• પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
  • મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં મેચ
  • IPLમાં અત્યાર સુધી બંને ટીમો 26 વખત ટકરાઈ

રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું છે. તેણે રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 147 રન બનાવ્યા હતા. આ દરમિયાન આશુતોષ શર્માએ 16 બોલમાં 31 રન બનાવ્યા હતા. તેણે 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. લિવિંગસ્ટોને 21 રન બનાવ્યા હતા. જીતેશ શર્માએ 24 બોલમાં 29 રન બનાવ્યા હતા. અથર્વ અને બેયરસ્ટો 15-15 રન બનાવીને આઉટ થયા હતા. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવેશ ખાન અને કેશવ મહારાજે 2-2 વિકેટ લીધી હતી. બોલ્ટ, સેન અને ચહલને એક-એક વિકેટ મળી હતી.

પંજાબે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. તેના માટે હેટમાયરે 10 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેણે 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. રિયાન પરાગે 23 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 18 રનની ઇનિંગ રમી હતી. યશસ્વીએ 39 રન બનાવ્યા હતા. તનુષ કોટિયને 24 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી બોલિંગ કરતી વખતે રબાડા અને કરણે બે-બે વિકેટ લીધી હતી. અર્શદીપ, લિવિંગસ્ટોન અને હર્ષલે 1-1 વિકેટ લીધી હતી.

રાજસ્થાનની ઈનિંગ

19 ઓવર સમાપ્ત: રાજસ્થાનનો સ્કોર 7 વિકેટના નુકસાને 138 રન છે. ટીમને જીત માટે 6 બોલમાં 10 રનની જરૂર છે.

રોવમેન પોવેલ આઉટ: સેમ કરને રોવમેન પોવેલને પેવેલિયન ભેગો કર્યો હતો. રોવમેન પોવેલ 5 બોલમાં 2 ફોરની મદદથી 11 રન બનાવીને આઉટ થયો હતો. કેશવ મહારાજ અને હેટમાયર ક્રિઝ પર છે.

18 ઓવર સમાપ્ત: રાજસ્થાનનો સ્કોર 5 વિકેટના નુકસાને 128 રન છે. ટીમને જીત માટે 12 બોલમાં 20 રનની જરૂર છે. હેટમાયર અને પોવેલ ક્રિઝ પર છે.

ધ્રુવ જુરેલ  આઉટ: રાજસ્થાનની પાંચમી વિકેટ પડી. ધ્રુવ જુરેલ 6 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ધ્રુવ શશાંક સિંહના હાથે કેચ આઉટ થયો હતો. 

રિયાન પરાગ આઉટ: રાજસ્થાન રોયલ્સને ચોથો ઝટકો લાગ્યો છે. અર્શદીપ સિંહે રિયાન પરાગને પોતાનો શિકાર બનાવ્યો હતો. રિયાન 18 બોલમાં 1 ફોર અને 1 સિકસની મદદથી 18 રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાનને જીત માટે 20 બોલમાં 35 રનની જરૂર છે.

16 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. ટીમને જીતવા માટે 24 બોલમાં 43 રનની જરૂર છે. રાજસ્થાને 16 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા છે. રિયાન પરાગ 15 રન બનાવીને રમી રહ્યો છે. ધ્રુવ 6 રન બનાવીને રમી રહ્યો છે.

15 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. તેમને જીતવા માટે 30 બોલમાં 49 રનની જરૂર છે. રિયાન 12 રન બનાવીને રમી રહ્યો છે. ધ્રુવ જુરેલ 3 રન બનાવીને રમી રહ્યો છે. 

સંજુ આઉટ: રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો પડ્યો છે. કેપ્ટન સંજુ સેમસન 14 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. રબાડાએ સંજુને શિકાર બનાવ્યો હતો. હવે જુરેલ બેટિંગ કરવા આવ્યો છે. રાજસ્થાનને જીતવા માટે 59 રનની જરૂર છે. તેણે 3 વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા છે.

13 ઓવર સમાપ્ત: રાજસ્થાનનો સ્કોર 2 વિકેટના નુકસાને 88 રન છે. સંજુ સેમસન 13 બોલમાં 18 અને રિયાન પરાગ 6 બોલમાં 4 રન બનાવીને ક્રિઝ પર છે.

જયસ્વાલ આઉટ: કગીસો રબાડાએ પંજાબને બેક થ્રુ અપાવ્યું છે. યશસ્વી જયસ્વાલ મોટો શોટ રમવા જતા હર્ષલ પટેલના હાથે કેચ આઉટ થયો હતો. જયસ્વાલ 28 બોલમાં 4 ફોરની મદદથી 39 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં સંજુ સેમસન અને રિયાન પરાગ ક્રિઝ પર છે.

11 ઓવર સમાપ્ત: રાજસ્થાનના કપ્તાન સંજુ સેમસને ગિયર્સ બદલ્યો છે. આ ઓવરમાં સંજુએ એક ફોર અને એક સિકસર ફટકારી હતી. ટીમને જીત માટે 54 બોલમાં 69 રનની જરૂર છે.

10 ઓવર સમાપ્ત: 10 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર એક વિકેટના નુકસાને 66 રન છે. ટીમને જીતવા માટે 60 બોલમાં 82 રનની જરૂર છે.

9 ઓવર સમાપ્ત: રાજસ્થાને 9 ઓવર બાદ એક વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે. જયસ્વાલ 30 રન અને સંજુ સેમસન1 રન બનાવીને ક્રિઝ પર છે.

કોટીયન આઉટ: લિવિંગસ્ટોને મજબૂત ઓપનિંગ પાર્ટનરશિપને તોડીને પંજાબને પ્રથમ સફળતા અપાવી છે. લિવિંગસ્ટોને કોટીયનને બોલ્ડ આઉટ કર્યો હતો. કોટીયન 31 બોલમાં 3 ફોરની મદદથી 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં રાજસ્થાન તરફથી જયસ્વાલ અને સંજુ સેમસન ક્રિઝ પર છે.

8 ઓવર સમાપ્ત: રાજસ્થાનને જયસ્વાલ- કોટીયને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ઓપનર વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ છે. આ ઓવરમાં હર્ષલ પટેલે કોટીયનનો કેચ છોડ્યો હતો. જયસ્વાલ 19 બોલમાં 29 અને કોટીયન 29 બોલમાં 24 રન બનાવીને ક્રિઝ પર છે.

7 ઓવર સમાપ્ત: પંજાબ તરફથી 7મી ઓવર લિવિંગસ્ટોન નાંખી હતી. આ ઓવરમાં માત્ર 6 રન આવ્યા હતા. રાજસ્થાનનો સ્કોર વિના વિકેટે 49 રન છે.

6 ઓવર સમાપ્ત: પાવર પ્લેના અંતે રાજસ્થાને કોઈપણ નુકસાન વિના 43 રન બનાવ્યા છે. જયસ્વાલ 16 બોલમાં 23 રન અને કોટીયન 20 બોલમાં 18 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. પંજાબના બોલરો વિકેટની શોધમાં છે.

5 ઓવર સમાપ્ત: પંજાબ તરફથી પાંચમી ઓવર કપ્તાન સેમ કરને નાખી હતી. આ ઓવરમાં કપ્તાને 7 રન આપ્યા હતા.

4 ઓવર સમાપ્ત: અર્શદીપ સિંહે ચોથી ઓવરમાં 13 રન આપ્યા હતા. આ ઓવરમાં કોટીયન- જયસ્વાલે એક-એક ફોર ફટકારી હતી. રાજસ્થાનનો સ્કોર વિના વિકેટે 29 રન છે.

3 ઓવર સમાપ્ત: રાજસ્થાને 3 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 16 રન બનાવી લીધા છે. યશસ્વી 8 રન બનાવીને રમી રહ્યો છે. તનુષ 7 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબ કિંગ્સે ફરી એકવાર અર્શદીપ સિંહને ઓવર સોંપી છે.

2 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સે 2 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 14 રન બનાવી લીધા છે. તનુષ કોટિયન 6 રન બનાવીને રમી રહ્યો છે. યશસ્વી જયસ્વાલ 3 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે. 

1 ઓવર સમાપ્ત: રાજસ્થાને પ્રથમ ઓવરમાં 9 રન બનાવ્યા હતા. યશસ્વી 3 રન બનાવીને રમી રહ્યો છે. તનુષ એક ફોરની મદદથી 5 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે બીજી ઓવર કાગીસો રબાડાને આપી છે.

પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને ડેબ્યૂ કરી રહેલા તનુષ કોટીયન ઓપનિંગ કરવા આવ્યા છે. પંજાબ તરફથી પ્રથમ ઓવરની શરૂઆત અર્શદીપ સિંહે કરી હતી.

પંજાબની ઈનિંગ

પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ તરફથી આશુતોષ શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 16 બોલમાં 31 રન બનાવ્યા હતા. આશુતોષની આ ઇનિંગમાં 3 સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. જીતેશ શર્માએ 24 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેણે 2 સિક્સ અને એક ફોર ફટકારી હતી. પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર અથર્વ તાયડે 15 રન બનાવીને આઉટ થયો હતો. બેયરસ્ટો પણ 15 રન બનાવીને આઉટ થયો હતો. પ્રભસિમરન સિંહે 10 રન બનાવ્યા હતા. કેપ્ટન સેમ કરન 6 રન બનાવીને આઉટ થયો હતો.

રાજસ્થાન તરફથી બોલિંગ કરતી વખતે કેશવ મહારાજ અને આવેશ ખાને 2-2 વિકેટ ઝડપી હતી. મહારાજે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટ અને કુલદીપ સેને એક-એક વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલને પણ એક સફળતા મળી હતી.

19 ઓવર સમાપ્ત: આશુતોષ શર્માએ ગિયર્સ બદલ્યો છે. તેણે 19મી ઓવરમાં બે સિક્સર ફટકારી હતી. આશુતોષ 11 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા છે. હરપ્રીત બ્રાર 2 રન બનાવીને રમી રહ્યો છે.

લિવિંગસ્ટોન આઉટ: પંજાબ કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. લિવિંગસ્ટોન 14 બોલમાં 21 રન બનાવીને રન આઉટ થયો હતો. પંજાબે 18 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 123 રન બનાવી લીધા છે. હરપ્રીત બ્રાર 1 રન બનાવીને રમી રહ્યો છે. આશુતોષ શર્મા 9 રન બનાવીને રમી રહ્યો છે.

જીતેશ શર્મા આઉટ: પંજાબ કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. જીતેશ શર્માને આવેશ ખાને પોતાનો શિકાર બનાવ્યો હતો. જીતેશ 24 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. હવે આશુતોષ શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરવા આવ્યો છે. પંજાબે 16.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા છે.

ટીમનો સ્કોર 100 રનને પાર

પંજાબ કિંગ્સનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. જીતેશ અને લિવિંગસ્ટોને ગિયર્સ બદલ્યો છે. જીતેશ 23 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 1 ફોર અને 2 સિક્સર ફટકારી છે. લિવિંગસ્ટોન 9 બોલમાં 14 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી છે.

15 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 86 રન બનાવ્યા છે. જીતેશે યુઝવેન્દ્ર ચહલના બોલ પર સિક્સર ફટકારી હતી. તે 21 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે. લિવિંગસ્ટોન 4 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાને હવે પછીની ઓવર કુલદીપ સેનને સોંપી છે.

14 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સના ખેલાડીઓ ઘણો સંઘર્ષ કરી રહ્યા છે. જીતેશ શર્મા 17 બોલમાં 13 રન અને લિવિંગસ્ટોન 2 રન બનાવીને રમી રહ્યો છે. ટીમે 14 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે.

શશાંક સિંહ આઉટ: પંજાબ કિંગ્સની પાંચમી વિકેટ શશાંક સિંહના રૂપમાં પડી છે. કુલદિપ સેનના બોલ પર મોટો શોટ રમવા જતાં ધ્રુલ જુરેલના હાથે કેચ આઉટ થયો હતો. શશાંક 9 રન બનાવીને આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોન અને જીતેશ શર્મા ક્રિઝ પર છે. 

12 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સે 12 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 70 રન બનાવી લીધા છે. શશાંક 9 રન સાથે રમી રહ્યો છે જ્યારે જીતેશે 10 રન બનાવ્યા છે.

સેમ કરન આઉટ: કેપ્ટન સેમ કરન માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. કેશવ મહારાજે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પંજાબે 9.5 ઓવરમાં 53 રન બનાવીને 4 વિકેટ ગુમાવી દીધી છે. જીતેશ શર્મા 2 રન બનાવીને રમી રહ્યો છે. શશાંક સિંહ 1 રન બનાવીને ક્રિઝ પર છે.

9 ઓવર સમાપ્ત: પંજાબે 50 રનનો આંકડો પાર કરી લીધો છે. ટીમે 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. સેમ કરન 8 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે. જીતેશ શર્મા 1 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાન તરફથી આવેશ ખાન, કેશવ મહારાજ અને ચહલે 1-1 વિકેટ લીધી છે.

જોની બેરેસ્ટો આઉટ: પંજાબ કિંગ્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. કેશવ મહારાજે જોની બેરેસ્ટોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બેરેસ્ટો 19 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં પંજાબ તરફથી સેમ કરન અને જીતેશ શર્મા ક્રિઝ પર છે.

પ્રભસિમરન સિંહ આઉટ: યુઝવેન્દ્ર ચહલે તેની પ્રથમ ઓવરમાં પ્રભસિમરન સિંહને પોતાનો શિકાર બનાવ્યો હતો. પ્રભસિમરન સિંહ વાઈડ લોંગ ઓન પર મોટો શોટ રમવા જતા ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ થયો હતો. પ્રભસિમરન સિંહ 15 બોલમાં 1 ફોરની મદદથી માત્ર 12 રન બનાવી પેવેલિયન પરક ફર્યો હતો. હાલમાં જોની બેરેસ્ટો અને કપ્તાન સેમ કરન ક્રિઝ પર છે. 

6 ઓવર સમાપ્ત:પાવર પ્લેના અંતે પંજાબનો સ્કોર 1 વિકેટના નુકસાને 33 રન છે. જોની બેરેસ્ટો 12 બોલમાં 11 રન અને પ્રભસિમરન સિંહ 12 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યો છે. આવેશ ખાને 2 ઓવરમાં 9 રન આપીને 1 સફળતા હાંસલ કરી છે.

5 ઓવર સમાપ્ત: ટ્રેન્ટ બોલ્ટે ચુસ્ત બોલિંગ કરીને ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા. પંજાબનો સ્કોર 1 વિકેટના નુકસાને31 રન છે. હાલમાં પંજાબ તરફથી જોની બેરેસ્ટો અને પ્રભસિમરન સિંહ ક્રિઝ પર છે.

અથર્વ તાયડે આઉટ: આવેશ ખાને પંજાબને પ્રથમ ઝટકો આપ્યો હતો. અથર્વ તાયડે 12 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરના ચોથા બોલ પર કુલદીપ સેનના હાથે કેચ આઉટ થયો હતો.

3 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સે 3 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 26 રન બનાવ્યા હતા. બેયરસ્ટો 7 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે. તેણે ચોગ્ગો ફટકાર્યો છે. અથર્વ તાયડે 11 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા છે. રાજસ્થાન માટે બોલ્ટે સારી બોલિંગ કરી હતી. તેણે 2 ઓવરમાં માત્ર 13 રન આપ્યા છે.

2 ઓવર સમાપ્ત: કુલદીપ સેને આ ઓવરમાં 13 રન આપ્યા હતા. આ ઓવરમાં અથર્વ તાયડેએ સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. પંજાબનો સ્કોર વિના વિકેટે 17 રન છે.

1 ઓવર સમાપ્ત: ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ ઓવરમાં 3 રન આપ્યા હતા.

પંજાબ કિંગ્સ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી છે. પંજાબ તરફથી જોની બેરેસ્ટો અને અથર્વ તાયડે ઓપનિંગ કરવા ક્રિઝ પર આવ્યા છે. રાજસ્થાન તરફથી પ્રથમ ઓવરની શરૂઆત ટ્રેન્ટ બોલ્ટે કરી હતી.

રાજસ્થાને ટોસ જીત્યો 

આજે IPL 2024ની 27મી મેચ પંજાબ અને રાજસ્થાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં સંજુ સેમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન તરફથી જોસ બટલર અને રવિચંદ્રન અશ્વિન ઈજાના કારણે આ મેચ રમી રહ્યા નથી. આવી સ્થિતિમાં રોવમેન પોવેલ અને તનુષ કોટિયનને તક મળી છે. તનુષ કોટિયનની આ ડેબ્યુ મેચ છે. બીજી તરફ પંજાબનો નિયમિત કેપ્ટન શિખર ધવન ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં સેમ કરન પંજાબની કમાન સંભાળી રહ્યા છે. જ્યારે જીતેશ શર્માને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ધવનના સ્થાને અથર્વ તાયડેને તક મળી છે.

પિચ રિપોર્ટ

જો આપણે પંજાબના મહારાજા યાદવિંદર સિંહ સ્ટેડિયમની પિચમાં ઉછાળ અને સ્વિંગ જોવા મળે છે. એટલે કે આ પિચ પર સ્પિનરો કરતા ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળે છે. આ મેદાન પર ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ પસંદ કરે છે, જેથી ભેજનો ફાયદો ઉઠાવી શકાય. આ મેદાન પર 2 IPL મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 174 રન બનાવ્યા હતા. ત્યારબાદ પંજાબે સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. જ્યારે બીજી મેચમાં હૈદરાબાદે 182 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સ 180 રન બનાવી શકી હતી.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

પંજાબ કિંગ્સ: જોની બેરસ્ટો, અથર્વ તાયડે, પ્રભસિમરન સિંઘ, સેમ કરન(C), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા(wk), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, કગીસો રબાડા.

ઈમ્પેક્ટ પ્લેયર: રાહુલ ચહર, આશુતોષ શર્મા, વિધ્વ્થ કવિરપ્પા, હરપ્રીત સિંહ ભાટિયા, નાથન એલિસ

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન(w/c), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, તનુષ કોટિયન, કેશવ મહારાજ, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ પ્લેયરઃ યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, શુભમ દુબે, નવદીપ સૈની, આબિદ મુશ્તાક

  • Follow us on: