• વૈભવે જાણકારી વિના પ્રોફિટને 20% થી 33.3% સુધી વધારી દીધો
  • હાર્દિક અને કૃણાલ પંડ્યાને કુલ 4.3 કરોડ રૂપિયાનું થયું નુકસાન
  • પાર્ટનરશીપની કંપનીનો પ્રોફિટ 3 કરોડ રૂપિયા સુધી ઘટ્યો

આઈપીએલ 2024ની વચ્ચે જ ક્રિકેટર હાર્દિક પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યા પર દગાખોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેની પર કૃણાલ અને હાર્દિક બંને ભાઈઓ સાથે દગાખોરી કરવાનો આરોપ છે. બુધવારે આ આરોપ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલિસની આર્થિક અપરાધ શાખાના અધિકારીઓના આધારે 37 વર્ષની વૈભવ પંડ્યાને મુંબઈ સ્થિત એક પાર્ટનરશીપ ફર્મથી લગભગ 4.3 કરોડ રૂપિયાની હેરાફરી કરી અને તેનાથી હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાને નુકસાન થયું છે.

હાર્દિક પંડ્યાના સાવકા ભાઈને કરાયો એરેસ્ટ

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યા અને સાવકો ભાઈ વૈભવ પંડ્યાની વચ્ચે પાર્ટનરશીપમાં એક પોલિમર ફર્મ છે. હાર્દિક અને કૃણાલ પંડ્યાની પાસે 40 ટકા શેયર છે. વૈભવ પંડ્યાની પાસે બાકીના 20 ટકા શેયર છે. આ ભાઈઓએ વર્ષ 2021માં પોલિમર બિઝનેસ શરૂ કર્યો હતો. ત્રણેયે મળીને આ બિઝનેસને ઊભો કર્યો. આ સમયે પાર્ટનરશીપની શરત હતી કે હાર્દિક અને કૃણાલ બંને 40-40 ટકાની રકમ લગાવશે તો સાવકો ભાઈ વૈભ 20 ટકાાની કેપિટલ્સ ભરશે.

સામે આવી ચોંકાવનારી ઘટના

શરતના આધારે ફર્મને ચલાવવાની જવાબદારી વૈભવ પંડ્યાની છે. પોલિમર બિઝનેસથી મળતા નફાને કોઈ પણ પ્રમાણમાં વહેંચવાનો હતો. આ સાથે વૈભવ પંડ્યાએ પાર્ટનરશીપની શરતોનું ઉલ્લંઘન કરીને હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની જાણકારી વિના એક પોલિમર ફર્મ શરૂ કરી. તેમાં પાર્ટનરશીપની કંપનીના નફાના રૂપિયા પોતાના ભાઈને બદલે અલગ કંપની બનાવીને તેમાં ટ્રાન્સફર કરી દીધા. હાર્દિક અને કૃણાલ પંડ્યાને આ કારણે 4.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

1 કરોડ રૂપિયાની અલગ ફર્મમાં ટ્રાન્સફર

હાલમાં આ કેસમાં જે માહિતિ સામે આવી રહી છે તેમાં પાર્ટનરશીપની કંપનીનો નફો 3 કરોડ રૂપિયા સુધી ઘટ્યો છે. સાવકા ભાઈએ કોઈ જાણકારી આપ્યા વિના પોતાના પ્રોફિટને 20 ટકાથી 33.3 ટકા સુધી વધારી દીધો. આ કારણે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને 4.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સાવકા ભાઈ વૈભવ પંડ્યાની પાર્ટનરશીપની ફર્મના ખાતાથી 1 કરોડ રૂપિયા પોતાની અલગ ફર્મમાં ટ્રાન્સફર કરી દીધા. હવે હાર્દિક પંડ્યા અને કૃણાવ પંડ્યાની ફરિયાદ પર તેમના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની ધરપકડ કરી લેવામાં આવી છે.  

  • Follow us on: