• આજે લખનૌ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
  • લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
  • IPLમાં બંને ટીમો અત્યાર સુધી 5 વખત ટકરાઈ

દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 167 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દિલ્હી તરફથી કેપ્ટન રિષભ પંત અને ફ્રેઝરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફ્રેઝરે ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી હતી. ફ્રેઝરે 35 બોલમાં 55 રન બનાવ્યા હતા. તેણે 5 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. પંતે 41 રનની ઇનિંગ રમી હતી. તેણે 24 બોલમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પૃથ્વી શોએ 22 બોલમાં 32 રન બનાવ્યા હતા. સ્ટબ્સે અણનમ 15 રન બનાવ્યા હતા. શાઈ હોપે અણનમ 11 રન બનાવ્યા હતા. આ દરમિયાન લખનૌ તરફથી રવિ બિશ્નોઈએ 2 વિકેટ લીધી હતી. નવીન અને યશે એક-એક વિકેટ લીધી હતી.

દિલ્હીની ઈનિંગ

17 ઓવર સમાપ્ત: દિલ્હીને જીતવા માટે 18 બોલમાં 10 રનની જરૂર છે. તેણે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા છે. સ્ટબ્સ 6 રન અને હોપ 8 રન સાથે રમી રહ્યા છે.

16 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 24 બોલમાં 18 રનની જરૂર છે. તેણે 16 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા છે. સ્ટબ્સ 2 રન બનાવીને રમી રહ્યો છે. શાઈ હોપ 4 રન બનાવીને રમી રહ્યો છે.

રિષભ પંત આઉટ: દિલ્હી કેપિટલ્સની ચોથી વિકેટ પડી. રિષભ પંત 24 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ફોર અને 2 સિકસ ફટકારી હતી. રવિ બિશ્નોઈએ પંતને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. દિલ્હીને જીતવા માટે 27 બોલમાં 22 રનની જરૂર છે.

ફ્રેઝર આઉટ: દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. ફ્રેઝર શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. નવીન ઉલ હકે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ફ્રેઝર 35 બોલમાં 55 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દિલ્હીને જીતવા માટે 32 બોલમાં 28 રનની જરૂર છે.

14 ઓવર સમાપ્ત: ફ્રેઝર શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી છે. દિલ્હીએ 14 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 136 રન બનાવી લીધા છે. રિષભ પંત 36 રન બનાવીને રમી રહ્યો છે. ફ્રેઝર 52 રન બનાવીને રમી રહ્યો છે.

13 ઓવર સમાપ્ત: દિલ્હીને જીતવા માટે 42 બોલમાં 47 રનની જરૂર છે. ફ્રેઝર 29 બોલમાં 44 રન બનાવીને રમી રહ્યો છે. પંત 18 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હીએ 13 ઓવરમાં 121 રન બનાવ્યા છે.

12 ઓવર સમાપ્ત: રિષભ પંત શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તે 18 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. ફ્રેઝર 25 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે 12 ઓવરમાં 100 રન બનાવ્યા છે.

11 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સે 11 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 78 રનની જરૂર છે. રિષભ પંતે આ ઓવરમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. તે 14 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો છે. આ ઓવરમાં રવિ બિશ્નોઈએ 15 રન આપ્યા હતા.

10 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે 2 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે. તેમને જીતવા માટે 60 બોલમાં 93 રનની જરૂર છે. ફ્રેઝર 21 રન બનાવીને રમી રહ્યો છે. રિષભ પંત 8 રન બનાવીને રમી રહ્યો છે.

9 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સે 9 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા હતા. ફ્રેઝર 14 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો છે. રિષભ પંત 7 રન બનાવીને રમી રહ્યો છે.

8 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સે 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 72 બોલમાં 99 રનની જરૂર છે. રિષભ પંત 4 રન બનાવીને રમી રહ્યો છે. ફ્રેઝર 19 રન બનાવીને રમી રહ્યો છે.

પૃથ્વી શો આઉટ: દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. પૃથ્વી શો 22 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. રવિ બિશ્નોઈએ પૃથ્વીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. દિલ્હીએ 7 ઓવરમાં 63 રન બનાવ્યા છે.

6 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ટીમે 6 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા છે. પૃથ્વી શૉ 19 બોલમાં 32 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જેક ફ્રેઝર 16 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 1 ફોર અને 2 સિક્સર ફટકારી છે.

5 ઓવર સમાપ્ત: લખનૌ તરફથી 5મી ઓવર અરશદ ખાને 16 રન આપ્યા હતા. આ ઓવરના પ્રથમ બોલ પર પૃથ્વી શોએ ચોગ્ગો ફટકાર્યો હતો. મેકગર્કે ઓવરના ચોથા બોલ પર સિકસ અને છેલ્લા બોલ પર ફોર ફટકારી હતી.

વોર્નર આઉટ: ઈનિંગની ચોથી ઓવરના ત્રીજા બોલ પર યશ ઠાકુરે ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો. બોલ વોર્નરના બેટ સાથે અથડાઈને સ્ટમ્પને અથડાયો હતો. વોર્નરની 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં જેક ફ્રેઝર-મેકગર્ક અને પૃથ્વી શો ક્રિઝ પર છે.

3 ઓવર સમાપ્ત: અરશદ ખાને ત્રીજી ઓવરમાં ચુસ્ત બોલિંગ કરી હતી. તેણે ઓવરમાં માત્ર 6 રન આપ્યા હતા. પૃથ્વી શો 16 રન અને ડેવિડ વોર્નર 6 રન બનાવીને ક્રિઝ પર છે. દિલ્હીનો સ્કોર વિના વિકેટે 22 રન છે.

2 ઓવર સમાપ્ત: નવીન ઉલ-હક બીજી ઓવર નાખવા આવ્યો હતો. બીજી તરફ ત્રીજા બોલ પર પૃથ્વી શૉએ ચોગ્ગો ફટકાર્યો હતો. 2 ઓવર પછી ડેવિડ વોર્નર 5 રન અને પૃથ્વી શો 11 રન સાથે રમી રહ્યા છે.

1 ઓવર સમાપ્ત: લખનૌ તરફથી બોલિંગ કરતી વખતે અરશદ ખાને પ્રથમ ઓવરમાં 7 રન આપ્યા હતા. ડેવિડ વોર્નર 5 રન બનાવીને રમી રહ્યો છે. પૃથ્વી શો 2 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌએ બીજી ઓવર નવીન ઉલ હકને સોંપી છે.

લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર બાદ 167 રન બનાવ્યા છે. જવાબમાં લક્ષ્યનો પીછો કરવા દિલ્હી તરફથી વોર્નર અને પૃથ્વી શો ક્રિઝ પર આવ્યા છે. લખનૌ તરફતી પ્રથમ ઓવરની શરૂઆત અરશદ ખાને કરી હતી.

લખનૌની ઈનિંગ

લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ આયુષ બદોનીએ ઇનિંગની કમાન સંભાળી હતી. તેણે અણનમ ફિફ્ટી ફટકારી હતી. બદોનીએ 35 બોલનો સામનો કરીને 55 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કેએલ રાહુલે 22 બોલમાં 5 ફોર અને 1 સિકસની મદદથી 39 રન બનાવ્યા હતા. અરશદ ખાને 20, ડિ કોકે 19 અને દીપક હુડ્ડાએ 10 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી કુલદીપ યાદવે 3 બેટ્સમેનને પોતાની જાળમાં ફસાવ્યા હતા. જ્યારે ખલીલ અહેમદને 2 અને મુકેશ કુમાર અને ઈશાંત શર્માને એક-એક સફળતા મળી હતી.

બદોનીએ ફટકારી ફિફ્ટી: બદોનીએ પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે 31 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. આયુષની આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. અરશદ 15 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌએ 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા છે.

18 ઓવર સમાપ્ત: હવે લખનૌની ઇનિંગમાં બે ઓવર બાકી છે. ટીમે 18 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા છે. આયુષ બદોની 37 રન બનાવીને રમી રહ્યો છે. અરશદ ખાન 15 રન બનાવીને રમી રહ્યો છે.

17 ઓવર સમાપ્ત: લખનૌએ 17 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા છે. આયુષ બદોની 30 રન બનાવીને રમી રહ્યો છે. અરશદ ખાન 9 રન બનાવીને રમી રહ્યો છે. હવે લખનૌની ઇનિંગમાં ત્રણ ઓવર બાકી છે. દિલ્હીના બોલર કુલદીપ યાદવ અને અક્ષર પટેલે પોતાની ઓવરનો ક્વોટા પૂરો કરી લીધો છે.

16 ઓવર સમાપ્ત: 16મી ઓવર કુલદીપ યાદવે નાંખી હતી. કુલદીપે આ ઓવરમાં 7 રન આપ્યા હતા. લખનૌ તરફથી બદોની 19 બોલમાં 24 અને અરશદ ખાન 8 બોલમાં 8 રન  બનાવીને ક્રિઝ પર છે.

15 ઓવર સમાપ્ત: લખનૌએ 15 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા છે. આયુષ 19 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 14 બોલનો સામનો કરતી વખતે 2 ચોગ્ગા ફટકાર્યા છે. અરશદ ખાન 7 રન બનાવીને રમી રહ્યો છે.

14 ઓવર સમાપ્ત: લખનૌનો સ્કોર 100 રન પર પહોંચી ગયો છે. ટીમે 14 ઓવરમાં 7 વિકેટ ગુમાવી દીધી છે. આયુષ 8 રન બનાવીને રમી રહ્યો છે. અરશદ ખાન 5 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હી તરફથી બોલિંગ કરતી વખતે કુલદીપે 3 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદને 2 વિકેટ મળી છે.

કૃણાલ પંડ્યા આઉટ: લખનૌને સાતમો ઝટકો કૃણાલ પંડ્યાના રૂપમાં લાગ્યો છે. કૃણાલ પંડ્યા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. મુકેશ કુમારે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. લખનૌએ 13 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા છે.

દીપક હુડ્ડા આઉટ: લખનૌ સુપર જાયન્ટ્સની છઠ્ઠી વિકેટ પડી. દીપક હુડ્ડા 13 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાંત શર્માએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. લખનૌએ 11.5 ઓવરમાં 89 રન બનાવ્યા છે. આયુષ 5 રન બનાવીને રમી રહ્યો છે.

11 ઓવર સમાપ્ત: લખનૌનો સ્કોર 5 વિકેટના નુકસાને 84 રન છે. 11મી ઓવરમાં અક્ષર પટેલે માત્ર 4 રન આપ્યા હતા.

રાહુલ આઉટ: 10મી ઓવરમાં ફરી એકવાર કુલદીપનો કમાલ જોવા મળ્યો હતો. ચાઈનામેને લખનૌના કપ્તાનને પોતાની જાળમાં ફસાવ્યો હતો. લખનૌ તરફથી શાનદાર ઈનિંગ રમતા રાહુલ 22 બોલમાં 5 ફોર અને 1 સિકસની મદદથી 39 રન બનાવીને  વિકેટની પાછળ પંતના હાથે કેચ આઉટ થયો હતો. હાલમાં લખનૌ તરફથી દીપક હુડ્ડા અને આયુશ બદોની ક્રિઝ પર છે.

9 ઓવર સમાપ્ત: 9મી ઓવર અક્ષર પટેલ નાખી હતી. આ ઓવરમા 10 રન આપ્યા હતા. લખનૌનો સ્કોર 4 વિકેટના નુકસાને 76 રન છે.

કુલદીપનો કહેર

ઇનિંગની પ્રથમ અને ટીમની 8મી ઓવર નાખવા આવેલા કુલદીપ યાદવે કમાલ કર્યો છે. પ્રથમ બે બોલમાં સિંગલ આપ્યા બાદ ત્રીજા બોલ પર માર્ક સ્ટોઈનિસ અને ચોથા બોલ પર નિકોલસ પુરનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. માર્ક સ્ટોઈનિસ મોટો શોટ રમવા જતાં ઈશાત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ નિકોલસ પુરનને બોલ્ડ કર્યો હતો. સ્ટોઈનિસ 10 બોલમાં 8 રન અને પુરન ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. હાલમાં લખનૌ તરફથી કેએલ રાહુલ અને દિપક હુડ્ડા ક્રિઝ પર છે. 

7 ઓવર સમાપ્ત: રિષભ પંતે 7મી ઓવર અક્ષર પટેલને આપી હતી. આ ઓવરમાં અક્ષરે માત્ર 7 રન આપ્યા હતા. લખનૌનો સ્કોર 2 વિકેટના નુકસાને 64 રન છે.

6 ઓવર સમાપ્ત: પાવર પ્લેના અંતે 2 વિકેટના નુકસાને 57 રન બનાવ્યા હતા. લખનૌની જલદી બે વિકેટ ગુમાવ્યા બાદ પણ એક છેડેથી કપ્તાને તાબડતોડ ઈનિંગ રમી રહ્યો છે. રાહુલ 14 બોલમાં 30 અને સ્ટોઈનિસ 3 બોલમાં 2 રન બનાવીને ક્રિઝ પર છે. 

પડિક્કલ આઉટ: ખલીલ અહેમદે લખનૌમાં તરખાટ મચાવ્યો છે. ક્વિન્ટન ડી કોક બાદ દેવદત પડિક્કલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પડિક્કલ 6 બોલમાં માત્ર 3 રન બનાવીને LBW આઉટ થયો હતો. 5 ઓવર બાદ લખનૌએ 2 વિકેટના નુકસાને 47 રન બનાવ્યા હતા. હાલમાં માર્ક સ્ટોઈનિસ અને કપ્તાન રાહુલ ક્રિઝ પર છે.

4 ઓવર સમાપ્ત: ઈશાંત શર્માએ આ ઓવરમાં 12 રન આપ્યા હતા. લખનૌનો સ્કોર 1 વિકેટના નુકસાને 40 રન છે.

ડી કોક આઉટ: ખલીલ અહેમદે દિલ્હીને પ્રથમ સફળતા અપાવી છે. આક્રમક બનેલા ક્વિન્ટન ડી કોકને ઓવરના ચોથા બોલ પર LBW આઉટ કર્યો હતો. ક્વિન્ટન ડી કોક 13 બોલમાં 4 ફોરની મદદથી 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 3 ઓવર બાદ લખનૌએ એક વિકેટના નુકસાને 28 રન બનાવ્યા હતા. હાલમાં દેવદત પડિક્કલ અને કેએલ રાહુલ ક્રિઝ પર છે

2 ઓવર સમાપ્ત: દિલ્હી તરફથી બીજી ઓવર નાખવા માટે ઈશાંત શર્મા આવ્યો હતો. આ ઓવરમાં ઈશાત શર્માએ પ્રથમ પાંચ બોલમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. પરંતુ છેલ્લા બોલ પર ડિ કોકે ફોર ફટકારી હતી. 2 ઓવર બાદ લખનૌનો સ્કોર વિના વિકેટે 17 રન છે.

1 ઓવર સમાપ્ત: પ્રથમ ઓવરમાં ક્વિન્ટન ડી કોકે શાનદાર શરૂઆત કરી હતી. ખલીલ અહેમદની ઓવરના પ્રથમ અને છેલ્લા બોલ પર ફોર ફટકારી હતી.

લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરતા ક્વિન્ટન ડી કોક અને કેએલ રાહુલ ક્રિઝ પર આવ્યા છે. દિલ્હી તરફથી ખલીલ અહેમદે પ્રથમ ઓવરની શરૂઆત કરી છે.

લખનૌએ ટોસ જીત્યો

આજે LSG અને DC વચ્ચેની મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં લખનૌએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં લખનૌએ મંયક યાદવના સ્થાને અરશદ ખાનને પ્લેઈંગ-11માં તક આપી છે. જયારે દિલ્હી કેપિટલ્સની વાત કરવામાં આવે તો કુલદિપ યાદવ અને મુકેશ કુમારની વાપસી થઈ છે.

પિચ રિપોર્ટ

ઈકાનાની પિચ સામાન્ય રીતે એકદમ સૂકી હોય છે. આ સ્પિન બોલરોને મદદ કરે છે અને લક્ષ્યનો પીછો કરવાનું મુશ્કેલ બને છે. શરૂઆતની ઓવરોમાં બેટ્સમેનોને મદદ મળશે પરંતુ બાદમાં સ્પિનરોને પિચમાંથી મદદ મળશે. કેપ્ટન અહીં ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. આ પીચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 152 રન છે.

બંને ટીમોની પ્લેઇંગ-11

લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ((w/c), દેવદત્ત પડિક્કલ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, અરશદ ખાન, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, યશ ઠાકુર

ઈમ્પેક્ટ પ્લેયર્સ: કૃષ્ણપ્પા ગૌતમ, દીપક હુડા, એમ સિદ્ધાર્થ, અમિત મિશ્રા, મેટ હેનરી

દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ડેવિડ વોર્નર, શાઈ હોપ, ઋષભ પંત (w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, જેક ફ્રેઝર-મેકગર્ક, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ

ઈમ્પેક્ટ પ્લેયર્સ: જ્યે રિચર્ડસન, અભિષેક પોરેલ, કુમાર કુશાગ્ર, સુમિત કુમાર, પ્રવીણ દુબે

  • Follow us on: