- RCBએ ગુજરાત ટાઈટન્સને 4 વિકેટે હરાવ્યું
- RCB પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને પહોંચ્યું
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ છેલ્લી ત્રણેય મેચ જીતી
IPL 2024માં ખરાબ શરૂઆત બાદ હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ ફરી જીતના પાટા પર આવી ગઈ છે. RCBએ તેની છેલ્લી ત્રણેય મેચ જીતી છે. જેમાં RCBએ સનરાઈઝર્સ હૈદરાબાદને એક વખત અને ગુજરાત ટાઈટન્સને બે વખત હરાવ્યું છે.
IPL 2024ની 52મી મેચમાં શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સનો સામનો RCB સામે થયો હતો. આ મેચમાં RCBએ ગુજરાતને 4 વિકેટે હરાવ્યું હતું. આ સાથે RCB હવે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગયું છે. આ મેચમાં RCBની જીત બાદ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે ટીમને લઈને મોટું નિવેદન આપ્યું છે.
RCBની ટીમ ICUમાં
RCBએ ગુજરાત ટાઇટન્સને હરાવીને IPL 2024માં ચોથી જીત નોંધાવી છે. દરમિયાન, ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ કહ્યું કે આ જીત સાથે, RCB વેન્ટિલેટરમાંથી બહાર આવી છે પરંતુ તે હજુ પણ ICUમાં છે. આ મેચમાં RCBના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. RCBમાં અત્યાર સુધી જે વિભાગ નબળો હતો તેણે સારું પ્રદર્શન કર્યું છે.
પોઈન્ટ ટેબલમાં છલાંગ લગાવી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સની આખી ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ RCBએ આ લક્ષ્યાંક 13.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ RCB તરફથી બેટિંગમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. ડુ પ્લેસિસે 64 રનની ઇનિંગ રમી હતી અને વિરાટે 42 રનની ઇનિંગ રમી હતી. મોહમ્મદ સિરાજે બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. સિરાજે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે હવે RCB ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાનેથી સીધી સાતમા સ્થાને પહોંચી ગઈ છે. આ મેચ જીતીને RCBએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.