- આજે IPL સિઝન 17ની ફાઇનલ મેચ
- કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાશે મેચ
- IPLમાં સુનીલ નારાયણ રચી શકે છે ઈતિહાસ
આજે IPL 2024ની ફાઈનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે ફાઈનલ મેચ રમાશે. બંને ટીમ આ મેચ જીતીને ટ્રોફી પર કબજો કરવા માંગે છે. સીઝનની શરૂઆતથી જ બંને ટીમો ખૂબ જ મજબૂત દેખાતી હતી. આ દરમિયાન KKRનો સુનિલ નારાયણ ખાસ સિદ્ધિ મેળવી શકે છે
સુનીલ નારાયણ રચી શકે છે ઈતિહાસ
IPL 2024 સીઝન-17 KKRના ઓલરાઉન્ડર સુનીલ નારાયણ માટે ખૂબ જ સારી રહી છે. આ સિઝનમાં નરીને બેટથી લઈને બોલિંગ સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે નારાયણ એક ખાસ રેકોર્ડ બનાવવાના ઉંબરે ઉભો છે. અત્યાર સુધી બેટિંગ કરતા સુનીલે 13 મેચમાં 482 રન બનાવ્યા છે. આ સિવાય બોલિંગ દરમિયાન નારાયણે આ સિઝનમાં 16 વિકેટ લીધી છે.
નારયણ 18 રન બનાવતાની સાથે જ 500 રનના આંકને સ્પર્શી જશે. જો આમ થશે તો નારાયણ IPLના ઈતિહાસમાં એક સિઝનમાં 500 રન બનાવનાર અને 15થી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની જશે.
લીગ તબક્કામાં KKRનું પ્રદર્શન
IPL 2024ના લીગ તબક્કામાં, કોલકાતા નાઈટ રાઈડર્સે 14 માંથી 9 મેચ જીતી હતી. આ સિવાય ટીમની બે મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. KKR 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર પ્રથમ ક્રમે છે. આ સિવાય ક્વોલિફાયર 1માં KKRએ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આવી સ્થિતિમાં આજે ફરી એકવાર KKR પાસે હૈદરાબાદને હરાવીને ટાઈટલ જીતવાની તક હશે. બીજી તરફ હૈદરાબાદ અગાઉની હારનો બદલો લેવા માંગશે.