IPL 2024ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સાથે થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી માટે આ કરો યા મરો મેચ છે. જો ટીમ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. દિલ્હીની ટીમને માત્ર જીતવાની જરૂર નથી, પરંતુ નેટ રન રેટને પોઝિટીવ બનાવવા માટે તેને મોટા માર્જિનથી જીતવું પડશે. દિલ્હી અને લખનૌ બંનેના 12-12 પોઈન્ટ છે. દિલ્હીની આ 14મી મેચ છે, જ્યારે લખનૌની 13મી મેચ છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 19 રને હરાવ્યું છે.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









