- મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ
- IPLમાં બંને ટીમો 33 વખત ટકરાઈ
IPL 2024ની 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે હતો. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 8 વિકેટે 205 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું હતુ. MIએ સિઝનની પ્રથમ જીત નોંધાવી છે.
દિલ્હીની ઇનિગ
IPL 2024માં આજે મુંબઇ ઇન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સાથે થયો છે. રિષભ પંતે ટોસ જીતીને મુંબઇને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું હતુ. MIએ સિઝનની પ્રથમ જીત નોંધાવી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 234 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 205 રન જ બનાવી શકી હતી. મુંબઈ તરફથી રોહિત શર્માએ 27 બોલમાં 49 રન બનાવ્યા હતા. રોમારિયો શેફર્ડે માત્ર 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે 45 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 39 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન દિલ્હી તરફથી અક્ષર અને નોર્ખિયાએ 2-2 વિકેટ લીધી હતી. ખલીલને એક વિકેટ મળી હતી.
અક્ષર આઉટ: દિલ્હી કેપિટલ્સની વધુ એક વિકેટ પડી. અક્ષર પટેલ માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. તે નબી અને ઈશાન કિશનના હાથે રનઆઉટ થયો હતો. દિલ્હીને હવે જીતવા માટે છેલ્લી ઓવરમાં 34 રનની જરૂર છે. સ્પર્ધા એકદમ રોમાંચક બની છે. સ્ટબ્સ 71 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હીએ 19 ઓવરમાં 201 રન બનાવ્યા છે.
18 ઓવર સમાપ્ત: મુંબઇ જીતની નજીક પહોંચ્યું છે. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે છેલ્લા 12 બોલમાં 55 રનની જરૂર છે. તેણે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા છે. સ્ટબ્સ 52 રન બનાવીને રમી રહ્યો છે. અક્ષર પટેલ 7 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈ જીતની નજીક છે. દિલ્હી માટે અહીંથી લક્ષ્ય સુધી પહોંચવું ઘણું મુશ્કેલ છે.
સ્ટબ્સની ફિફ્ટી: ટ્રિસ્ટન સ્ટબ્સે શાનદાર બેટિંગ કરી અને પોતાની અડધી સદી પૂરી કરી. તે 19 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હીને જીતવા માટે 18 બોલમાં 63 રનની જરૂર છે. તેણે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા છે.
પંત આઉટ: મુંબઈ ઈન્ડિયન્સ જીતની નજીક જઈ રહી છે. દિલ્હી માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમની ચોથી વિકેટ પડી. કેપ્ટન રિષભ પંત માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ગેરાલ્ડ કોએત્ઝીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. દિલ્હીએ 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. દિલ્હીને 24 બોલમાં 82 રનની જરૂર છે. હાલમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને અક્ષર પટેલ ક્રિઝ પર છે.
બુમરાહે IPLમાં 150 વિકેટ પૂરી કરી લીધી છે. તેણે ઈનિંગની 15મી ઓવરમાં અભિષેક પોરેલને ટિમ ડેવિડના હાથે કેચ કરાવ્યો. પોરેલે 31 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 41 રનની ઇનિંગ રમી હતી. દિલ્હીને 30 બોલમાં 91 રનની જરૂર છે. હાલમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને રિષભ પંત ક્રિઝ પર છે.
પોરેલ આઉટ: દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. અભિષેક પોરેલ 31 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. દિલ્હી માટે જીતનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. તેમને જીતવા માટે 30 બોલમાં 91 રનની જરૂર છે. દિલ્હીએ 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા છે.
14 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સને 36 બોલમાં 97 રનની જરૂર છે. તેણે 14 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા છે. ટીમ તરફથી અભિષેક પોરેલ 36 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 26 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા છે. ટ્રિસ્ટન સ્ટબ્સ 25 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 સિક્સર અને એક ફોર ફટકારી છે.
પૃથ્વી શો આઉટ: દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. પૃથ્વી શો સારી ઇનિંગ રમીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને શિકાર બનાવ્યો હતો. પૃથ્વી 40 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હીએ 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા હતા. દિલ્હીને જીતવા માટે 124 રનની જરૂર છે.
11 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સે 11 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા છે. પૃથ્વી 65 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક પોરેલ 31 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 85 રનની ભાગીદારી થઈ છે. મુંબઈના બોલરો હજુ સુધી આ પાર્ટનરશિપ તોડી શક્યા નથી.
10 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. હવે તેને જીતવા માટે 60 બોલમાં 141 રનની જરૂર છે. દિલ્હીએ 1 વિકેટ ગુમાવીને 94 રન બનાવી લીધા છે. પૃથ્વી 37 બોલમાં 64 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. અભિષેક 19 રન બનાવીને રમી રહ્યો છે.
9 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સે 9 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા હતા. આ ઓવરમાં પૃથ્વી શૉ ફિફ્ટી ફટકારીને દિલ્હીની ઈનિંગને સંભાળી હતી. કોએત્ઝીએ આ ઓવરમાં 15 રન આપ્યા હતા.
8 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સે 8 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉ અડધી સદીની નજીક છે. તે 29 બોલમાં 46 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક 12 રન બનાવીને રમી રહ્યો છે. પૃથ્વી અને અભિષેક વચ્ચે 47 રનની ભાગીદારી છે. મુંબઈ તરફથી બોલિંગ કરતી વખતે પિયુષ ચાવલાએ 1 ઓવરમાં 16 રન આપ્યા હતા.
7 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ટીમે 7 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 53 રન બનાવ્યા હતા. અભિષેક 11 રન બનાવીને રમી રહ્યો છે. પૃથ્વી શો 31 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હીને જીતવા માટે 182 રનની જરૂર છે. તેના હવે 78 બોલ બાકી છે.
પાવર પ્લે સમાપ્ત: દિલ્હીએ 6 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 46 રન બનાવી લીધા છે. ટીમને જીતવા માટે 84 બોલમાં 189 રનની જરૂર છે. પૃથ્વી શૉ 22 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક પોરેલ 8 રન બનાવીને ક્રિઝ પર છે. મુંબઈના બોલરો વિકેટની શોધમાં છે.
5 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 33 રન બનાવી લીધા છે. પૃથ્વી શો 19 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે.અભિષેક 1 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. મુંબઈ તરફથી રોમારિયો શેફર્ડે એકમાત્ર વિકેટ લીધી હતી.
વોર્નર આઉટ: દિલ્હીને પહેલો ઝટકો 22ના સ્કોર પર લાગ્યો હતો. ડેવિડ વોર્નર 8 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. તે રોમારિયો શેફર્ડે હાર્દિકના હાથે કેચ આઉટ થયો હતો. હાલમાં પૃથ્વી શો અને અભિષેક પોરેલ ક્રિઝ પર છે. 4 ઓવર પછી દિલ્હીનો સ્કોર એક વિકેટે 24 રન છે.
3 ઓવર સમાપ્ત: 3 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે અને દિલ્હી કેપિટલ્સે સ્કોર બોર્ડ પર 15 રન બનાવ્યા છે. પૃથ્વી શૉ 11 રન અને ડેવિડ વોર્નર 4 રન સાથે રમી રહ્યા છે.
2 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સે 2 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 11 રન બનાવ્યા હતા. પૃથ્વી શો 11 રન બનાવીને રમી રહ્યો છે. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી છે. ટીમને જીતવા માટે હજુ 224 રનની જરૂર છે.
1 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સે પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉએ સિક્સર ફટકારી હતી. તે 7 રન બનાવીને રમી રહ્યો છે. ડેવિડ વોર્નર હજુ ખાતું ખોલાવી શક્યો નથી. હવે જસપ્રીત બુમરાહ બોલિંગ માટે આવ્યો છે.
પૃથ્વી શો અને ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરવા આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ ઓવર ગેરાલ્ડ કોએત્ઝીને સોંપી છે. દિલ્હીની સામે પહાડ જેવું લક્ષ્ય છે.
મુંબઇની ઇનિંગ
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ છેલ્લી ઓવરોમાં શો ચોરી લીધો હતો. શેફર્ડે 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટિમ ડેવિડે 21 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ મુંબઈને સારી શરૂઆત અપાવી હતી. તેણે 27 બોલમાં 49 રન બનાવ્યા હતા. રોહિતની આ ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સ સામેલ હતી. ઈશાન કિશને 42 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 39 રન બનાવ્યા હતા.
નોર્કિયા દિલ્હી માટે ખૂબ મોંઘું સાબિત થયું. તેણે 4 ઓવરમાં 65 રન આપ્યા હતા. જો કે આ દરમિયાન તેણે 2 વિકેટ પણ લીધી હતી. અક્ષર પટેલે સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 35 રન આપ્યા અને 2 વિકેટ લીધી. ખલીલ અહેમદે 4 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ માટે ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ છેલ્લી ઓવરોમાં શો ચોરી લીધો હતો. શેફર્ડે 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટિમ ડેવિડે 21 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા.
19 ઓવર સમાપ્ત: 19 ઓવરની રમત સમાપ્ત થઇ ગઇ છે. મુંબઇએ 5 વિકેટ ગુમાવી 202 રન બનાવી લીધા છે. ટીમ ડેવિડ તોફાની બેટિંગ કરી રહ્યો છે.
હાર્દિક આઉટ: મુંબઈ ઈન્ડિયન્સને 18મી ઓવરમાં 181ના સ્કોર પર પાંચમો ફટકો લાગ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા એનરિક નોર્કિયાના બોલ પર ફ્રેઝર મેકગર્કના હાથે કેચ આઉટ થયો હતો. તે 33 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રન બનાવી શક્યો હતો. 18 ઓવર પછી મુંબઈનો સ્કોર પાંચ વિકેટે 183 રન છે. હાલમાં ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડ ક્રિઝ પર છે.
17 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ 23 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 39 રન બનાવીને રમી રહ્યો છે. ખલીલ અહેમદની ઓવરના ચોથા બોલ પર ટિમ ડેવિડે સિક્સર ફટકારી હતી. જ્યારે હાર્દિકે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી.
16 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સે 150 રનનો આંકડો સ્પર્શી લીધો છે. ટીમે 16 ઓવર બાદ 4 વિકેટ ગુમાવી દીધી છે. હાર્દિક પંડ્યા 32 રન બનાવીને રમી રહ્યો છે. ટિમ ડેવિડ 13 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હીએ હવે પછીની કમાન ખલીલ અહેમદને સોંપી છે.
15 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સની રનની ગતિ ઘણી ધીમી થઈ ગઈ છે. ટીમે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા 27 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. ટિમ ડેવિડ 4 રન બનાવીને રમી રહ્યો છે. ઈશાંત શર્માની દિલ્હી માટે 2 ઓવર બાકી છે.રિચર્ડસનની પણ એક ઓવર બાકી છે.
14 ઓવર સમાપ્ત: 14 ઓવરની રમત પુરી થઇ ગઇ છે. મુંબઇએ 4 વિકેટ ગુમાવી 131 રન બનાવી લીધા છે. કેપ્ટન હાર્દિક 23 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. ટિમ ડેવિડ 2 રન બનાવીને ક્રિઝ પર છે. ઇશાંત શર્મા દિલ્હી માટે આગામી ઓવર ફેંકી રહ્યો છે.
તિલક આઉટ: મુંબઈ ઈન્ડિયન્સની હાલત ખરાબ લાગી રહી છે. ટીમ સારી શરૂઆત બાદ સતત વિકેટ ગુમાવી રહી છે. હવે તિલક વર્મા આઉટ થયો છે. ખલીલ અહેમદે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તિલક 6 રન બનાવીને આઉટ થયો હતો. ખલીલે આ ઇનિંગમાં પોતાની પ્રથમ વિકેટ લીધી છે. મુંબઈએ 4 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા છે.
12 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સે 12 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા 17 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. તિલક વર્મા 6 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હી માટે અક્ષર પટેલે સારી બોલિંગ કરી છે. તેણે 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ લીધી છે. નોર્કિયાએ 2 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ લીધી છે.
કિશન આઉટ: મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી. ઈશાન કિશન 23 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અક્ષર પટેલે ઈશાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ ઇનિંગમાં અક્ષરની આ બીજી વિકેટ હતી.
10મી ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. મુંબઈએ 2 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા છે. ઈશાન કિશન 21 બોલમાં 36 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે. 10 બોલમાં 14 રન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યા રમી રહ્યો છે. દિલ્હી વિકેટની શોધમાં છે.
9 ઓવર સમાપ્ત: 8મી ઓવરમાં 81 રનના સ્કોર પર મુંબઈને બીજો ઝટકો લાગ્યો હતો. સૂર્યકુમાર યાદવ ખાતું ખોલાવ્યા વિના કેચ આઉટ થયો હતો. નોર્કિયા તેને ફ્રેઝર મેકગર્કના હાથે કેચ કરાવ્યો હતો. આ સિઝનમાં સૂર્યકુમારની આ પ્રથમ મેચ હતી. આ પહેલા રોહિત 7મી ઓવરમાં 49 રન બનાવીને આઉટ થયો હતો. 9 ઓવર પછી મુંબઈનો સ્કોર બે વિકેટે 92 રન છે. હાલમાં હાર્દિક પંડ્યા 9 રન બનાવીને ક્રિઝ પર છે અને ઈશાન કિશન 28 રન બનાવીને ક્રિઝ પર છે.
8 ઓવર સમાપ્ત: મુંબઈની 2 વિકેટ પડી જતાં દિલ્હીએ રાહતનો શ્વાસ લીધો હતો. તેના બોલરોએ હાલમાં મેચમાં ધમાકેદાર વાપસી કરી છે. મુંબઈએ 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 84 રન બનાવી લીધા છે. ઈશાન કિશન 16 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 3 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હી તરફથી અક્ષર અને નોર્કિયાએ 1-1 વિકેટ લીધી છે.
સૂર્યકુમાર આઉટ: સૂર્યા લાંબા સમય પછી બેટિંગ કરવા આવ્યો અને શૂન્ય પર આઉટ થયો હતો. નોર્કિયાએ સૂર્યકુમાર યાદવને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ પડી. મુંબઈએ 7.3 ઓવરમાં 81 રન બનાવ્યા છે.
રોહિત આઉટ: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા આઉટ થયો છે. અક્ષર પટેલે જાદુ બતાવીને રોહિતને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રોહિત અડધી સદી ચૂકી ગયો. રોહિત 27 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો. મુંબઈએ 7 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા.
પાવર પ્લે સમાપ્ત: રોહિત શર્મા પોતાની અડધી સદીની નજીક પહોંચી ગયો છે. તેણે માત્ર 23 બોલમાં 49 રન બનાવ્યા છે. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી છે. ઈશાન કિશન 20 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈએ 6 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 75 રન બનાવી લીધા છે.
5 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 50 રનને પાર થઈ ગયો છે. ઈશાન કિશન અને રોહિત શર્મા વચ્ચે સારી ભાગીદારી છે. ટીમે 5 ઓવર પછી 60 રન બનાવી લીધા છે. રોહિત 18 બોલમાં 35 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. ઈશાન કિશન 19 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હીનો કોઈ બોલર આ જોડી તોડી શક્યો નથી.
4 ઓવર સમાપ્ત: રોહિત શર્માએ ચોથી ઓવરમાં સતત બે સિક્સર ફટકારી હતી. તે 14 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યો છે. ઈશાન કિશન 10 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈએ 4 ઓવર પછી કોઈપણ નુકસાન વિના 46 રન બનાવી લીધા છે.
3 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સે 3 ઓવર પછી 33 રન બનાવ્યા છે. ખલીલની આ ઓવર પણ મોંઘી હતી. તેણે ત્રીજી ઓવરમાં 12 રન આપ્યા હતા. રોહિત 10 રન અને ઈશાન 17 રન સાથે રમી રહ્યા છે. દિલ્હીએ બોલિંગ આક્રમણમાં ફેરફાર કર્યા છે. હવે જ્યે રિચર્ડસન આવી ગયો છે.
2 ઓવર સમાપ્ત: રોહિત શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે ઈશાન શર્માના પહેલા અને બીજા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે ઈશાંતે પહેલો બોલ વાઈડ ફેંક્યો હતો. આ ઓવર દિલ્હી માટે મોંઘી સાબિત થઈ હતી. ઈશાંતે 14 રન આપ્યા હતા. રોહિત 10 રન બનાવીને રમી રહ્યો છે. ઈશાન 5 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈએ 2 ઓવરમાં 21 રન બનાવ્યા છે.
1 ઓવર સમાપ્ત: મુંબઈએ સારી શરૂઆત કરી છે. ટીમે પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા હતા. ખલીલની ઓવરના પાંચમા બોલ પર ઈશાને ચોગ્ગો ફટકાર્યો હતો. તે 5 રન બનાવીને રમી રહ્યો છે. રોહિત શર્મા 2 રન બનાવીને રમી રહ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ્સ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ બેટિંગ માટે ક્રિઝ પર હાજર છે. આ બંને પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ટીમને સારી શરૂઆત અપાવવામાં સફળ રહેશે. દિલ્હી તરફથી ખલીલ અહેમદ પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે.
હેડ ટુ હેડ રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ IPLમાં અત્યાર સુધી બંને ટીમો 33 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે 18 મેચ જીતી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે 15 મેચ જીતીછે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરીને 11 અને લક્ષ્યનો પીછો કરતી વખતે 7 મેચ જીતી છે. જ્યારે દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતી વખતે 5 અને રનનો પીછો કરતી વખતે 10 મેચ જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં 9 વખત ટક્કર થઈ છે. આ સમયગાળા દરમિયાન, MIએ 6 મેચ જીતી છે અને DCએ 3 મેચ જીતી છે. મુંબઈએ તેના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી સામે રન ચેઝ કરીને પ્રથમ બેટિંગ કરીને 4 મેચ અને 2 મેચ જીતી છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે વાનખેડે સ્ટેડિયમમાં લક્ષ્યનો પીછો કરતા 1 મેચ પ્રથમ બેટિંગ કરીને 2 મેચ જીતી છે.
બંને ટીમોની પ્લેઈંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, ઈશાન કિશન (wk), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ
ઈમ્પેક્ટ પ્લેયર્સઃ આકાશ મધવાલ, ક્વેના મફાકા, નમન ધીર, નેહલ વઢેરા, શમ્સ મુલાની
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર, પૃથ્વી શો, અભિષેક પોરેલ, રિષભ પંત (w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, લલિત યાદવ, જ્યે રિચર્ડસન, એનરિક નોર્કિયા, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ
ઇમ્પેક્ટ પ્લેયર્સ: કુમાર કુશાગ્ર, યશ ધૂલ, ફ્રેઝર-મેકગર્ક, સુમિત કુમાર, પ્રવીણ દુબે










