- IPL 2024 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સમાં આંતરિક ફૂટના અહેવાલ હતા
- હાર્દિક-રોહિતના સંબંધો સુધારવામાં દ્રવિડ અને કોહલીની મહત્ત્વની ભૂમિકા
- T20 વર્લ્ડકપની નેટ પ્રેક્ટિસમાં સાથે નહોતા દેખાયા રોહિત-હાર્દિક
IPL 2024 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સમાં આંતરિક ફૂટના સમાચાર વહેતા થયા હતા. આ અટકળો ત્યાંથી શરૂ થઈ જ્યારે મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપી. જેના પછી અહેવાલો આવ્યા હતા કે ટીમની અંદરના ઘણા લોકો આ નિર્ણયથી ખુશ નથી અને હાર્દિકને લોકોએ જોરદાર રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતુ. હવે ખુલાસો થયો છે કે રોહિત અને હાર્દિકના સંબંધો સુધારવામાં રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીની પણ મહત્વની ભૂમિકા હતી.
T20 વર્લ્ડકપની નેટ પ્રેક્ટિસમાં સાથે ન દેખાયા રોહિત-હાર્દિક
આ ઘટના T20 વર્લ્ડકપ 2024 દરમિયાન બની હતી જ્યારે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ નેટ્સ પર પ્રેક્ટિસના પહેલા દિવસે એકબીજા સાથે વાત પણ કરી ન હતી. પરંતુ જ્યારે પ્રેક્ટિસનો બીજો દિવસ આવ્યો ત્યારે રોહિત અને હાર્દિક એક ખૂણામાં સાથે બેસીને વાતો કરતા જોવા મળ્યા હતા. તેમની વાતચીત લાંબા સમય સુધી ચાલુ રહી. તે પછી બંનેએ સાથે પ્રેક્ટિસ કરી હતી, જ્યારે રોહિત શર્મા પણ પોતાના સાથી ખેલાડીની બેટિંગ અને બોલિંગને તપાસતો જોવા મળ્યો હતો.
રાહુલ દ્રવિડ-વિરાટ કોહલીએ ભજવ્યો મહત્વનો રોલ
પોડકાસ્ટ પરની ચર્ચામાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને એકસાથે લાવવામાં રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. દ્રવિડે વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા જેવા પ્રખ્યાત ખેલાડીઓને સાથે રાખ્યા હતા. અંતે આખી ટીમ વર્લ્ડકપમાં સાથે રમી હતી.
બંને બહાર થવાના સમાચાર!
IPL 2024માં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે મતભેદની અટકળો થઈ શકે છે. પરંતુ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા આ બંનેને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રિલીઝ કરવામાં આવી શકે છે. રોહિત છેલ્લા ઘણા દિવસોથી લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાઈ રહ્યો છે. એવી અટકળો છે કે મેગા ઓક્શનમાં 'હિટમેન'ને ખરીદવા માટે LSGએ 50 કરોડ રૂપિયાનું અનામત બજેટ રાખ્યું છે.