- ચેન્નાઈ સામે પંજાબ કિંગ્સનો 28 રનથી પરાજય
- આ મેચમાં ધોની ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો
- એમએસ ધોની 9માં નંબર પર બેટિંગ કરવા આવ્યો
IPL 2024માં 53મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. CSKએ આ મેચ 28 રને જીતી લીધી હતી. આ મેચમાં એમએસ ધોની IPL 2024માં પહેલીવાર આઉટ થયો હતો. ધોની પંજાબ સામે પ્રથમ વખત નવમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને માહી હર્ષલ પટેલના પ્રથમ બોલ પર આઉટ થયો હતો. 9માં નંબર પર બેટિંગ કરવાનો ધોનીનો નિર્ણય ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહને પસંદ આવ્યો નથી. જે બાદ હરભજને ધોની પર નિશાન સાધ્યું હતું.
હરભજન સિંહે ધોની પર કટાક્ષ કર્યો
IPL 2024માં એવું જોવામાં આવ્યું છે કે ધોની મોટાભાગે ત્યારે જ બેટિંગ કરવા આવે છે જ્યારે 1 કે 2 ઓવર બાકી હોય. આ દરમિયાન ધોનીએ સિઝન 17માં પણ શાનદાર બેટિંગ કરી છે. પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં શાર્દુલ ઠાકુર અને મિચેલ સેન્ટનર બાદ ધોની બેટિંગ કરવા આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિન બોલર હરભજન સિંહે કહ્યું કે આ સિઝનમાં ધોનીએ CSK માટે ઝડપી રન બનાવ્યા છે પરંતુ પંજાબ કિંગ્સ સામેની મહત્વની મેચમાં નીચે બેટિંગ કરવી યોગ્ય નથી. જો CSK આ મેચ જીતે તો પણ હું ધોની કહીશ. લોકો ગમે તે કહે તો પણ હું સાચી વાત કહીશ. ભજ્જીએ વધુમાં કહ્યું કે જો ધોનીને 9માં નંબર પર બેટિંગ કરવી હોય તો તેણે હવે રમવું જોઈએ નહીં અને CSKએ પણ તેની જગ્યાએ કોઈ ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કરવો જોઈએ. આ મેચમાં તેનો આ ખૂબ જ ચોંકાવનારો નિર્ણય હતો જે યોગ્ય નહોતો.
CSK ત્રીજા સ્થાને પહોંચી
પંજાબ કિંગ્સને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. પંજાબ કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 139 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે CSKએ પ્લેઓફ તરફ મજબૂત પગલું ભર્યું છે.