• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા વચ્ચે મેચ
  • બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
  • બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ

આજે IPL 2024ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા અને કોલકાતાને 183 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં KKR 16.5 ઓવરના અંતે 186 રન બનાવી 7 વિકેટે જીત હાંસલ કરી હતી.

183 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાને ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે મજબૂત શરૂઆત અપાવી હતી. આરસીબીના બોલરોને નિશાન બનાવતા બંનેએ પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી. સાતમી ઓવરના ત્રીજા બોલ પર મયંક ડાગરે આ ભાગીદારી તોડી હતી. નરેન 22 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 213.63ની સ્ટ્રાઈક રેટથી બે ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, ફિલિપ સોલ્ટ બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 30 રન બનાવવામાં સફળ રહ્યો હતો.

આ મેચમાં વેંકટેશ ઐયર અને શ્રેયસ ઐયર વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. ટીમને ત્રીજો ફટકો વેંકટેશના રૂપમાં લાગ્યો હતો. તે 29 બોલમાં અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. યશ દયાલે 16મી ઓવરના પહેલા બોલ પર આ બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે કેપ્ટન સાથે 75 રનની ભાગીદારી કરી હતી. રિંકુ સિંહ પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને પાંચ રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રેયસ ઐયરે છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. તેણે RCB સામે 24 બોલનો સામનો કર્યો અને 162.50ના સ્ટ્રાઈક રેટથી 39 રન બનાવ્યા. આ દરમિયાન તે અણનમ રહ્યો હતો. આરસીબી તરફથી વિજયકુમાર, મયંક ડાગર અને યશ દયાલે એક-એક વિકેટ લીધી હતી.

કોલકાતાની ઇનિંગ 

IPL 2024ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું છે. કોલકાતાની આ સતત બીજી જીત છે, જ્યારે RCB ત્રણમાંથી બે મેચ હારી છે.

વેંકટેશ આઉટ: વેંકટેશ 30 બોલમાં 50 રન બનાવી આઉટ થયો છે. જ્યારે શ્રેયસ ઐયર 19 બોલમાં 26 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 75 રનની ભાગીદારી થઈ હતી. 15.1 ઓવરમાં KKRનો સ્કોર 3 વિકેટે 167 રન છે. કોલકાતા નાઈટ રાઈડર્સને હવે જીતવા માટે 29 બોલમાં 16 રનની જરૂર છે. યશ દયાલે 16મી ઓવરના પહેલા બોલ પર આ બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યો હતો. હાલમાં શ્રેયસ ઐયર ક્રિઝ પર છે. ટીમને જીતવા માટે 29 બોલમાં 16 રનની જરૂર છે.

14 ઓવર સમાપ્ત: આ મેચમાં KKRની જીત લગભગ નિશ્ચિત છે. કોલકાતાનો સ્કોર માત્ર 14 ઓવરમાં 2 વિકેટે 150 રન સુધી પહોંચી ગયો છે. KKRને હવે 36 બોલમાં જીતવા માટે માત્ર 33 રન બનાવવાના છે. વેંકટેશ ઐયર 25 બોલમાં 42 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેણે 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. શ્રેયસ ઐયર 17 બોલમાં 19 રન બનાવીને રમતમાં છે.

12 ઓવર સમાપ્ત: 12 ઓવર પૂર્ણ થઈ, કોલકાતાનો સ્કોર 137/2 પર પહોંચી ગયો. શ્રેયસ ઐયર 14 રન અને વેંકટેશ ઐયર 34 રને અણનમ રમી રહ્યા છે.

10 ઓવર સમાપ્ત: 10 ઓવર પછી KKRનો સ્કોર બે વિકેટે 112 રન છે. કોલકાતાને હવે 60 બોલમાં જીતવા માટે માત્ર 71 રન બનાવવાના છે. શ્રેયસ ઐયર 9 બોલમાં 11 રન અને વેંકટેશ ઐયર 9 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે. મેચ સંપૂર્ણપણે KKRના નિયંત્રણમાં છે.

9 ઓવર સમાપ્ત: મયંક ડાગરે 9મી ઓવર નાખી. આ ઓવરમાં વેંકટેશ ઐયરે જોરદાર સિક્સ ફટકારી હતી. 9 ઓવરમાં KKRનો સ્કોર બે વિકેટે 104 રન છે. વેંકટેશ ઐયર 9 બોલમાં 12 રન અને શ્રેયસ ઐયર 2 બોલમાં 2 રન બનાવીને રમતમાં છે.

સોલ્ટ આઉટ: KKRને 8મી ઓવરમાં 92 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા વિજય કુમાર વયસ્કે આરસીબીને બીજી સફળતા અપાવી. 8 ઓવરમાં KKRનો સ્કોર 2 વિકેટે 93 રન છે. સોલ્ટ 20 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો.

નરેન આઉટ: મયંક ડાગરે સાતમી ઓવરમાં KKRને પહેલો ઝટકો આપ્યો હતો. મયંકે સુનીલ નરેનને બોલ્ડ કર્યો હતો. નરેન 22 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 2 ચોગ્ગા અને 5 છગ્ગા આવ્યા હતા.

પાવર પ્લે સમાપ્ત: પાવરપ્લેમાં કોલકાતાએ કોઈપણ નુકશાન વિના 85 રન બનાવ્યા છે. સુનિલ નરેન 20 બોલમાં 5 સિક્સ અને 2 ફોર સાથે 47 રન પર રમી રહ્યો છે જ્યારે ફિલ સોલ્ટ 16 બોલમાં 2 સિક્સ અને 2 ફોરની મદદથી 28 રન બનાવી રમી રહ્યો છે.

KKRના 50 રન પુરા: માત્ર 4 ઓવરમાં KKRનો સ્કોર કોઈ વિકેટ વિના 53 રન પર પહોંચી ગયો છે. ફિલ સોલ્ટ 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 25 રન બનાવી રહ્યો છે. જ્યારે સુનીલ નારાયણ 11 બોલમાં 22 રન બનાવીને રમતમાં છે. તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી છે.

3 ઓવર સમાપ્ત: KKRનો સ્કોર 3 ઓવરમાં 46 રન થઈ ગયો છે. સુનીલ નારાયણે અલઝારી જોસેફ પર બે સિક્સર ફટકારી હતી. ફિલ સોલ્ટ 7 બોલમાં 18 રન અને નરેન 11 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે. KKRને હવે 102 બોલમાં જીતવા માટે 137 રન બનાવવાના છે.

ફિલ સોલ્ટે પહેલી જ ઓવરમાં સિરાજ પર એટેક કર્યો હતો. સોલ્ટે પ્રથમ ઓવરમાં બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. 1 ઓવર પછી KKRનો સ્કોર કોઈ વિકેટ વિના 18 રન છે.

RCBની ઇનિંગ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવતા ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા અને વિરાટ કોહલીની અણનમ 83 રનની ઇનિંગની મદદથી 183 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમનો કેપ્ટન ફાફ ડુપ્લેસીસ 8 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કેમરન ગ્રીને વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. ગ્રીન 21 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. રસેલે 9મી ઓવરના છેલ્લા બોલ પર ગ્રીનને પોતાનો શિકાર બનાવ્યો હતો. ટીમને ત્રીજો ફટકો મેક્સવેલના રૂપમાં લાગ્યો હતો, જેને નરેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ મેચમાં રજત પાટીદાર અને અનુજ રાવત ત્રણ-ત્રણ રન બનાવીને આઉટ થયા હતા. ફરી એકવાર પાટીદાર ફ્લોપ સાબિત થયો. આ સાથે જ દિનેશ કાર્તિકે કોહલી સાથે છઠ્ઠી વિકેટ માટે 31 રનની ભાગીદારી કરી હતી. કોલકાતા તરફથી આન્દ્રે રસેલ અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ લીધી હતી જ્યારે સુનીલ નારાયણને એક સફળતા મળી હતી.

રાવત આઉટ: હર્ષિત રાણાએ અનુજ રાવતને પણ પેવેલિયન મોકલ્યો હતો. અનુજ રાવતના બેટમાંથી માત્ર 3 રન જ બની શક્યા હતા.

પાટિદાર આઉટ: આન્દ્રે રસેલે 17મી ઓવરમાં રજત પાટીદારને પેવેલિયન મોકલી દીધો હતો. તે ચાર બોલમાં માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. કોહલી 50 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો છે. 17 ઓવર પછી આરસીબીનો સ્કોર 4 વિકેટે 148 રન છે.

16 ઓવર સમાપ્ત: મિચેલ સ્ટાર્કે 16મી ઓવરમાં માત્ર 7 રન આપ્યા હતા. સ્ટાર્કે 5 બોલમાં ત્રણ રન આપ્યા હતા, પરંતુ વિરાટે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આરસીબીનો સ્કોર 16 ઓવરમાં ત્રણ વિકેટે 141 રન છે. કોહલી 48 બોલમાં 67 રન અને પાટીદાર બે બોલમાં બે રન પર છે.

15 ઓવર સમાપ્ત: 15 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે. વિરાટ કોહલી 62 અને રજત પાટીદાર એક રન પર અણનમ રમી રહ્યા છે. 15 ઓવર પછી ટીમનો સ્કોર 134/3 છે.

મેક્સવેલ આઉટ: RCBની ત્રીજી વિકેટ 15મી ઓવરમાં 124ના સ્કોર પર પડી હતી. ગ્લેન મેક્સવેલ 19 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. તેને સુનીલ નારાયણે આઉટ કર્યો હતો. 

12 ઓવર સમાપ્ત: વરુણ ચક્રવર્તીએ 12મી ઓવર નાખી. આ ઓવરમાં કિંગ કોહલીએ સિક્સર ફટકારી હતી. ગ્લેન મેક્સવેલે બે ચોગ્ગા ફટકાર્યા હતા. 12 ઓવર પછી આરસીબીનો સ્કોર બે વિકેટે 104 રન છે. કોહલી 36 બોલમાં 50 રન અને મેક્સવેલ 9 બોલમાં 11 રન બનાવીને રમતમાં છે.

વિરાટ કોહલીએ વરુણ ચક્રવર્તીની બોલિંગ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 36 બોલમાં 50 રન પૂરા કર્યા.

IPLમાં RCB માટે સૌથી વધુ સિક્સ

  • 240 - વિરાટ કોહલી
  • 239 - ક્રિસ ગેલ
  • 238 - એબી ડી વિલિયર્સ
  • 67 - ગ્લેન મેક્સવેલ
  • 50 - ફાફ ડુ પ્લેસિસ

10 ઓવર પછી બેંગલુરુનો સ્કોર બે વિકેટે 85 રન છે. કિંગ કોહલી 31 બોલમાં 42 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેણે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે ગ્લેન મેક્સવેલ ક્રિઝ પર છે.

ગ્રીન આઉટ: આન્દ્રે રસેલે 9મી ઓવરના છેલ્લા બોલ પર કેમેરોન ગ્રીનને પેવેલિયન મોકલી દીધો હતો. ગ્રીન 21 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. 9 ઓવર પછી બેંગલુરુનો સ્કોર બે વિકેટે 82 રન છે.

પાવર પ્લે સમાપ્ત: પાવરપ્લે આરસીબીના નામે રહ્યો. ગ્રીને છઠ્ઠી ઓવરમાં સુનીલ નારાયણ પર અટેક કર્યો. નરેને પ્રથમ ત્રણ બોલમાં એક રન આપ્યો હતો. ત્યારપછીના ત્રણ બોલ પર ગ્રીને બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 6 ઓવર પછી આરસીબીનો સ્કોર એક વિકેટે 61 રન છે. કિંગ કોહલી 18 બોલમાં 28 રન અને ગ્રીન 12 બોલમાં 24 રન બનાવીને રમતમાં છે.

3 ઓવર સમાપ્ત: ત્રીજી ઓવરમાં વિરાટ કોહલીએ મિચેલ સ્ટાર્કનો સામનો કર્યો હતો. કોહલીએ સ્ટાર્ક પર એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 17 રન આવ્યા હતા. 3 ઓવર પછી આરસીબીનો સ્કોર એક વિકેટે 38 રન છે. કોહલી 11 બોલમાં 21 રન અને કેમરન ગ્રીન એક બોલમાં 4 રન બનાવીને રમતમાં છે.

ફાફ આઉટ: RCBને પહેલો ફટકો ફાફ ડુપ્લેસીસના રૂપમાં લાગ્યો હતો. હર્ષિત રાણાએ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. કેપ્ટન માત્ર આઠ રન બનાવી શક્યો હતો. બે ઓવર પછી ટીમનો સ્કોર 17/1 છે. કેમેરોન ગ્રીન ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

RCB ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા માટે તૈયાર છે. વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસ ઓપનિંગ બેટિંગ માટે ક્રિઝ પર પહોંચ્યા છે. બંને શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. છેલ્લી મેચમાં બંનેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી.

સુનીલના નામે મોટો રેકોર્ડ નોંધાયો

કોલકાતાના સ્ટાર સ્પિનર ​​સુનીલ નારાયણે મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે RCB સામે તેની T20 કારકિર્દીની 500મી મેચ રમવા આવ્યો છે. આ પહેલા પોલાર્ડ 660 મેચ રમી ચૂક્યો છે. ડ્વેન બ્રાવોએ 573 મેચ રમી છે જ્યારે શોએબ મલિક 542 મેચ રમીને આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

હેડ ટુ હેડ આંકડા

IPLમાં હેડ ટુ હેડ આંકડા મુજબ, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે. જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સે 18 મેચ જીતી છે અને 14માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે RCBએ 14 મેચ જીતી છે અને 18માં હારનો સામનો કરવો પડ્યો છે.

RCB સામે KKRનો હાઈ સ્કોર 222 રન છે, જ્યારે KKR સામે RCBનો હાઈ સ્કોર 213 રન છે. આઈપીએલની આ સીઝનની વાત કરીએ તો અત્યાર સુધી જે ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમી છે તે મેચ જીતી છે. આવી સ્થિતિમાં RCB ટીમ આ મેચ પણ જીતી શકે છે કારણ કે આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ પર રમાશે.

એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમોના આંકડા

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઘણા બધા રન બને છે. નાનું સ્ટેડિયમ હોવાને કારણે અહીં બેટ્સમેનોએ બાઉન્ડ્રીનો વરસાદ જોવા મળે છે. સપાટ પિચને કારણે બેટ્સમેનોને પિચ પર વધુ મદદ મળે છે. આ મેદાન પર RCB અને KKR 11 વખત ટકરાયા છે. જેમાંથી કોલકાતાએ 7 મેચ જીતી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય RCBએ 4 મેચ જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે.

બંને ટીમોની પ્લેઈંગ-11

KKR: ફિલિપ સોલ્ટ (wk), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (c), રમનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

ઇમ્પેક્ટ પ્લેયર: સુયશ શર્મા, વૈભવ અરોરા, મનીષ પાંડે, અંગક્રિશ રઘુવંશી, રહેમાનુલ્લા ગુરબાઝ

RCB: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ(c), કેમેરોન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત(wk), દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ

ઈમ્પેક્ટ પ્લેયર્સ: મહિપાલ લોમરોર, સુયશ પ્રભુદેસાઈ, કર્ણ શર્મા, વિજયકુમાર વયસ્ક, સ્વપ્નિલ સિંહ

  • Follow us on: