• IPL 2024માં KKRએ લીગ તબક્કામાં સૌથી વધુ 9 મેચ જીતી હતી
  • KKR પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી
  • KKRના ઘણા ખેલાડીઓએ મંદિરમાં ભગવાનના આશીર્વાદ લીધા

IPL 2024માં લીગ તબક્કામાં કોલકાતા નાઈટ રાઈડર્સ શ્રેષ્ઠ ટીમ હતી. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની કોલકાતાએ લીગ તબક્કામાં સૌથી વધુ 9 મેચ જીતી હતી, જેની સાથે ટીમ ટેબલ ટોપર બની હતી. KKR પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની. હવે ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ક્વોલિફાયર-1 રમશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા KKRના ઘણા ખેલાડીઓ મંદિર પહોંચ્યા અને ભગવાનના આશીર્વાદ લીધા.

વરસાદના કારણે રદ થઇ છેલ્લી મેચ

KKR ગયા રવિવારે (19 મે) ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે સિઝનની છેલ્લી લીગ મેચ રમવાની હતી. આ KKR તેમજ IPL 2024ની છેલ્લી લીગ મેચ હતી, જે વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. આ મેચ રદ્દ થયા બાદ અને હૈદરાબાદ સામેની ક્વોલિફાયર મેચ પહેલા KKRના ઘણા ખેલાડીઓ ગુવાહાટીના 'મા કામાખ્યા મંદિર' પહોંચ્યા હતા. મંદિર પહોંચેલા ખેલાડીઓની યાદી લાંબી હતી, જેમાં નીતિશ રાણા, હર્ષિત રાણા, રમણદીપ સિંહ અને વેંકટેશ ઐયર સહિત કેટલાક ખેલાડીઓ સામેલ હતા.


કોલકાતા અને હૈદરાબાદની ક્વોલિફાયર અમદાવાદમાં રમાશે

તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2024નો પ્રથમ ક્વોલિફાયર 21 મે બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મેચમાં હારનાર ટીમને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે. હારનાર ટીમ ક્વોલિફાયર-2 રમીને ફાઇનલમાં જગ્યા બનાવી શકશે.

લીગ તબક્કામાં KKRનું પ્રદર્શન આવું રહ્યું

કોલકાતાએ લીગ તબક્કામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની પ્રથમ મેચ જીતીને ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. KKR 14 લીગ મેચોમાંથી 9 જીતી અને 3 હારી. આ સિવાય ટીમની બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને અનિર્ણિત રહી હતી. KKRની 13 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે અને 21 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે રમાનારી મેચો વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ સામે ત્રણ મેચ હારી છે.

  • Follow us on: