- આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ
- પંજાબના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
- બંને ટીમો IPLમાં અત્યાર સુધી કુલ 31 વખત ટકરાઈ
મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 19.1 ઓવરમાં 183 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પંજાબ તરફથી આશુતોષ શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, આ ઇનિંગ કામ કરી શકી ન હતી. આશુતોષે 28 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે 7 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. શશાંક સિંહે 41 રન બનાવ્યા હતા. મુંબઈના બોલરોની વાત કરવામાં આવે તો બુમરાહ અને કોએત્ઝીએ 3-3 સફળતા હાંસલ કરી હતી. જ્યારે હાર્દિક, મધવાલ અને ગોપાલને એક-એક વિકેટ મળી હતી. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 78 રનની ઇનિંગ રમી હતી. તેણે 53 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્માએ અણનમ 34 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 36 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન પંજાબ તરફથી બોલિંગ કરતા હર્ષલ પટેલે 3 વિકેટ ઝડપી હતી. સેમ કુરનને 2 વિકેટ મળી હતી.
પંજાબની ઈનિંગ
19 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સને જીતવા માટે 12 બોલમાં 23 રનની જરૂર છે. ટીમે 18 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા છે. હરપ્રીત 17 રન બનાવીને અને હર્ષલ પટેલ 1 રન બનાવીને રમી રહ્યો છે.
આશુતોષ આઉટ: આશુતોષ શર્મા શાનદાર ઇનિંગ બાદ આઉટ થયો હતો. તેણે 28 બોલમાં 61 રન બનાવ્યા હતા. કોએત્ઝીએ આશુતોષને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. પંજાબે 8 વિકેટ ગુમાવી દીધી છે.
17 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સને જીતવા માટે 18 બોલમાં 25 રનની જરૂર છે. ટીમે 17 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા છે. આશુતોષ 61 રન બનાવીને રમી રહ્યો છે. હરપ્રીત 17 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 17મી ઓવર ફેંકી હતી. તેણે આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા.
આશુતોષની ફિફ્ટી: પંજાબ કિંગ્સ તરફથી આશુતોષ શર્માએ તોફાની ફિફ્ટી ફટકારી. તેણે આકાશ માધવાલની ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી. આશુતોષ 25 બોલમાં 59 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 7 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા છે. હરપ્રીત બ્રાર 11 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે 16 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 24 બોલમાં 28 રનની જરૂર છે.
15 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સ માટે આશુતોષ શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે 21 બોલમાં 47 રન બનાવ્યા છે. આશુતોષે 5 સિક્સ અને 2 ફોર ફટકારી છે. હરપ્રીત બ્રાર 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે 15 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 52 રનની જરૂર છે.
13 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સે 13 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા હતા. આશુતોષ શર્મા 15 બોલમાં 36 રન બનાવીને રમી રહ્યો છે. હરપ્રીત 1 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબને જીતવા માટે 42 બોલમાં 73 રનની જરૂર છે. મુંબઈ તરફથી બોલિંગ કરતી વખતે બુમરાહે 3 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી.
શશાંક સિંહ આઉટ: પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. શશાંક સિંહ સારી ઇનિંગ બાદ આઉટ થયો હતો. શશાંક 25 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જસપ્રીત બુમરાહે શશાંકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હવે હરપ્રીત બ્રાર પંજાબ તરફથી બેટિંગ કરવા આવ્યો છે.
11 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સે 100 રનનો આંકડો સ્પર્શી લીધો છે. ટીમે 11 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 100 રન બનાવ્યા છે. હવે તેને જીતવા માટે 93 રનની જરૂર છે. શશાંક અને આશુતોષ સારી બેટિંગ કરી રહ્યા છે. શશાંક 38 રન બનાવીને રમી રહ્યો છે. આશુતોષ 21 રન બનાવીને રમી રહ્યો છે.
10 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સે 10 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 87 રન બનાવ્યા છે. શશાંક સિંહ 20 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યો છે. આશુતોષ 9 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબને જીતવા માટે 60 બોલમાં 106 રનની જરૂર છે.
જીતેશ શર્મા આઉટ: પંજાબ કિંગ્સની વધુ એક વિકેટ પડી. જીતેશ શર્મા 9 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. આકાશ મધવાલે જીતેશને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પંજાબે 9.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા હતા.
8 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સે 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા હતા. શશાંક સિંહ 14 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. જીતેશ શર્મા 7 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈ માટે હાર્દિક પંડ્યાએ આ ઓવર કરી હતી. તેણે 10 રન આપ્યા હતા. પંડ્યાએ ઓવરમાં ત્રણ વાઈડ બોલ ફેંક્યા હતા.
હરપ્રીત ભાટિયા આઉટ: પંજાબ કિંગ્સને પાંચમો ફટકો પડ્યો છે. હરપ્રીત ભાટિયા 15 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 સિક્સર ફટકારી હતી. શ્રેયસ ગોપાલે હરપ્રીતને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. પંજાબે 6.5 ઓવરમાં 49 રન બનાવ્યા છે.
6 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સની ઈનિંગની 6 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે 4 વિકેટ ગુમાવીને 40 રન બનાવી લીધા છે. તેને જીતવા માટે 153 રનની જરૂર છે. શશાંક 12 રન બનાવીને રમી રહ્યો છે. હરપ્રીત પણ 12 રન બનાવીને રમી રહ્યો છે.
5 ઓવર સમાપ્ત: મુંબઈ તરફથી આકાશ માધવાલે પાંચમી ઓવર નાખી હતી. આ ઓવરમાં તેણે 11 રન આપ્યા હતા.શશાંક સિંહ 11 રન અને હરપ્રીત સિંહ ભાટિયા 12 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 25 રનની ભાગીદારી થઈ હતી. પંજાબે 5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 39 રન બનાવ્યા છે.
4 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સના બોલરો અત્યારે પંજાબ પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવી રહ્યા છે. પંજાબે 4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 28 રન બનાવી લીધા છે. શશાંક સિંહ 6 રન બનાવીને રમી રહ્યો છે. હરપ્રીત પણ 6 રન બનાવીને રમી રહ્યો છે. બુમરાહ અને કોએત્ઝીએ મુંબઈને 2-2 વિકેટ ઝડપી છે.
લિવિંગસ્ટોન આઉટ: પંજાબનો ટોપ ઓર્ડર અત્યાર સુધી કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. ટીમને ચોથો લાગ્યો હતો. ગેરાલ્ડ કોએત્ઝીએ 14 રનના સ્કોર પર લિયામ લિવિંગસ્ટોનને આઉટ કર્યો હતો. તે માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
સેમ કરન આઉટ: જસપ્રીત બુમરાહે પંજાબને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે કેપ્ટન સેમ કરનને પેવેલિયન મોકલ્યો હતો. તેણે ઇનિંગની બીજી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. કેપ્ટન માત્ર 6 રન બનાવી શક્યો હતો.
રિલે રૂસો આઉટ: જસપ્રીત બુમરાહે ઇનિંગની બીજી ઓવરમાં પંજાબને બીજો ઝટકો આપ્યો હતો. તેણે રિલે રૂસોને બોલ્ડ કર્યો હતો. પોતાની પ્રથમ મેચ રમી રહેલા બેટ્સમેન માત્ર એક રન બનાવી શક્યો હતા. લિયામ લિવિંગસ્ટોન ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.
પ્રભસિમરન આઉટ: સેમ કરને ગેરાલ્ડ કોએત્ઝીના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પ્રભસિમરન સિંહ તેના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. સેમ કુરન હાલમાં 5 રન અને રિલે રૂસો 1 રન બનાવીને ક્રિઝ પર છે.
પંજાબ કિંગ્સ માટે કેપ્ટન સેમ કરન અને પ્રભસિમરન સિંહ ઓપનિંગ કરવા આવ્યા છે. મુંબઈ તરફથી પ્રથમ ઓવરની શરૂઆત ગેરાલ્ડ કોએત્ઝીએ કરી હતી.
મુંબઈની ઈનિંગ:
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 53 બોલમાં 78 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ 36 રન બનાવ્યા હતા. તિલક વર્મા 34 રન બનાવીને અણનમ રહ્યો હતો. પંજાબ કિંગ્સ તરફથી હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી. સેમ કરનને 2 વિકેટ મળી હતી. કગીસો રબાડાને એક સફળતા મળી હતી.
રોમારિયો શેફર્ડ આઉટ: મુંબઈ ઈન્ડિયન્સની છઠ્ઠી વિકેટ પડી. રોમારિયો શેફર્ડ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મુંબઈએ 19.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા છે.
ટિમ ડેવિડ આઉટ: મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી વિકેટ પડી. ટિમ ડેવિડ 7 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મુંબઈએ 19.1 ઓવરમાં 190 રન બનાવ્યા છે.
19 ઓવર સમાપ્ત: મુંબઈ તરફથી પંડ્યાના આઉટ થયા બાદ ટિમ ડેવિડ બેટિંગ કરવા આવ્યો હતો. તેણે આવતાની સાથે જ કમાલ કરી હતી. ટિમ ડેવિડ 5 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 ફોર અને 1 સિક્સર ફટકારી છે. તિલક વર્મા 17 બોલમાં 33 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈએ 19 ઓવરમાં 185 રન બનાવ્યા છે.
હાર્દિક પંડ્યા આઉટ: મુંબઈ ઈન્ડિયન્સની ચોથી વિકેટ પડી. હાર્દિક પંડ્યા 6 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મુંબઈએ 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા છે. તિલક વર્મા 16 બોલમાં 32 રન બનાવીને રમી રહ્યો છે.
સૂર્યકુમાર આઉટ: પંજાબ કિંગ્સે મુંબઈને મોટો ઝટકો આપ્યો છે. સૂર્યકુમાર યાદવ 78 રન બનાવીને આઉટ થયો હતો. 53 બોલનો સામનો કરીને તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. સેમ કરને સૂર્યાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. મુંબઈએ 16.4 ઓવરમાં 150 રન બનાવી લીધા છે.
16 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સે 16 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ 51 બોલમાં 78 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. તિલક વર્મા 23 રન બનાવીને રમી રહ્યો છે. સૂર્યા અને તિલક વચ્ચે 49 રનની ભાગીદારી થઈ છે.
15 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 15 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે 2 વિકેટ ગુમાવીને 125 રન બનાવી લીધા છે. સૂર્યકુમાર યાદવ 47 બોલમાં 63 રન બનાવીને રમી રહ્યો છે. તિલક વર્મા 10 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે.
13 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 રનને પાર થઈ ગયો છે. ટીમે 13 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ 41 બોલમાં 59 રન બનાવીને રમી રહ્યો છે. તિલક વર્મા 5 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબ તરફથી સેમ કરન અને કાગીસો રબાડાએ 1-1 વિકેટ લીધી હતી.
રોહિત આઉટ: પંજાબના કપ્તાન સેમ કરને મજબૂત પાર્ટનરશિપને તોડી હતી. સેમ કરને રોહિત શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રોહિત 25 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. નવા બેટ્સમેન તરીકે તિલક વર્મા ક્રિઝ પર આવ્યો છે. મુંબઈનો સ્કોર 12 ઓવર બાદ 2 વિકેટના નુકસાને 101 રન છે.
સૂર્યાની ફિફ્ટી: સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી હતી, સૂર્યાએ 34 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી ફિફ્ટી પૂર્ણ કરી હતી. 11 ઓવર બાદ ુમુંબઈનો સ્કોર 1 વિકેટે 96 રન છે. રોહિત શર્મા 23 બોલમાં 36 અને સૂર્યા 35 બોલમાં 51 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.
10 ઓવર સમાપ્ત: લિયાન લિવિંગસ્ટોનની ઓવરમાં સૂર્યાએ ઓવર કવર પર છગ્ગો ફટકાર્યો હતો. મુંબઈનો સ્કોર 1 વિકેટે 86 રન છે.
9 ઓવર સમાપ્ત: 9મી ઓવરમાં હરપ્રીત બ્રારએ 9 રન આપ્યા હતા. રોહિત અને સૂર્યા વચ્ચે 41 બોલમાં 59 રનની પાર્ટનરશિપ થઈ હતી. રોહિત શર્મા 18 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 28 રન અને સૂર્યા 28 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 41 રન બનાવીને ક્રિઝ પર છે. મુંબઈનો સ્કોર 1 વિકેટે 77 રન છે.
8 ઓવર સમાપ્ત: કપ્તાને વિકેટની તલાશમાં કગીસો રબાડાને ઓવર સોંપી હતી. ઓવરના પાંચમાં બોલ પર સૂર્યાએ જોરદાર છગ્ગો ફટકાર્યો હતો. સૂર્યા 23 બોલમાં 33 અને રોહિત 17 બોલમાં 27 રન બનાવીનેં ક્રિઝ પર છે.
7 ઓવર સમાપ્ત: પંજાબ તરફથી 7મી ઓવર નાખવા માટે હરપ્રીત બ્રાર આવ્યો હતો. હરપ્રીતે માત્ર 4 રન આપ્યા હતા. મુંબઈનો સ્કોર 1 વિકેટે 58 રન છે.
6 ઓવર સમાપ્ત: પાવર પ્લનેના અંતે મુંબઈએ 1 વિકેટના નુકસાને 54 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 13 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 24 રન અને સૂર્યા 15 બોલમાં 5 ફોરની મદદથી 22 રન બનાવીને ક્રિઝ પર છે. પાવર પ્લેમાં પંજાબ તરફથી કગીલો રબાડાએ એક સફળતા હાંસલ કરી હતી.
5 ઓવર સમાપ્ત: હર્ષલ પટેલે આ ઓવરમાં 7 રન આપ્યા હતા. રોહિત શર્મા 12 બોલમાં 18 રન અને સૂર્યા કુમાર યાદવ 10 બોલમાં 17 રન બનાવીને ક્રિઝ પર છે. મુંબઈનો સ્કોર 1 વિકેટના નુકસાને 43 રન છે.
4 ઓવર સમાપ્ત: વિકેટ ગુમાવ્યા બાદ પણ રોહિત શર્મા અને સૂર્યાએ તાબડતોડ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. મુંબઈનો સ્કોર 1 વિકેટના નુકસાને 36 રન છે.
ઈશાન કિશન આઉટ: કગીસો રબાડાએ ઈશાન કિશનને આઉટ કર્યો હતો. ઈશાન આ બોલને સમજી શક્યો ન હતો અને મોટો શોટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. હરપ્રીત બ્રારે આસાન કેચ લીધો હતો. ઈશાન 8 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. મુંબઈએ 2.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 18 રન બનાવી લીધા છે.
2 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સે ઇનિંગની બીજી ઓવર અર્શદીપ સિંહને આપી હતી. આ ઓવરમાં તેણે 11 રન આપ્યા હતા. રોહિત અને ઈશાને એક-એક ફોર ફટકારી હતી. રોહિત 5 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. ઈશાન કિશન 7 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે.
1 ઓવર સમાપ્ત: મુંબઈએ પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા હતા. રોહિતે ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તે 2 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે. ઈશાન કિશન 4 બોલમાં 2 રન બનાવીને રમી રહ્યો છે. રોહિત તેની IPL કરિયરની 250મી મેચ રમી રહ્યો છે.
પંજાબ કિંગ્સે ટોસ જીત્યો
પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. શિખર ધવન આ મેચ રમી રહ્યો નથી.
પિચ રિપોર્ટ
મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચોના પ્રારંભિક તબક્કામાં ફાસ્ટ બોલરોને મદદ મળે છે. પરંતુ બીજા દાવમાં ભેજ આવે છે, જે પિચ બેટિંગ અનુકુળ બને છે. પંજાબે આ મેદાન પર પ્રથમ મેચમાં 175 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. પરંતુ પંજાબ કિંગ્સે આગામી બે મેચમાં હૈદરાબાદ અને રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં રનચેઝ કરનારી ટીમોને ફાયદો થાય છે. એટલે કે ટોસ જીતીને કેપ્ટન બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, ઈશાન કિશન (wk), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, જસપ્રિત બુમરાહ.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: આકાશ મધવાલ, નુવાન તુશારા, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, નમન ધીર
પંજાબ કિંગ્સ: રિલી રુસો, પ્રભસિમરન સિંહ, સેમ કરન (c), જીતેશ શર્મા (wk), લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ
ઈમ્પેક્ટ પ્લેયર્સ: રાહુલ ચહર, વિધ્વ્થ કવિરપ્પા, હરપ્રીત ભાટિયા, શિવમ સિંહ, ઋષિ ધવન










