- કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ
- સુનીલ નારાયણ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો
- નારાયણ IPLમાં 16 વખત ખાતું ખોલાવી શક્યો ન હતો
IPL 2024ની 60મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી KKRની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે શરૂઆતમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ઓવરના 5માં બોલ પર નુવાન તુશારાએ ફિલિપ સોલ્ટને પેવેલિયન મોકલ્યો હતો. જસપ્રીત બુમરાહે બીજી ઓવરના પહેલા બોલ પર સુનીલ નારાયણને પોતાનો શિકાર બનાવ્યો હતો.
બુમરાહનો શાનદાર યોર્કર
બુમરાહના યોર્કરનો સુનીલ નારાયણ પાસે કોઈ જવાબ નહોતો. નારાયણને લાગતું હતું કે બોલ સ્ટમ્પ ચૂકી જશે, પરંતુ ઇનસ્વિંગ બોલે ગિલ્લીઓ વેરવિખેર કરી નાખી હતી. નારાયણે બુમરાહના યોર્કરને સમજી શક્યો ન હતો અને ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. આ સાથે સુનીલે એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તે મેન્સ T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત (44) શૂન્ય પર આઉટ થનાર ખેલાડી બની ગયો છે.
IPLમાં 16 વખત ખાતું ખોલાવી શક્યો ન હતો
T20 ક્રિકેટમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થયેલા ખેલાડીઓની યાદીમાં સુનીલ નારાયણ (44) ટોચ પર છે. આ યાદીમાં બીજા સ્થાને એલેક્સ હેલ્સ (43), ત્રીજા સ્થાને રાશિદ ખાન (42), ચોથા સ્થાને પોલ સ્ટર્લિંગ (32), ગ્લેન મેક્સવેલ (31) અને જેસન રોય (31) પાંચમા સ્થાને છે. આ સિવાય નારાયણ એવો ખેલાડી છે જે આઈપીએલમાં બીજી સૌથી વધુ વખત (16) વખત ડકનો શિકાર બન્યો છે. આ યાદીમાં પ્રથમ સ્થાને દિનેશ કાર્તિક (17), ગ્લેન મેક્સવેલ (17) અને રોહિત શર્મા (17) છે.