• IPLની 17મી સીઝનની શરૂઆત 22 માર્ચથી થશે
  • LSGએ ઓસ્ટ્રેલિયાના એડમ વોજીસને ટીમમાં સામેલ કર્યા
  • મુખ્ય કોચ જસ્ટિન લેંગરે ખેલાડી વિશે માહિતી આપી

IPLની 17મી સીઝન શરૂ થવાના ગણતરીના દિવસો જ બાકી છે. IPLની તમામ ટીમો આ સીઝનમાં ટ્રોફી જીતવા માટે શ્રેષ્ઠ તૈયારી કરી રહી છે. આ સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સે પણ IPL 2024 પહેલા મોટો દાવ રમ્યો છે. કેએલ રાહુલની આગેવાની હેઠળની LSGએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આનાથી ટીમને ઘણી મદદ મળશે

દિગ્ગજ ખેલાડી ટીમમાં શું ભૂમિકા ભજવશે?

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એડમ વોજીસ IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે સલાહકાર તરીકે જોડાયા છે. ફ્રેન્ચાઇઝી માટે આ એક માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. આ ખેલાડી પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો પણ ઘણો અનુભવ છે અને તે IPL પણ રમી ચુક્યો છે. આવી સ્થિતિમાં તે IPLની સ્થિતિને સારી રીતે સમજી શકે છે. આ કારણથી ખેલાડીને સપોર્ટ સ્ટાફની જવાબદારી સોંપવામાં આવી છે. આ ખેલાડી IPL 2010માં રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો.

લખનૌની ટીમે એડમ વોજીસનું સ્વાગત કર્યું છે. ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે ખેલાડી વિશે માહિતી આપી હતી. આ સિવાય ફ્રેન્ચાઇઝીએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર ખેલાડીની તસવીર શેર કરીને આ જાણકારી આપી હતી. એલએસજીએ લખ્યું કે લખનૌમાં સ્વાગત છે. હવે જોવાનું એ રહે છે કે ઓસ્ટ્રેલિયન દિગ્ગજનો ટીમમાં સમાવેશ કરવાથી પ્રદર્શન પર શું સકારાત્મક અસર પડે છે. આ ખેલાડીનું ઈન્ટરનેશનલ કરિયર ઘણું નાનું રહ્યું છે.

ખેલાડીની ક્રિકેટ કારકિર્દી

એડમ વોજેસે 35 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીએ તેની ટીમ માટે કુલ 20 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 61.88ની એવરેજથી 1485 રન બનાવ્યા છે. પોતાની ટેસ્ટ કારકિર્દીમાં આ ખેલાડીએ 5 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે. આ ખેલાડીએ 5માંથી 2 સદીને બેવડી સદીમાં બદલી હતી. આ સિવાય તેણે 31 ODI મેચ રમી છે, જેમાં તેણે 45.79ની એવરેજથી 870 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે. IPLની વાત કરીએ તો આ ખેલાડીએ રાજસ્થાન માટે કુલ 9 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 45.25ની એવરેજથી 181 રન બનાવ્યા.

  • Follow us on: