IPL 2024ની 44મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાનની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 196 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન માટે સેમસન અને જુરેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સંજુએ 33 બોલમાં અણનમ 71 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ધ્રુવ જુરેલે 34 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. જોસ બટલર 34 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. લખનૌ તરફથી યશ ઠાકુર, સ્ટોઈનિસ અને અમિત મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.
રાજસ્થાનને 197 રનનો ટાર્ગેટ મળ્યો હતો










