• કોલકાતા અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ
  • કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ
  • IPLમાં કોલકતા સામે લખનૌ અજેય

કોલકાતા નાઈટ રાઈડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 161 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ફિલ સોલ્ટે શાનદાર બેટિંગ કરી અને કોલકાતા તરફથી અણનમ 89 રન બનાવ્યા. 47 બોલનો સામનો કરીને તેણે 14 ફોર અને 3 સિકસર ફટકારી હતી. શ્રેયસ ઐયરે અણનમ 38 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર ફટકારી હતી. આ દરમિયાન લખનૌ તરફથી બોલિંગ કરતા મોહસીન ખાને 2 વિકેટ ઝડપી હતી.

પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. નિકોલસ પુરને 32 બોલમાં 45 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 39 રનની ઇનિંગ રમી હતી. ડી કોક 10 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન કોલકાતા તરફથી બોલિંગ કરતા મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી.

કોલકાતાની ઈનિંગ

15 ઓવર સામપ્ત: કોલકાતાને જીતવા માટે માત્ર 6 રનની જરૂર છે. તેણે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા છે. ફિલિપ સોલ્ટ 84 રન બનાવીને રમી રહ્યો છે. શ્રેયસ ઐયર 38 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 114 રનની પાર્ટનરશિપ થઈ હતી.

14 ઓવર સામપ્ત: કોલકાતાને જીતવા માટે 36 બોલમાં 19 રનની જરૂર છે. KKRએ 14 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા છે. ફિલસોલ્ટ 40 બોલમાં 72 રન બનાવીને રમી રહ્યો છે. શ્રેયસ ઐયર 37 રન બનાવીને રમી રહ્યો છે. 

13 ઓવર સામપ્ત: કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે 13 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 35 રનની જરૂર છે. ફિલ સોલ્ટ 58 રન બનાવીને રમી રહ્યો છે. શ્રેયસ ઐયર 36 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા છે. લખનૌ તરફથી બોલિંગ કરી રહેલા શમર જોસેફે 4 ઓવર પૂરી કરી છે. તેણે 47 રન આપ્યા છે.

12 ઓવર સામપ્ત: કોલકાતાને હવે જીતવા માટે 48 બોલમાં 49 રનની જરૂર છે. તેણે 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા છે. શ્રેયસ ઐયર 25 રન બનાવીને રમી રહ્યો છે. ફિલ સોલ્ટ 57 રન બનાવીને રમી રહ્યો છે.

ફિલ સોલ્ટની ફિફ્ટી: શ્રેયસ ઐયર અને ફિલ સોલ્ટ વચ્ચે પચાસ રનની પાર્ટનરશિપ પૂર્ણ થઈ હતી. આ પછી તરત જ સોલ્ટે તેની ફિફ્ટી પૂરી કરી હતી. તે 28 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. સોલ્ટે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. શ્રેયસ 21 રન બનાવીને રમી રહ્યો છે. કોલકાતાએ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા છે.

9 ઓવર સામપ્ત: કોલકાતાએ 9 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 88 રન બનાવ્યા છે. શ્રેયસ ઐયર 17 રન બનાવીને રમી રહ્યો છે. ફિલિપ સોલ્ટ 43 રન બનાવીને રમી રહ્યો છે. સોલ્ટે 24 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. લખનૌનો કોઈ બોલર હજુ સુધી આ પાર્ટનરશિપ તોડી શક્યો નથી.

8 ઓવર સામપ્ત: વિકેટો પડવા છતાં કોલકાતાએ રનની ગતિને વધુ ધીમી થવા દીધી ન હતી. ટીમે 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 80 રન બનાવી લીધા છે. શ્રેયસ ઐયર 11 રન બનાવીને રમી રહ્યો છે. ફિલિપ સોલ્ટ 42 રન બનાવીને રમી રહ્યો છે. KKRને જીતવા માટે 82 રનની જરૂર છે.

7 ઓવર સામપ્ત: શમર જોસેફની ઓવરમાં લખનૌને વિકેટ મળી શકી હોત. પરંતુ કેચ ચૂકી જવાને કારણે તક ગુમાવી દીધી હતી. જોસેફની ઓવરના પાંચમા બોલ પર KKRના બેટ્સમેન સોલ્ટે મોટો શોટ રમ્યો હતો. બોલને બાઉન્ડ્રી લાઇનની ઊભેલો અરશદ  પકડી શક્યો નહીં અને છગ્ગો ગયો. આ રીતે KKRએ 7 ઓવરમાં 68 રન બનાવ્યા હતા. સોલ્ટ 39 રન બનાવીને રમી રહ્યો છે. ઐયર 6 રન બનાવીને રમી રહ્યો છે.

6 ઓવર સામપ્ત: કોલકાતાનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ટીમે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે. તેને જીતવા માટે 104 રનની જરૂર છે. ફિલ સોલ્ટ 16 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો છે. શ્રેયસ ઐયર 5 રન બનાવીને ક્રિઝ પર છે.

5 ઓવર સામપ્ત: કોલકાતા નાઈટ રાઈડર્સે 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 49 રન બનાવ્યા છે. ફિલ સોલ્ટ 13 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ફોર અને 1 સિક્સર ફટકારી છે. શ્રેયસ ઐયર 5 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌ તરફથી મોહસીન ખાને અત્યાર સુધીમાં 2 વિકેટ ઝડપી છે.

રઘુવંશી આઉટ: ફાસ્ટ બોલર મોહસીન ખાને અંગક્રિશ રઘુવંશીને આઉટ કરીને KKRને બીજો ઝટકો આપ્યો હતો. રઘુવંશી છ બોલમાં સાત રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર નવા બેટ્સમેન તરીકે ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે ફિલ સોલ્ટ હાજર છે.

3 ઓવર સામપ્ત: કોલકાતાનો ઓપનર ફિલ સોલ્ટ તાબડતોડ બેટિંગ કરી રહ્યો છે. તેણે કૃણાલ પંડ્યાના પ્રથમ ત્રણ બોલ પર હટ્રીક ફોર ફટકારી હતી. આ ઓવરમાં 14 રન આવ્યા હતા. કોલકાતાનો સ્કોર 1 વિકેટના નુકસાને 42 રન છે.

2 ઓવર સામપ્ત: કોલકાતાએ 2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા છે. રઘુવંશી 6 રન બનાવીને રમી રહ્યો છે. સોલ્ટ પણ 6 રન બનાવીને ક્રિઝ પર છે. લખનૌએ ત્રીજી ઓવર કૃણાલ પંડ્યાને સોંપી છે.

નારાયણ આઉટ: લખનૌ દ્વારા આપવામાં આવેલા 162 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે કોલકાતાએ ઓપનર સુનીલ નારાયણની વિકેટ ગુમાવી દીધી છે. નરેન છ બોલમાં છ રન બનાવીને આઉટ થયો હતો. નરિનને મોહસીન ખાને આઉટ કર્યો હતો. હાલમાં અંગક્રિશ રઘુવંશી ફિલ સોલ્ટ સાથે ક્રિઝ પર હાજર છે.

1 ઓવર સામપ્ત: લખનૌ માટે પ્રથમ ઓવર મોંઘી સાબિત થઈ હતી. ગાબાના હીરો શમર જોસેફે ડેબ્યૂ મેચની પ્રથમ ઓવરમાં 22 રન આપ્યા છે. આ ઓવરમાં 2 નો-બોલ અને વાઈડના 5 રન આપ્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં ઉતરી છે. કોલકાતા તરફથી સુનિલ નારાયણ અને ફિલ સોલ્ટ ઓપનિંગ કરવા આવ્યા છે. લખનૌ તરફથી પ્રથમ ઓવરની શરૂઆત ડેબ્યૂડન્ટ શમર જોસેફે કરી હતી.

લખનૌની ઈનિંગ

લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો છે. નિકોલસ પુરને ટીમ માટે 45 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જ્યારે કેકેઆર તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 27 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું. પુરને 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. આયુષ બદોનીએ 29 રનનું યોગદાન આપ્યું હતું. ડી કોકે 10 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા 8 રન બનાવીને આઉટ થયો હતો. અરશદ ખાન 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. KKR તરફથી બોલિંગ કરતી વખતે સ્ટાર્કે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. વૈભવ અરોરા, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલને એક-એક વિકેટ મળી હતી.

નિકોલસ પૂરન આઉટ: KKRના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે નિકોલસ પૂરનને આઉટ કરીને લખનૌને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. પુરન 32 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 45 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં સ્ટાર્કની આ બીજી વિકેટ છે.

19 ઓવર સમાપ્ત: નિકોલસ પૂરને શાનદાર બેટિંગ કરી છે. તે 31 બોલમાં 45 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌએ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા છે. કૃણાલ પંડ્યા 7 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌની ઇનિંગની છેલ્લી ઓવર બાકી છે. હવે મિચેલ સ્ટાર્ક બોલિંગ કરવા આવ્યો છે.

18 ઓવર સમાપ્ત: લખનૌ માટે 18મી ઓવર ઘણી સારી રહી હતી. પુરને વૈભવ અરોરાના બોલ પર સતત બે સિક્સર ફટકારી હતી. તે 25 બોલમાં 36 રન બનાવીને રમી રહ્યો છે. પુરને મેચની બાજી પલટી નાખી હતી. લખનૌએ 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા.

17 ઓવર સમાપ્ત: હર્ષિત રાણાની ઓવરના ત્રીજા બોલ પર નિકોલસ પુરને સિક્સર ફટકારી હતી. જોકે, સતત ત્રણ બોલ ડોટ રહ્યા હતા. લખનૌએ 17 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા છે. પુરણ 21 રન બનાવીને રમી રહ્યો છે. કૃણાલ 4 રન બનાવીને રમી રહ્યો છે.

16 ઓવર સમાપ્ત: લખનૌએ 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા છે. કૃણાલ પંડ્યા 3 રન બનાવીને રમી રહ્યો છે. પુરણ 14 રન બનાવીને રમી રહ્યો છે. KKR માટે વરુણ અને નરીને 4-4 ઓવર ફેંકી છે. બંનેને એક-એક વિકેટ મળી છે.

બદોની આઉટ: લખનૌ સુપરજાયન્ટ્સની ઈનિંગ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને આયુષ બદોની પણ પેવેલિયન પરત ફર્યો છે. KKRના સ્ટાર સ્પિનર ​​સુનીલ નારાયણે બદોનીને આઉટ કરીને ટીમને પાંચમી સફળતા અપાવી હતી. બદોની 27 બોલમાં 2 ફોર  અને 1 સિકસની મદદથી 29 રન બનાવીને આઉટ થયો હતો. કૃણાલ પંડ્યા નવા બેટ્સમેન તરીકે ક્રિઝ પર આવ્યો છે. લખનૌએ 14.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા છે.

14 ઓવર સમાપ્ત: લખનૌએ 4 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા છે. આયુષ બદોની 24 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 ફોર અને 1 સિક્સર ફટકારી છે. નિકોલસ પુરન 11 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યો છે. કોલકાતાએ ફરી એકવાર સુનીલ નારાયણને બોલ સોંપ્યો છે.

13 ઓવર સમાપ્ત: લખનૌનો સ્કોર 100 રનની નજીક પહોંચી ગયો છે. ટીમે 13 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા છે. આયુષ બદોની 27 રન બનાવીને રમી રહ્યો છે. નિકોલસ પુરન 2 રન બનાવીને રમી રહ્યો છે.

માર્કસ સ્ટોઈનિસ આઉટ: KKRના બોલર વરુણ ચક્રવર્તીએ માર્કસ સ્ટોઈનિસને આઉટ કરીને લખનૌ સુપરજાયન્ટ્સને ચોથો ઝટકો આપ્યો હતો. સ્ટોઈનિસ 5 બોલમાં બે ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને આઉટ થયો હતો. ફિલ સોલ્ટે વિકેટ પાછળ શાનદાર કેચ લઈને સ્ટોઈનિસને મોટી ઈનિંગ્સ રમવાથી રોક્યો હતો. નિકોલસ પૂરન નવા બેટ્સમેન તરીકે ક્રિઝ પર આવ્યો છે. લખનૌએ 11.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 95 રન બનાવી લીધા છે.

કેએલ રાહુલ આઉટ: લખનૌની ત્રીજી વિકેટ પડી. રસેલે રાહુલને પોતાની જાળમાં ફસાવ્યો હતો. કેએલ રાહુલ 27 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. લખનૌએ 10.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા છે.રાહુલના આઉટ થયા બાદ માર્કસ સ્ટોઈનિસ નવા બેટ્સમેન તરીકે ક્રિઝ પર આવ્યો છે.

10 ઓવર સમાપ્ત: લખનૌ માટે રાહુલ અને બદોની સારી બેટિંગ કરી રહ્યા છે. રાહુલ 25 બોલમાં 33 રન બનાવીને રમી રહ્યો છે. બદોની 18 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. ટીમે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 72 રન બનાવી લીધા છે.

9 ઓવર સમાપ્ત: સુનીલ નારાયણે ઇનિંગની 9મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. લખનૌએ 2 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા છે. રાહુલ 31 રન બનાવીને રમી રહ્યો છે. બદોની 12 રન બનાવીને રમી રહ્યો છે.

8 ઓવર સમાપ્ત: લખનૌએ 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા છે. રાહુલ 29 રન અને બદોની 10 રન સાથે રમી રહ્યો છે. કોલકાતા તરફથી સ્ટાર્કે 3 ઓવર ફેંકી છે. તેણે 23 રનમાં એક વિકેટ લીધી છે. વૈભવ અરોરાએ 2 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ લીધી છે. 

7 ઓવર સમાપ્ત: લખનૌનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ટીમે 7 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 54 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 25 રન બનાવીને રમી રહ્યો છે. આયુષ બદોની 8 રન બનાવીને રમી રહ્યો છે. કોલકાતાએ અત્યાર સુધી 4 બોલરનો ઉપયોગ કર્યો છે. પરંતુ માત્ર બે બોલર જ વિકેટ લઈ શક્યા હતા. સ્ટાર્ક અને વૈભવને એક-એક સફળતા મળી છે.

6 ઓવર સમાપ્ત: પાવર પ્લેના અંતે લખનૌનો સ્કોર 2 વિકેટના નુકસાને 49 રન હતો. બદોની 6 બોલમાં 5 અને રાહુલ 13 બોલમાં 3 ફોર અને 1 સિકસની મદદથી 23 રન બનાવીને રમી રહ્યો છે. કોલકાતાને વૈભવ અરોરા અને મિચેલ સ્ટાર્કે એક-એક સફળતા આપાવી હતી.

દીપક હુડ્ડા આઉટ: મિચેલ સ્ટાર્કે લખનૌને વધુ એક ઝટકો આપ્યો હતો. દીપક હુડ્ડા સ્ટાર્કના ચોથા બોલ પર બેકવર્ડ પોઈન્ટ પર શોટ રમ્યો હતો. આ દરમિયનાન રમનદીપે શાનદાર કેચ પકડ્યો હતો. હુડ્ડા 10 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં આયુષ બદોની અને રાહુલ ક્રિઝ પર છે.

4 ઓવર સમાપ્ત: લખનૌએ ચોથી ઓવરમાં 6 રન બનાવ્યા હતા. રાહુલ 8 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે. દીપક હુડ્ડા 9 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે. ટીમે 4 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 34 રન બનાવી લીધા છે.

3 ઓવર સમાપ્ત: લખનૌનો સ્કોર એક વિકેટના નુકસાને 28 રન છે. રાહુલ 12 રન અને હુ્ડ્ડા 4 રન બનાવીને ક્રિઝ પર છે.

ડી કોક આઉટ: વૈભવ અરોરાએ લખનૌને પ્રથમ ઝટકો આપ્યો છે. વૈભવે ડી કોકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ડી કોક 8 બોલમાં 2 ફોરની મદદથી 10 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં દીપક હુ્ડા અને રાહુલ ક્રિઝ પર છે.

1 ઓવર સમાપ્ત: પ્રથમ ઓવરમાં ક્વિન્ટન ડી કોક બે ફોર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 10 રન આવ્યા હતા.

લખનૌ તરફથી ઓપનિંગ કરવા માટે કપ્તાન કેએલ રાહુલ અને કવિન્ટન ડિ કોક ક્રિઝ પર આવ્યા છે. કોલકાતા તરફથી પ્રથમ ઓવરની શરૂઆત મિચેલ સ્ટાર્કે કરી હતી.

કોલકાતાએ ટોસ જીત્યો

આ મેચમાં શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ 11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. રિંકુ સિંહની જગ્યાએ હર્ષિત રાણાએ પ્લેઇંગ 11માં પ્રવેશ કર્યો છે. આ સિવાય લખનઉમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. દેવદત્ત પડિકલ સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો હતો, તેથી તેને બહાર કરવામાં આવ્યો છે. નવીન ઉલ હક પણ આજની મેચ રમી રહ્યો નથી. આ બંનેના સ્થાને શમર જોસેફ અને દીપક હુડાને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું છે. શમર જોસેફ આજની મેચમાં ડેબ્યૂ કરી રહ્યો છે. 

પિચ રિપોર્ટ

ઈડન ગાર્ડન્સની પિચ બેટ્સમેન માટે અનુકૂળ છે. અહીં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થાય છે. આ સિઝનમાં એક મેચ ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 208 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદ 204 રન બનાવી શકી હતી. ઈડન ગાર્ડનમાં આઈપીએલની કુલ 88 મેચો રમાઈ છે, જેમાંથી યજમાન ટીમે 49 મેચ જીતી છે, જ્યારે મુલાકાતી ટીમે 37 મેચ જીતી છે.

બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ

જો આપણે કોલકાતા અને લખનૌ સુપર જાયન્ટ્સના હેડ ટુ હેડ રેકોર્ડ વિશે વાત કરીએ, તો બંને ટીમો કુલ 3 વખત ટકરાઈ છે, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ત્રણેય મેચ જીતી છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે ત્રણેય મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો.

બંને ટીમોની પ્લેઈંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિલ સોલ્ટ (wk), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (c), અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.

ઈમ્પેક્ટ પ્લેયર: સુયશ શર્મા, અનુકુલ રોય, મનીષ પાંડે, રહેમાનુલ્લા ગુરબાઝ, રિંકુ સિંહ

લખનઉ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (wk/c), દીપક હુડા, આયુષ બદોની, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઇ, મોહસીન ખાન, શમર જોસેફ, યશ ઠાકુર.

ઈમ્પેક્ટ પ્લેયર: અરશદ ખાન, પ્રેરક માંકડ, એમ સિદ્ધાર્થ, અમિત મિશ્રા, કે ગૌતમ

  • Follow us on: