- LSGના આ ફાસ્ટ બોલરે કરી દીધો કમાલ
- ગિલ, વિજય શંકર, રાશિદ, રાહુલ અને નૂરને કર્યા આઉટ
- યશ ઠાકુર સ્વિંગ કરવાની સ્કીલ માટે જાણીતા છે
લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલક યશ ઠાકુરે રવિવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમની બેટિંગ લાઈનઅપને બગાડી દીધા હતા. 25 વર્ષના આ બોલરે એવી તબાહી મચાવી કે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ સહિતના 5 બેટ્સમેનોએ ઘૂંટણિયા ટેકવા પડ્યા. યશ ઠાકુર ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની જેમ બોલિંગ કરે છે. રવિવારે રમાયેલી મેચમાં ગુજરાત ટઆઈટન્સના બેટ્સમેનોની પાસે આ બોલરનો કોઈ જવાબ ન હતો અને તેઓએ નમતું જોખ્યું હતું.
25 વર્ષના બોલરે મચાવી દીધી તબાહી
લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર યશ ઠાકુરે ગુજરાત ટાઈટન્સની બેટિંગ લાઈનઅપને ધ્વંસ્ત કરીને 3.5 ઓવરમાં 30 રન આપ્યા અને સાથે જ 5 વિકેટ લીધી. યશ ઠાકુરે તેની આઈપીએલ કરિયરમાં પહેલીવાર 5 વિકેટ લીધી. યશે રવિવારે ગુજરાત ટાઈટન્સની સામે પોતાની બોલિંગ સ્પેલનો કમાલ કર્યો. અને સાથે જ સામેની ટીમના કેપ્ટન શુભમન ગિલ, વિજય શંકર, રાશિદ ખાન અને રાહુલ તેવતિયા સહિત નૂર અહમદને પણ આઉટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે યશ ઠાકુર બોલને બંને તરફથી સ્વિંગ કરાવવાની સ્કીલ માટે જાણીતા છે.
IPL 2024 માં કોઈપણ ખેલાડીનો પહેલો 5 વિકેટ હોલ
યશ ઠાકુરે IPL 2024 સીઝન અને પોતાની IPL કરિયરનો પહેલો 5 વિકેટ હોલ લીધો છે. તેણે 3.5 ઓવરમાં 30 રન આપ્યા અને સાથે જ 5 વિકેટ લીધી. યશના આ પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો છે. ગુજરાત ટાઈટન્સની સામે 5 વિકેટ હોલ લેનારા તે ત્રીજા બોલર બની ચૂક્યા છે. આ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના બોલર ઉમરાન મલિક અને ભુવનેશ્વર કુમાર ગુજરાત ટાઈટન્સ સામે 5 વિકેટ હોલ લઈ ચૂક્યા છે.
લખનૌ સુપર જાયન્ટ્સને માટે બીજા બેસ્ટ બોલિંગ સ્પેલ
યશ ઠાકુરે આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સને માટે બીજા બેસ્ટ બોલિંગ સ્પેલ રમ્યો છે. ટીમ માટે આ બેસ્ટ બોલિંગ સ્પેલ ફેંકનારા રેકોર્ડ ઈંગ્લેન્ડના માર્ક વુડના નામે છે. માર્ક વુડે આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સની સામે 14 રન આપીને 5 વિકેટ લીધી હતી. યશ ઠાકુરે ડિસેમ્બર 2022માં રમાયેલી આઈપીએલમાં મીની ઓક્શનના સમયે લખનૌ સુપર જાયન્ટ્સની સામે 45 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. યશ ઠાકુરની ઓક્શનમાં 20 લાખ રૂપિયાનું બેઝ પ્રાઈઝ રખાયું હતું.
IPLમાં LSG માટે બેસ્ટ બોલિંગ સ્પેલ
- 5/14 - માર્ક વુડ vs દિલ્હી કેપિટલ્સ, 2023
- 5/30 - યશ ઠાકુર vs ગુજરાત ટાઈટન્સ, 2024
- 4/16 - મોહસિન ખાન vs દિલ્હી કેપિટલ્સ, 2022
- 4/24 - આવેશ ખાન vs સનરાઈઝર્સ હૈદરાબાદ, 2022
- 4/37 - યશ ઠાકુર vs પંજાબ કિંગ્સ, 2023
યશ ઠાકુરના રેકોર્ડ્સ
યશ ઠાકુરે 22 ફર્સ્ટ ક્લાસ મેચમાં 67 વિકેટ મેળવી છે. યશ ઠાકુરે આ ઈનિંગમાં 5 વાર 4 વિકેટ લીધી છે. જ્યારે એકવાર 5 વિકેટ હોલ મેળવી છે. યશ ઠાકુરે 37 લિસ્ટ એ મેચમાં 54 વિકેટ લીધી છે. યશ ઠાકુરે 49 ટી20 મેચમાં 74 વિકેટ લીધી છે. યશ ઠાકુર વિદર્ભને માટે ઘરેલૂ ક્રિકેટ રમે છે. ખેલાડીએ 12 આઈપીએલ મેચમાં 19 વિકેટ મેળવી છે.