કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં RCBને એક રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 6 વિકેટે 222 રન બનાવ્યા હતા. જવાબમાં RCBને છેલ્લા બોલ પર ત્રણ રન બનાવવાના હતા, પરંતુ ટીમ માત્ર એક રન બનાવી શકી અને હારનો સામનો કરવો પડ્યો. વિલ જેક્સ અને રજત પાટીદાર વચ્ચેની સદીની ભાગીદારી અને છેલ્લી ઓવરમાં કરણ શર્માના શાનદાર પ્રદર્શન છતાં આરસીબી 20 ઓવરમાં 221 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.



  • Follow us on: