડેરીલ મિચેલે વિજય શંકરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ગુજરાત ટાઇટન્સને 55ના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. 8ઓવર બાદ ગુજરાતે ત્રણ વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા છે. હાલમાં સાઈ સુદર્શન અને ડેવિડ મિલર ક્રિઝ પર છે. માહીએ ડાઇવિંગ કરીને શાનદાર કેચ લીધો હતો. તે 12 રન બનાવી શક્યો હતો.

પાવર પ્લે સમાપ્ત: 6 ઓવરનો પાવરપ્લે પૂરો થયો અને ગુજરાત ટાઇટન્સે 2 વિકેટ ગુમાવીને 43 રન બનાવી લીધા છે. સાઈ સુદર્શન 4 રન અને વિજય શંકર 8 રન સાથે રમી રહ્યા છે. પાવરપ્લે ચેન્નાઈના નામે રહ્યો છે.

સાહા આઉટ: ગુજરાતને બીજો ઝટકો પાંચમી ઓવરમાં 34 રનના સ્કોર પર લાગ્યો હતો. શુભમન ગિલ બાદ દીપક ચહરે રિદ્ધિમાન સાહાને પેવેલિયન મોકલ્યો હતો. શુભમન LBW આઉટ થયો હતો. જ્યારે ચહરે સાહાને તુષાર દેશપાંડેના હાથે કેચ કરાવ્યો હતો. તે 17 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 21 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં સાઈ સુદર્શન અને વિજય શંકર ક્રિઝ પર છે. 5 ઓવર પછી ગુજરાતનો સ્કોર બે વિકેટે 35 રન છે.

ગિલ આઉટ: ગુજરાત ટાઇટન્સને પહેલો મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન શુભમન ગિલ 8 રન બનાવીને આઉટ થયો છે. દીપક ચહરે CSKને પહેલી સફળતા અપાવી. 2.5 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 28/1 છે. સાઇ સુદર્શન ક્રિઝ પર છે.

ગુજરાતની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા બેટિંગ કરવા આવ્યા હતા. શુભમન ગિલે તેના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. એક ઓવર પછી ગુજરાતનો સ્કોર કોઈ વિકેટ ગુમાવ્યા વિના સાત રન છે.

ચેન્નાઇની ઇનિંગ

ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 207 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 23 બોલમાં 51 રનની તોફાની ઇનિંગ રમી હતી. જ્યારે સમીર રિઝવીએ 6 બોલમાં બે છગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા. જો કે, તેણે આ બંને સિક્સર હાલમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિનર ​​રાશિદ ખાનના બોલ પર ફટકારી હતી. સમીરે તેની આઈપીએલ કારકિર્દીના પહેલા જ બોલ પર ફાઈન લેગ પર સિક્સર ફટકારી હતી. ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રએ 46-46 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ગુજરાતને 207 રનનું લક્ષ્ય મળ્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે 200નો આંકડો પાર કર્યો, તમામ બેટ્સમેનોએ જોરદાર બેટિંગનું પ્રદર્શન કર્યું, ગુજરાત માટે મામલો મુશ્કેલ બની રહ્યો છે.

દુબે આઉટ: રાશિદ ખાનની શાનદાર બોલિંગ, શિવમ દુબે 51 રન બનાવી આઉટ. 19 ઓવર બાદ CSKનો સ્કોર 198/4 છે.

દુબેની ફિફ્ટી: શિવમ દુબેએ પોતાના બેટથી કમાલ ચાલુ રાખ્યો છે. દુબેએ 22 બોલમાં 5 સિક્સ અને 2 ફોરની મદદથી પોતાની ફિફ્ટી પુરી કરી છે.

16 ઓવર પછી ચેન્નાઈએ ત્રણ વિકેટ ગુમાવીને 165 રન બનાવી લીધા છે. હાલમાં ડેરીલ મિચેલ 12 બોલમાં 14 રન અને શિવમ દુબે 16 બોલમાં 41 રન બનાવીને બેટીંગ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી પોતાની ઇનિંગમાં 4 સિક્સર ફટકારી છે. બંને વચ્ચે 38 રનની ભાગીદારી થઈ છે. અગાઉ રૂતુરાજ અને રચિન 46-46 રન બનાવીને આઉટ થયા હતા.

15 ઓવર સમાપ્ત: 15 ઓવરના અંતે ચેન્નાઈનો સ્કોર 155 રન છે, દુબેએ અત્યાર સુધી 4 સિક્સર ફટકારી છે અને તેનો સ્કોર 37 રન છે, ડેરિલ મિચેલ પણ તેનો સાથ આપી રહ્યો છે.

ગાયકવાડ આઉટ: ચેન્નાઇ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ ફિફ્ટી ચૂક્યો. ગાયકવાડે 36 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 46 રન બનાવીને આઉટ થયો. સ્પેન્સર જોન્સને ગુજરાતને ત્રીજી સફળતા અપાવી છે. 12.3 ઓવર બાદ ચેન્નાઇનો  સ્કોર 127/3 છે.

12 ઓવર સમાપ્ત: ચેન્નાઈનો સ્કોર 2 વિકેટે 126 રન, ગાયકવાડ 46 અને શિવમ દુબેના 16 રન છે.

રહાણે આઉટ: ચેન્નાઈ સુપર કિંગ્સને 11મી ઓવરમાં 104 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. સાઈ કિશોરે અજિંક્ય રહાણેને વિકેટકીપર રિદ્ધિમાન સાહાના હાથે સ્ટમ્પ કરાવ્યો હતો. તે 12 બોલમાં 12 રન બનાવી શક્યો હતો. હાલમાં રૂતુરાજ ગાયકવાડ અને શિવમ દુબે ક્રિઝ પર છે. શિવમ મેદાન પર આવતાની સાથે જ તેણે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. રૂતુરાજ તેની 15મી IPL ફિફ્ટીની નજીક છે.

10 ઓવર સમાપ્ત થઇ ગઇ છે. આ સાથે ચેન્નાઇએ 1 વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા છે. રૂતુરાજ ગાયકવાડ 29 બોલમાં 42 રન તથા રહાણે 11 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે.

9 ઓવર સમાપ્ત: ચેન્નાઇ સુપર કિંગ્સે વિકેટ ગુમાવ્યા બાદ પણ રનની ગતિમાં ઘટાડો કર્યો નથી. 9 ઓવર બાદ 1 વિકેટ સાથે ચેન્નાઇ 92 રન બનાવ્યા છે.

રચિન આઉટ: રાશિદ ખાને ગુજરાતને પ્રથમ સફળતા અપાવી, 46 રનના વ્યક્તિગત સ્કોર પર રચિન રવિન્દ્ર સ્ટમ્પ આઉટ થયો, રિદ્ધિમાન સાહાએ ઝડપી સ્ટમ્પિંગ કરી આઉટ કર્યો. 5.2 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 62/1 છે.

રવિન્દ્ર અને ગાયકવાડે ગુજરાતના બોલરોને ધોઇ નાખ્યા છે, પાંચમી ઓવરમાં જ સ્કોર 50નો આંકડો પાર કરી ગયો.

3 ઓવર સમાપ્ત: મેચની શરૂઆતથી જ રચિન રવિન્દ્રની તોફાની સ્ટાઈલ જોવા મળી હતી. રચિને શરૂઆતથી જ ગુજરાતના બોલરો પર દબાણ બનાવ્યું હતું. રચિન 10 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો છે. 3 ઓવર પછી CSKનો સ્કોર 25/0 છે.

ચેન્નાઈની બેટિંગ શરૂ થઈ ગઈ છે. હાલમાં કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર છે. ગુજરાત તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​પ્રથમ ઓવર ફેંકી હતી. ઓવરના છેલ્લા બોલ પર સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા સાઈ કિશોરે ઋતુરાજનો કેચ છોડ્યો હતો. એક ઓવર પછી ટીમનો સ્કોર કોઈ વિકેટ વિના બે રન છે.

હેડ ટુ હેડ રેકોર્ડ

જો આપણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેના હેડ ટુ હેડ આંકડાઓ પર નજર કરીએ તો GTનો હાથ ઉપર છે. બંને ટીમો અત્યાર સુધીમાં 5 વખત ટકરાયા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત ટાઇટન્સે 3 મેચ જીતી છે. આ ઉપરાંત ચેન્નાઈના ખાતામાં 2 જીત છે. જોકે હવે સંજોગો ઘણા બદલાઈ ગયા છે. બંને ટીમોને નવા કેપ્ટન મળ્યા છે. આવી સ્થિતિમાં, બંને ટીમો આ આંકડાઓને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરશે અને આ સિઝનમાં તેમની બીજી જીત નોંધાવશે. બીજી તરફ રુતુરાજ મેચ જીતીને જીત અને હારનો તફાવત સરખો કરવા માંગશે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ

CSK: રુતુરાજ ગાયકવાડ (c), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (wk), દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન

ઈમ્પેક્ટ પ્લેયર્સઃ મથીશા પથિરાણા, શાર્દુલ ઠાકુર, સાઇક રાશિદ, નિશાંત સિંધુ, મિચેલ સેન્ટનર

GT: રિદ્ધિમાન સાહા(wk), શુભમન ગિલ(c), અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, ઉમેશ યાદવ, મોહિત શર્મા, સ્પેન્સર જોનસન

ઈમ્પેક્ટ પ્લેયર્સ: સાઇ સુદર્શન, બીઆર શરથ, અભિનવ મનોહર, નૂર અહેમદ, માનવ સુથાર

  • Follow us on: