IPL 2024ની 45મી મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાઇ રહી છે. પ્લેઓફમાં રહેવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. રોયલ ચેલેન્જર્સ ગુજરાત ટાઇટન્સ સામેની આ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખવા માંગે છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સે પણ 9માંથી પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગલુરૂએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 200 રન બનાવ્યા હતા. આરસીબીએ 201 રનનો ટાર્ગેટ 9 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. વિલ જેક્સ અને વિરાટ કોહલી વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી હતી.



  • Follow us on: