પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 261 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. પંજાબ તરફથી જોની બેરસ્ટોએ અણનમ 108 રન બનાવ્યા હતા. 48 બોલનો સામનો કરીને તેણે 8 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. શશાંક સિંહે 28 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. તેણે 9 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા પ્રભાસિમરન સિંહે 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રિલે રૂસો 26 રન બનાવીને આઉટ થયો હતો.
કોલકાતા તરફથી ફિલિ સોલ્ટે 37 બોલમાં 75 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. સુનીલ નારાયણને 32 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. વેંકટેશ ઐયર 39 રનનું યોગદાન આપ્યું હતું. શ્રેયસ ઐયર 28 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન પંજાબ તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી. સેમ કરન, હર્ષલ પટેલ અને રાહુલ ચહરે 1-1 વિકેટ લીધી હતી.










