- ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો
- સુનીલ છેત્રીની નિવૃત્તિ બાદ વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન
- સુનીલે મને કહ્યું હતું કે તે નિવૃત્તિની જાહેરાત કરવા જઈ રહ્યો છે
ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન અને અનુભવી ફૂટબોલર સુનીલ છેત્રીએ IPL 2024 વચ્ચે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. વીડિયો શેર કરીને સુનીલે પોતાની નિવૃત્તિની માહિતી દેશવાસીઓ સાથે શેર કરી છે. જેના પર RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ટિપ્પણી કરી હતી. હવે વિરાટે સુનીલ છેત્રીની નિવૃત્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે. વિરાટે કહ્યું કે તે પહેલાથી જ જાણતો હતો.
સુનિલે વિરાટને માહિતી આપી હતી
વિરાટ કોહલીએ RCB જણાવ્યું કે તેણે મને મેસેજ કરીને કહ્યું હતું કે તે નિવૃત્તિની જાહેરાત કરવા જઈ રહ્યો છે. કદાચ તેના નિર્ણયથી તેને શાંતિ મળી હશે. તે ખૂબ જ પ્રેમાળ છોકરો છે અને હું તેના માટે શુભેચ્છા પાઠવું છું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં હું તેને ખૂબ સારી રીતે ઓળખું છું અને અમે ખૂબ નજીક પણ છીએ. કોહલી અને સુનીલ ખૂબ સારા મિત્રો માનવામાં આવે છે. ગત વર્ષે IPL દરમિયાન સુનીલ છેત્રી પણ RCBની મેચ જોવા આવ્યો હતો. આ દરમિયાન તે વિરાટ કોહલી અને RCB ટીમને પણ મળ્યો હતો.
RCBનો CSK સાથે મહત્વનો મુકાબલો
IPL 2024માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ સિઝનમાં કોહલીએ પણ સદી ફટકારી છે. હવે RCB CSK સામેની મહત્વની મેચમાં કોહલી પાસેથી શાનદાર ઇનિંગની અપેક્ષા રાખશે. વિરાટે અત્યાર સુધી 13 મેચમાં 661 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટનો સ્ટ્રાઈક રેટ 155 રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં કોહલીના બેટમાંથી 56 ફોર અને 33 સિક્સર ફટકારી ચૂક્યો છે. આ મેચ 18 મેના રોજ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.