- મુંબઈ ઈન્ડિન્સ અને RCB વચ્ચે રમાશે મેચ
- આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે
- બંને ટીમો IPLમાં કુલ 32 વખત ટકરાઈ છે
IPL 2024ની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. MI આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે. ટીમે 1 મેચ જીતી છે અને 3 મેચ હારી છે. RCBએ IPL 2024માં 5 મેચ રમી છે. તેઓએ 1 મેચ જીતી છે અને 4 મેચ હારી છે.
વાનખેડે પિચ રિપોર્ટ
વાનખેડે સ્ટેડિયમ બેટિંગ માટે ઉત્તમ છે. સમગ્ર મેચ દરમિયાન પીચ બેટ્સમેનો માટે અનુકૂળ રહે છે અને બાઉન્ડ્રી લાઈન પણ ટૂંકી હોય છે, જેના કારણે આ મેચમાં ફોર અને સિકસરનો વરસાદ જોવા મળી શકે છે. ઉપરાંત, ભેજના કારણે લક્ષ્યનો પીછો કરવો આસાન હોય છે. તેથી, જે પણ ટોસ જીતશે તે કદાચ પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કરશે.
હેડ ટુ હેડ રેકોર્ડ
IPLમાં, બંને ટીમો કુલ 32 મેચોમાં સામસામે આવી છે, જેમાંથી MIએ 18 મેચ જીતી છે અને RCBએ 14 મેચ જીતી છે. IPL 2023માં બંને ટીમોએ એકબીજા સામે 1-1 મેચ જીતી હતી. બંને ટીમો વચ્ચેની મેચમાં સૌથી વધુ ટીમ સ્કોર RCBના નામે 235 રન છે. ટીમના સૌથી ઓછા સ્કોર વિશે વાત કરીએ તો તે MIના નામે 111 રન છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, રીસ ટોપલી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.
ઈમ્પેક્ટ પ્લેયર્સઃ સૌરવ ચૌહાણ, મહિપાલ લોમરોર, હિમાંશુ શર્મા, વિજયકુમાર વિશાક, સ્વપ્નિલ સિંહ.
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, ઈશાન કિશન (wk), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: આકાશ માધવાલ, ક્વેના માફકા, નમન ધીર, નેહલ વાઢેરા, શમ્સ મુલાણી.